Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૨૩ શિષ્યને કહે છે “આહારપાણી લઈ આવ.' પેલો શિષ્ય લાવું એમ જણાવ્યા વિના જ જ્યારે તેને માટે પ્રયત્ન કરે છે ત્યારે ભિક્ષુ તેના ઉપર ક્રોધ કરે છે અને કહે છે, “અરે શિષ્યાભાસ ! નીચ ભિક્ષુ! તું અમારી અવહેલના કરે છે?' તેવી જ રીતે, જે વ્યક્તિ શબ્દની અનિત્યતાનો બોધ કરવા ઇચ્છે છે તેની આગળ “શબ્દ અનિત્ય છે' એ પ્રમાણે વિષયદર્શાવ્યા વિના જ પ્રતિપાદકપ જે તે કહેવા માંડે જેમ કે “કૃતક હોવાના કારણે કે “જે કૃતક હોય છે તે અનિત્ય હોય છે કે “કારણ કે આવું હોતાં જ કૃતકતા હોય છે કે કારણ કે કૃતકતા અન્યથા સંભવતી નથી' ઇત્યાદિ તો આ બધાં વાક્યો તેને માટે અનપેક્ષિત છે કારણ કે આપાતતઃ તે બધાં વાક્યો તેને અસંબદ્ધ (અપ્રાસંગિક) પ્રતીત થાય છે અને એના પરિણામે તે આ બધાં વાક્યો પ્રત્યે ધ્યાન આપતો નથી અને બોધ પ્રાપ્ત કરવાની યોગ્યતા તે પામતો નથી (બોધ પામતો નથી.)..
16. ગત્ તત્ સર્વનિત્યં યથા પર, કૃત શબ્દત વનમર્થसामर्थ्य नैवापेक्षितशब्दानित्यत्वनिश्चायकमित्यवधानमत्रेति चेत् न, परस्पराश्रयात् । अवधाने हि सत्यतोऽर्थनिश्चयः, तस्माच्चावधानमिति । न च पर्षत्प्रतिवादिनौ प्रमाणीकृतवादिनौ यदेतद्वचनसम्बन्धाय प्रयतिष्येते । तथासति न हेत्वाद्यपेक्षेयाताम्, तद्वचनादेव तदर्थनिश्चयात् । अनित्यः शब्द इति त्वपेक्षिते उक्ते कुत इत्याशङ्कायां कृतकत्वस्य तथैवोपपत्तेः कृतकत्वस्यान्यथानुपपत्तेर्वेत्युपतिष्ठते, तदिदं विषयोपदर्शनार्थत्वं प्रतिज्ञाया રૂતિ IIછા
16. “જે કૃતક હોય છે તે બધાં અનિત્ય હોય છે, જેમકે ઘટ, અને શબ્દ કૃતક છે' આ પ્રમાણેનું વચન અર્થસામર્થ્યથી જ અપેક્ષિત શબ્દાનિત્વનું નિશ્ચાયક છે એટલે અવધાન અહીં છે જ એવું કહી શકાય નહિ કારણ કે તેમાં પરસ્પરાશ્રયદોષ છે. તે પરસ્પરાશ્રયદોષ આ પ્રમાણે આવે છે–અવધાન હોતાં વચનથી અર્થનો નિશ્ચય થાય અને અર્થનિશ્ચય થતાં અવધાન થાય. વળી, પર્ષત(પરિષદુ, સભા) અને પ્રતિવાદીએ વાદીને પ્રમાણ તરીકે સ્વીકારી લીધો નથી કે જેથી કરીને તેઓ તેનાં વચનોનો તાર્કિક સંબંધ શોધવા પ્રયત્ન કરે અને આમ યોગ્ય અવધાનના અભાવની શંકાને કોઈ અવકાશ ન રહે.] આવું હોય તો પર્ષત અને પ્રતિવાદી હેતુ વગેરેની અપેક્ષા નહિ રાખે કારણ કે વાદીના વચનમાત્રથી (વાદીના સ્વપક્ષના યા સ્વમતના વિધાનમાત્રથી) જ તેમને તે વચનના અર્થનો (અર્થની સત્યતાનો) નિશ્ચય થઈ જાય. [પરંતુ આવું છે જ નહિ. પરિસ્થિતિ સાવ જુદી જ છે.] જયારે “શબ્દ અનિત્ય છે એ અપેક્ષિત નિર્ણયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org