Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૧૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા र्वाऽनासादितालम्बना धर्मिणं व्यवस्थापयति, तदवास्तवत्वे तदाधारसाध्यसाधनयोरपि वास्तवत्वानुपपत्तेः तबुद्धेः पारम्पर्येणापि वस्तुव्यवस्थापकत्वायोगात् । ततो विकल्पेनान्येन वा व्यवस्थापितः पर्वतादिविषयभावं भजन्नेव धर्मितां प्रतिपद्यते । तथा च सति प्रमाणसिद्धस्य ધમતા યુવ પદ્દા
62ધર્મી પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સિદ્ધ હોય છે. ઉદાહરણાર્થ, “આ સ્થાન અગ્નિમાન છે અહીં સ્થાન પ્રત્યક્ષથી સિદ્ધ છે. ધર્મી પ્રમાણસિદ્ધ હોય છે એમ કહીને બૌદ્ધોના મતનું ખંડન કર્યું છે. બૌદ્ધ મત આછે– સઘળો અનુમાન-અનુમેય વ્યવહાર બુદ્ધિકલ્પિત (અવાસ્તવિક) ધર્મ-ધર્માભાવના ઉપર આધાર રાખે છે, બાહ્ય વાસ્તવિક સત્ત્વ કે અસત્ત્વની અપેક્ષા રાખતો નથી.” વાસ્તવિક બાહ્ય કે આન્સર વિષયને ગ્રહણ ન કરનારી આ વિકલ્પબુદ્ધિ ધર્મીની સ્થાપના ન કરી શકે, જો સાધ્ય અને સાધન જેમાં રહે છે તે ધર્મી પોતે જ અવાસ્તવિક હોય તો સાધ્ય અને સાધનની વાસ્તવિકતા ઘટશે નહિ. આવી સ્થિતિમાં વિકલ્પબુદ્ધિ પરંપરાથી પણ વસ્તુની વ્યવસ્થાપક બનવા માટે અયોગ્ય છે. તેથી વિકલ્પક કે નિર્વિકલ્પક જ્ઞાનથી સ્થાપિત (નિર્ણત) પર્વત આદિ તે જ્ઞાનનો વિષય બનીને જ ધર્મી બને છે. આમ હોતાં, પ્રમાણસિદ્ધ અર્થને ધર્મી ગણવો યોગ્ય છે. (૧૬) 63. અપવામાહ
बुद्धिसिद्धोऽपि ॥१७॥ 63. આચાર્ય અપવાદ જણાવે છે –
ધર્મી વિકલ્પબુદ્ધિસિદ્ધ પણ હોય છે. (૧૭) 64. नैकान्तेन प्रमाणसिद्ध एव धर्मी किंतु विकल्पबुद्धिप्रसिद्धोऽपि धर्मी भवति । 'अपि' शब्देन प्रमाण-बुद्धिभ्यामुभाभ्यामपि सिद्धो धर्मी भवतीति दर्शयति । तत्र बुद्धिसिद्धे धर्मिणि साध्यधर्मः सत्त्वमसत्त्वं च प्रमाणबलेन साध्यते यथा अस्ति सर्वज्ञः, नास्ति षष्ठं भूतमिति ।
64. ધર્મ પ્રમાણસિદ્ધ જ નથી હોતો પરંતુ વિકલ્પબુદ્ધિ સિદ્ધ પણ હોય છે. સૂત્રગત ‘પિ” (“પણ”) શબ્દ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે કોઈ કોઈ ધર્મી પ્રમાણ અને વિકલ્પબુદ્ધિ બન્નેથી સિદ્ધ હોય છે. આ ત્રણ પ્રકારના ધર્મીઓમાંથી વિકલ્પબુદ્ધિસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org