Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
व्यतिरेकं कारणम् नाकारणं विषयः" इति तु प्रलापमात्रम्, योगिज्ञानस्यातीतानागतार्थगोचरस्य तदजन्यस्यापि प्रामाण्यं प्रति विप्रतिपत्तेरभावात् । किंच, स्मृतेरप्रामाण्येऽनुमानाय दत्तो जलाञ्जलिः, तया व्याप्तेरविषयीकरणे तदुत्थानायोगात्; लिङ्गग्रहण-सम्बन्धस्मरणपूर्वकमनुमानमिति हि सर्ववादिसिद्धम् । ततश्च स्मृतिः प्रमाणम्, अनुमानप्रामाण्यान्यथानुपपत्तेरिति સિદ્ધમ્ ॥॥
8. સ્મૃતિ પ્રમાણ છે કારણ કે તેનો પ્રમાતાની પ્રવૃત્તિ સાથે અવિસંવાદ છે. અર્થાત્ સ્મૃતિને આધારે પ્રમાતા જે પ્રવૃત્તિ કરે છે તે સફળ થાય છે. સ્મૃતિ અવિસંવાદી છે કારણ કે પોતે દાટીને છુપાવી રાખેલી વસ્તુને ખોળી કાઢવાની માણસની પ્રવૃત્તિને સફળ થતી આપણે દેખીએ છીએ જ.
શંકા — સ્મૃતિનો વિષય વર્તમાનમાં અનુભવાતો (અનુભૂયમાન) નથી. [સ્મૃતિ તો પૂર્વાનુભૂત અતીત વિષયને જાણે છે જે વિષયનું અસ્તિત્વ નથી.] તેથી સ્મૃતિ નિર્વિષય છે (નિરાલંબન છે). તેથી તે પ્રમાણ કેવી રીતે હોઈ શકે ?
―――
સમાધાન- · એવું ન કહો. સ્મૃતિનો વિષય અનુભૂત અર્થ છે, તેથી તે નિર્વિષય નહિ પણ વિષય જ છે. સ્મૃતિનો અનુભૂત વિષય હોવા છતાં તેને નિર્વિષય કહી અપ્રમાણ માનશો તો પ્રત્યક્ષ પણ જ્યારે અનુભૂત અર્થને વિષય કરે છે ત્યારે તે પણ અપ્રમાણ બની જવાની આપત્તિ આવશે. જો કહેવામાં આવે કે પોતાના વિષયને જાણવાના કારણે પ્રત્યક્ષ પ્રમાણ જ છે તો એ જ વાત સ્મૃતિને પણ સમાનપણે લાગુ પડે છે એટલે સ્મૃતિ પણ પ્રમાણ જ છે.
શંકા જે વિષય સર્વથા નાશ પામી ગયો છે તે સ્મૃતિનો જનક કેવી રીતે હોઈ શકે ? આમ સ્મૃતિ અર્થથી (વિષયથી) જન્ય ન હોવાથી પ્રમાણ નથી.
―
સમાધાન
શું બીજાં પ્રમાણોના અવિસંવાદીપણાનું કારણ તેમનું અર્થજન્ય હોવાપણું છે એવી ભ્રાન્ત માન્યતાથી તમે છેતરાયા તો નથી ને ? તમારે એવા ભ્રમમાં ન રહેવું જોઈએ. [તેલ, વાટ, અગ્નિ, વગેરે કારણોની] પોતાની સામગ્રીથી દીપક ઉત્પન્ન થાય છે, ઘટ વગેરેથી ઉત્પન્ન થતો નથી. ઘટ આદિ અર્થોથી અજન્ય દીપક તેમને પ્રકાશિત કરે છે જ. તેવી જ રીતે, કર્માવરણના ક્ષયોપશમની સહાયતા પામેલાં ઇન્દ્રિય અને મનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું પ્રમાણરૂપ જ્ઞાન (અર્થજનિત અર્થાત્ વિષયજનિત ન હોવા છતાં) અર્થને (વિષયને) જાણે છે, પ્રકાશિત કરે છે જ. ‘કાર્ય સાથે જેનો અન્વય અને વ્યતિરેક નથી તે તે કાર્યનું કારણ નથી અને જ્ઞાનનું જે કારણ નથી તે તેનો (જ્ઞાનનો)
―
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org