Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
કે અન્વયનો સંદેહ, બૌદ્ધ તાર્કિક પણ આ બે હેતુઓના (વિરુદ્ધ અને અનૈકાન્તિકના) હેત્વાભાસપણાનું કારણ વ્યતિરેકાભાવને જ ગણાવ્યું છે. જો અસાધારણ હેતુની બાબતમાં એવો નિશ્ચય થાય કે તે સાધ્યનો અભાવ હોય ત્યાં હોતો નથી જ તો તે, બીજો કોઈ વિકલ્પ સંભવતો ન હોઈ, સાધ્યનો સાધક બનશે અને તે અનૈકાન્તિક હેત્વાભાસ નહિ બને. [આમ હેતુનું એક જ રૂપ છે કે સાધ્યનો અભાવ હોય ત્યાં હોવું નહિ જ.] બીજી વાત એ કે જો અન્વય હેતુનું રૂપ (લક્ષણ) હોય તો જેમ વિપક્ષના એક દેશમાં રહેનારો હેતુ અગમક હોય છે તેમ સપક્ષના એક દેશમાં રહેનારો હેતુ પણ અગમક બની જાય કારણ કે તેનામાં પણ કોઈક ભાગમાં અન્વય હોતો નથી. કહ્યું પણ છે, ‘જો વ્યતિરેકની (વિપક્ષાસત્ત્વની) જેમ અન્વયને (સપક્ષસત્ત્વને) પણ હેતુના રૂપ (લક્ષણ) તરીકે સ્વીકારવામાં આવે તો જે હેતુ સપક્ષના એક ભાગમાં રહે છે (અર્થાત્ કેટલાક સપક્ષોમાં રહે છે) અને બીજા ભાગમાં (અર્થાત્ બાકીના કેટલાક સપક્ષોમાં) નથી રહેતો તે સદ્વેતુ નહિ રહે - જેમ વિપક્ષના એક ભાગમાં (કેટલાક વિપક્ષોમાં) રહેનારો અને બાકીના ભાગમાં (બીજા કેટલાક વિપક્ષોમાં) ન રહેનારો હેતુ સદ્વેતુ નથી (હેત્વાભાસ છે) તેમ.” શંકા ‘સપક્ષમાં જ રહેવું’ એ અન્વય છે અને નહિ કે ‘સપક્ષમા રહેવું જ’. [અર્થાત્ હેતુ સપક્ષમાં રહે કે ન રહે તો પણ અન્વય ધટે છે. હેતુ રહે તો સપક્ષમાં જ રહે વિપક્ષમાં તો કદાપિ નહિ જ. હેતુ વિપક્ષમાં રહે નહિ જ.]
-
――――
સમાધાન - જો તમારો બૌદ્ધોનો અભિપ્રાય આ હોય તો તે વ્યતિરેક જ કહેવાય, [અન્વય નહિ]. તમે અમારો પક્ષ સ્વીકાર્યો ગણાય, કારણ કે અમે પણ એ જ પ્રતિપાદન કરીએ છીએ કે એકમાત્ર અન્યથાનુપપત્તિ (સાધ્યાવિનાભાવ) જ હેતુનું લક્ષણ છે.
48. तथा, एकस्मिन्नर्थे दृष्टेऽदृष्टे वा समवाय्याश्रितं साधनं साध्येन । तच्चैकार्थसमवायित्वम् एकफलादिगतयो रूपरसयोः, शकटोदयકૃત્તિોડ્યયો:, ચન્દ્રોદ્ય-સમુદ્રવૃચો:, વૃષ્ટિ-સાપિપીનિજાક્ષોમયોઃ, नागवल्लीदाह-पत्रकोथयोः । तत्र 'एकार्थसमवायी' रसो रूपस्य रूपं वा रसस्य; नहि समानकालभाविनोः कार्यकारणभावः सम्भवति ।
Jain Education International
૨૦૩
2
-
48. (૪) એકાર્થસમવાયી હેતુ — દૃષ્ટ યા અદૃષ્ટ એક જ અર્થમાં (વસ્તુમાં) સમવાયસંબંધથી જે સાધન (હેતુ) સાધ્યની સાથે રહેતો હોય તે એકાર્થસમવાયી હેતુ છે. આ એકાર્થસમવાયિત્વ એક જ લગત રૂપ અને રસ વચ્ચે, શકટોદય અને કૃત્તિકોદય વચ્ચે, ચન્દ્રોદય અને સમુદ્રભરતી વચ્ચે, વૃષ્ટિ અને ઇંડા લઈ જતી કીડીઓના ક્ષોભ વચ્ચે તથા નાગવલ્લીદાહ અને પત્રકોથ વચ્ચે છે. અહીં રસ રૂપનો એકાર્થસમવાયી છે
For Private & Personal Use Only
www.jainelibrary.org