Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૮
• III
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 4. 'तद्' इति परोक्षस्य परामर्शस्तेन परोक्षस्यैते प्रकारा न तु स्वतन्त्राणि प्रमाणान्तराणि प्रक्रान्तप्रमाणसङ्ख्याविघातप्रसङ्गात् ।
4. સૂત્રગત તત્પદથી ‘પરોક્ષ'નો નિર્દેશ છે. તેથી સ્પષ્ટ થાય છે કે સ્મૃતિ વગેરે પરોક્ષ પ્રમાણના પ્રકારો છે, સ્વતંત્ર પ્રમાણો નથી. તેમને સ્વતંત્ર પ્રમાણો માનતાં પ્રમાણના ભેદોની સંખ્યા જે બે કહેવામાં આવી છે તેની હાનિ થવાની આપત્તિ આવે.
5. ननु स्वतन्त्राण्येव स्मृत्यादीनि प्रमाणानि कि नोच्यन्ते ?, किमनेन द्रविडमण्डकभक्षणन्यायेन ? । मैवं वोचः, परोक्षलक्षणसङ्ग्रहीतानि परोक्षप्रमाणान्न विभेदवर्तीनि; यथैव हि प्रत्यक्षलक्षणसङ्ग्रहीतानीन्द्रियज्ञानमानस-स्वसंवेदन-योगिज्ञानानि सौगतानां न प्रत्यक्षादतिरिच्यन्ते, तथैव हि परोक्षलक्षणाक्षिप्तानि स्मृत्यादीनि न मूलप्रमाणसङ्ख्यापरिपन्थीनीति । स्मृत्यादीनां पञ्चानां द्वन्द्वः ॥२॥
5. શંકા–મૃતિ આદિને સ્વતંત્ર પ્રમાણો કેમ નથી માનતા? આ દ્રવિડકંડકભક્ષણન્યાયને અનુસરવાથી શો લાભ? અર્થાત અલગ અલગ રાખવાને બદલે સેળભેળ કરી ખીચડી શા માટે કરો છો?
સમાધાન – એવું ન કહો. જે પ્રમાણો પરોક્ષ પ્રમાણના લક્ષણથી સંગૃહીત થઈ પરોક્ષ પ્રમાણ અંતર્ગત થઈ જાય છે તે પરોક્ષ પ્રમાણથી પૃથફ અર્થાત સ્વતન્ત નથી થઈ શકતા. જેમ બૌદ્ધો અનુસાર ઇન્દ્રિયજ્ઞાન, માનસપ્રત્યક્ષ, સ્વસંવેદન, યોગિજ્ઞાન પ્રત્યક્ષલક્ષણથી સંગૃહીત થઈ પ્રત્યક્ષ પ્રમાણ અંતર્ગત થઈ જતાં હોવાથી પ્રત્યક્ષ પ્રમાણથી અલગ સ્વતન્ત્ર પ્રમાણો નથી તેમ સ્મૃતિ વગેરે પરોક્ષ લક્ષણથી સંગૃહીત થઈ પરોક્ષ પ્રમાણ અંતર્ગત થઈ જતાં હોવાથી પરોક્ષ પ્રમાણથી અલગ સ્વતન્ત્ર પ્રમાણો નથી પરંતુ પરોક્ષ પ્રમાણના જ ભેદો છે. તેથી સ્મૃતિ વગેરે મૂલ પ્રમાણની બેની સંખ્યાને બાધક નથી. સ્મૃતિ આદિ પાંચ પદોથી ઘટિત એક શબ્દ દ્વન્દ્રસમાસરૂપ છે. (૨)
6. તત્ર મૃર્તિ નક્ષયતિ– - વાસનો હેતુ વિત્યાારી સ્મૃતિઃ રૂા. 6. હવે આચાર્ય સ્મૃતિનું લક્ષણ કહે છે–
વાસનાની જાગૃતિ જેની ઉત્પત્તિનું કારણ છે તેમજ જેનો તે એવો આકાર હોય છે તે સિમ્યગુ અર્થનિર્ણયરૂપ જ્ઞાન] સ્મૃતિ છે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org