Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૨૭
१.१.३२] इति । 'अपि' शब्दात् प्रतिज्ञादीनां शुद्धयश्च पञ्च बोध्यानुरोधात् प्रयोक्तव्याः । यच्छ्रीभद्रबाहुस्वामिपूज्यपादाः
" कत्थइ पञ्चावयवं दसहा वा सव्वहा ण पडिकुट्टं ति ॥ " [શ. નિ. ૦] 22. બોધ્ય એટલે શિષ્ય. તેનો અનુરોધ એટલે તેને બોધ કરાવવાની પોતાની પ્રતિજ્ઞાથી (સંકલ્પથી) બંધાયેલા હોવું તે, આ બંધનના કારણે પ્રતિજ્ઞા વગેરે પાંચેનો પણ પ્રયોગ કરવો જોઈએ. આ પાંચને ‘અવયવ' નામ અપાયું છે. અક્ષપાદે પણ તેમને અવયવો કહ્યા છે જેમ કે ‘પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન અવયવો છે' [ન્યાયસૂત્ર, ૧.૧.૩૨]. હેમચન્દ્ર સૂત્રમાં ‘ઞપિ’ (‘પણ’) શબ્દ મૂકીને જણાવ્યું છે કે શિષ્યની કક્ષાને ધ્યાનમાં લઈને આવશ્યકતા હોય તો પ્રતિજ્ઞા વગેરેની પાંચ શુદ્ધિઓનો પણ (અર્થાત્ પાંચ શુદ્ધિઓ સાથે દસ અવયવોનો પણ) પ્રયોગ કરવો જોઈએ. પૂજ્યપાદ શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે, “ક્યાંક ક્યાંક પાંચ અવયવોવાળું કે દસ અવયવોવાળું પણ ૫૨ર્થાનુમાન હોય છે. તેનો સર્વથા નિષેધ નથી ક૨વામાં આવ્યો.” [દશવૈકાલિકનિર્યુક્તિ, ૫૦]. (૧૦)
23. તંત્ર પ્રતિજ્ઞાયા નક્ષળમાદ—
માધ્યનિર્દેશઃ પ્રતિજ્ઞા શાશ્તા
23. આચાર્ય પ્રતિજ્ઞાનું લક્ષણ કહે છે—
સાધ્યનો નિર્દેશ કરવો પ્રતિજ્ઞા છે. (૧૧)
24. साध्यं सिषाधयिषितधर्मविशिष्ट धर्मी, निर्दिश्यते अनेनेति निर्देशो वचनम्, साध्यस्य निर्देशः 'साध्यनिर्देश: ' 'प्रतिज्ञा' प्रतिज्ञायते ऽनयेति कृत्वा, यथा अयं प्रदेशोऽग्निमानिति ॥ ११ ॥
24. જેને સિદ્ધ કરવાની ઇચ્છા હોય તે ધર્મથી વિશિષ્ટ ધર્મી સાધ્ય છે. તે સાધ્યનો જેનાથી નિર્દેશ કરવામાં આવે તે વચન પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા તે છે જેના દ્વારા પ્રતિજ્ઞા કરવામાં આવે છે, સંકલ્પ કરવામાં આવે છે. તેનું ઉદાહરણ છે. -આ પ્રદેશ અગ્નિમાન છે. [અહીં અગ્નિમત્ત્વ ધર્મ સિદ્ધ કરવાની ઇચ્છા છે અને તે ધર્મથી યુક્ત ધર્મી ‘આ પ્રદેશ છે.’ આ રીતે સાધ્ય ધર્મ યુક્ત ધર્માનું કથન પ્રતિજ્ઞા છે. આ પ્રદેશમાં અગ્નિમત્ત્વ ધર્મને સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા યા સંકલ્પ પણ પ્રતિજ્ઞાથી જાહેર થાય છે.] (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org