Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પ્રત્યક્ષબાધા, અનુમાનબાધા, આગમબાધા, લોકબાધા, સ્વવચનબાધા અને પ્રતીતિબાધા – આ બધી બાધાઓ છે. (૧૪)
58. પ્રત્યક્ષાનીતિ તદ્વિરુદ્ધાર્થોપસ્થાપન વાધત્વીતુ વાધા:' | તત્ર प्रत्यक्षबाधा यथा अनुष्णोऽग्निः, न मधु मधुरम्, न सुगन्धि विदलन्मालतीमुकुलम्, अचाक्षुषो घटः, अश्रावणः शब्दः, नास्ति बहिरर्थ इत्यादि । अनुमानबाधा यथा सरोम हस्ततलम्, नित्यः शब्द इति वा । अत्रानुपलम्भेन कृतकत्वेन चानुमानबाधा । आगमबाधा यथा प्रेत्याऽसुखप्रदो धर्म इति । परलोके सुखप्रदत्वं धर्मस्य सर्वागमसिद्धम् । लोकबाधा यथा शुचि नरशिर:कपालमिति । लोके हि नरशिर:कपालादीनामशुचित्वं सुप्रसिद्धम् । स्ववचनबाधा यथा माता मे बन्ध्येति । प्रतीतिबाधा यथा अचन्द्रः शशीति । अत्र शशिनश्चन्द्रशब्दवाच्यत्वं प्रतीतिसिद्धमिति प्रतीतिबाधा ॥१४॥
58. પ્રત્યક્ષ વગેરે સાધ્યથી વિરુદ્ધ અર્થને રજૂ કરીને બાધક બનવાના કારણે બાધાઓ છે. [અર્થાત જ્યારે પ્રત્યક્ષ સાધ્યથી વિપરીત અર્થનું સાધક હોય છે ત્યારે તે પ્રત્યક્ષબાધા છે. તેવી જ રીતે અનુમાનબાધા, વગેરે બાધાઓ સમજવી.]પ્રત્યક્ષબાધાનાં ઉદાહરણો –અગ્નિ ઉષ્ણ નથી, મધુ મધુર નથી, ખીલતું માલતીમુકુલ સુગંધી નથી, ઘટ ચાક્ષુષ પ્રત્યક્ષનો વિષય નથી, શબ્દ શ્રાવણ નથી, જ્ઞાનથી અતિરિક્ત] બાહ્ય વિષય નથી, વગેરે. અનુમાનબાધાનાં ઉદાહરણો– હથેળી સરોમ છે, શબ્દ નિત્ય છે. અહીં “સરોમ' સાધ્ય અનુપલંભ હેતુથી બાધિત છે અને નિયત્વ' સાધ્ય “કૃતકત્વ' હેતુથી બાધિત છે. આગમબાપાનું ઉદાહરણ –ધર્મ પરલોકમાં સુખ આપતો નથી. પરલોકમાં ધર્મનું સુખ આપવાપણું સર્વ આગમોથી સિદ્ધ છે. તિથી સાધ્ય આગમથી બાધિત છે.] લોકબાધાનું ઉદાહરણ – મનુષ્યના માથાની ખોપરી પવિત્ર છે. જગતમાં મનુષ્યના માથાની ખોપરીની અપવિત્રતા સુપ્રસિદ્ધ છે. તેથી અહીં સાધ્ય લોકબાધિત છે.] સ્વવચનબાધાનું ઉદાહરણ – “મારી માતા વાંઝણી છે.' [અહીં વિધાનનો પૂર્વ ભાગ મારી માતા પોતે જ “વાંઝણી' સાધ્યનો બાધક છે.]પ્રતીતિબાધાનું ઉદાહરણ – ચન્દ્ર શશી નથી', અર્થાત શશી “ચન્દ્ર' શબ્દવા નથી. પરંતુ શશીનું “ચન્દ્ર શબ્દવાચ્યત્વ પ્રતીતિસિદ્ધ છે. તેથી “શશી નથી” એ સાધ્ય પ્રતીતિબાધિત છે. (૧૪)
59. ૩મત્ર સä ધર્મ, ધર્મધુસમુદ્રાયો વેતિ સંશયવ્યવર્ઝાયટિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org