Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૫
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ આકારનું જ્ઞાન પ્રત્યક્ષ છે, આ બે જ જ્ઞાનો છે, તે બેથી જુદું બીજું પ્રત્યભિજ્ઞાન નામનું પ્રમાણ અમને તો જણાતું નથી.
હેમચન્દ્ર– તમારું કથન યુક્તિસંગત નથી. પ્રત્યભિજ્ઞાનનો જે વિષય છે તેને ન તોસ્મરણ જાણી શકે છે કે ન તો પ્રત્યક્ષ જાણી શકે છે. પૂર્વકાલીન પર્યાયો અને ઉત્તરકાલીન પર્યાયોમાં એકસૂત્રરૂપે અનુસ્મૃત દ્રવ્યરૂપ એકત્વ-ધૃવત્વ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે. તે સ્મરણનો વિષય નથી, સ્મરણનો વિષ તો પૂર્વાનુભૂત વિષય છે, અર્થાતુ અતીત, વિનષ્ટ પણ છે. કહ્યું પણ છે, “પૂર્વજ્ઞાત (અનુભૂત) વિષયમાં જ “તે' એવા આકારવાળી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. પ્રત્યભિજ્ઞાન સ્મૃતિથી ભિન્ન છે કારણ કે પ્રત્યભિજ્ઞાન “આ તે જ છે એવા આકારવાળું છે અર્થાત તે બે અવસ્થાઓ (ભૂત અને વર્તમાન)માં રહેલા એકત્વને ગ્રહણ કરે છે.” પ્રત્યભિજ્ઞાનનો જે વિષય છે તેને પ્રત્યક્ષ પણ જાણી શકતું નથી કારણ કે પ્રત્યક્ષનો જ્ઞાનવ્યાપાર કેવળ વર્તમાન પર્યાયને જ જાણવામાં સીમિત છે. “દર્શન (પ્રત્યક્ષ) અને સ્મરણ એ બે જ્ઞાનોથી ભિન્ન અન્ય કોઈ જ્ઞાન નથી' એમ તો કહી જ નહિ શકાય કારણ કે દર્શન અને સ્મરણ તે બન્ને જ્ઞાનો પછી ઉત્પન્ન થનારું તે બેથી ભિન્ન એવું અન્ય જ્ઞાન અનુભવમાં આવે છે. અને જે અનુભવાતું હોય તેનો અપલાપ કરવો, નિષેધ કરવો યોગ્ય નથી, કારણ કે એમ કરવા જતાં તો ઈષ્ટ ઘણી બધી બાબતોનો નિષેધ કરવો પડશે અને મોટી ગરબડ અને અંધાધૂંધી થઈ જશે.
14. નનું પ્રત્યક્ષમેવેન્દ્ર પ્રત્યજ્ઞાનમ્રૂત્યે નૈવમ્, તસ્ય સન્નિદિતવાર્તमानिकार्थविषयत्वात् ।
સદ્ધ વર્તમાન ગૃહ રક્ષાલિના” [શ્નોવા. સૂત્ર ૪ જ્ઞો. ૮૪] इति मा स्म विस्मरः । ततो नातीतवर्तमानयोरेकत्वमध्यक्षज्ञानगोचरः । अथ स्मरणसहकृतमिन्द्रियं तदेकत्वविषयं प्रत्यक्षमुपजनयतीति प्रत्यक्षरूपतास्य गीयत इति चेत्; न, स्वविषयविनियमितमूर्तेरिन्द्रियस्य विषयान्तरे सहकारिशतसमवधानेऽप्यप्रवृत्तेः । नहि परिमलस्मरणसहायमपि चक्षुरिन्द्रियमविषये गन्धादौ प्रवर्तते । अविषयश्चातीतवर्तमानावस्थाव्याप्येकं द्रव्यमिन्द्रियाणाम् । नाप्यदृष्टसहकारिसहितमिन्द्रियमेकत्वविषयमिति वक्तुं युक्तम् उक्तादेव हेतोः । किञ्च, अदृष्टसव्यपेक्षादेवात्मनस्तद्विज्ञानं भवतीति वरं वक्तुं युक्तम् । दृश्यते हि स्वप्नविद्यादिसंस्कृतादात्मनो विषयान्तरेऽपि विशिष्टज्ञानोत्पत्तिः । ननु यथाञ्जनादिसंस्कृतं चक्षुः सातिशयं भवति तथा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org