Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૯૭
કારણ કે ઘટ ચાક્ષુષ છે’ આ અનુમાનમાં પણ હેતુ પક્ષધર્મતાહીન છે માટે અગમક નથી પરંતુ તેનામાં સાધ્યાવિનાભાવ નથી માટે અગમક છે. ઘટની ચાક્ષુષતા શબ્દની અનિત્યતા વિના પણ હોઈ શકે છે. [તાત્પર્ય એ છે કે હેતુ ભલે સપક્ષમાં કે પક્ષમાં ન રહેતો હોય પરંતુ જો તેનો સાધ્ય સાથે અવિનાભાવ નિશ્ચિત હોય તો તે સાધ્યનો ગમક બને છે જ.] તેથી અમે શબ્દની અનિત્યતા સિદ્ધ કરવા આપેલો ‘શ્રાવણત્વ’ હેતુ અસાધારણ અર્થાત્ સપક્ષમાં ન રહેતો હોવા છતાં સાધ્ય અનિત્યત્વનો ગમક છે કારણ કે તેનો સાધ્ય (અનિત્યત્વ) સાથે અવિનાભાવ નિશ્ચિત છે, તે સાધ્ય અનિત્યતાનો વ્યભિચારી નથી, સાધ્ય અનિત્યતા સાથેના નિયત સાહચર્યનો તે ભંગ કરતો નથી.
શંકા — શબ્દની અનિત્યતા સિદ્ધ કરવા માટે કૃતકત્વ હેતુ તમે આપ્યો છે પરંતુ તેમ કરતાં પર્યાયની જેમ દ્રવ્ય પણ અનિત્ય બની જવાની આપત્તિ આવશે.
હેમચન્દ્રાચાર્ય — ના, આ આપત્તિ નહિ આવે, કારણ કે પર્યાયોની જ અનિત્યતા સાધ્ય છે..સ્પષ્ટપણે શબ્દોમાં ન કહેવા છતાં પણ જે ઇચ્છિત હોય છે તે જ સાધ્ય હોય છે એ વાત આપ કેમ ભૂલી જાવ છો ?
શંકા
-કૃતકત્વ અને અનિત્યત્વ વચ્ચે તાદાત્મ્યસંબંધ છે અને (કૃતકત્વ સાધન છે અને અનિત્યત્વ સાધ્ય છે). પરિણામે સાધનની જેમ સાધ્ય પણ સિદ્ધ બની જશે અને સાધ્યની જેમ સાધન પણ અસિદ્ધ બની જશે.
હેમચન્દ્રાચાર્ય તમારી વાત સાચી છે. પરંતુ માને દૂર કરવા માટે આવો અનુમાન પ્રયોગ કરવામાં આવે છે. કહ્યું પણ છે, “જે વ્યક્તિ વ્યામોહના કારણે સાદિ વસ્તુને સાન્ત માનતી નથી તેના માટે (તેનો વ્યામોણ દૂર કરવા માટે) એક જ ધર્મને આપણે સાથ અને સાધન બનાવીએ તો તેમાં દોષ નથી.”
-
42. 'कारणं' यथा बाष्पभावेन मशकवर्तिरूपतया वा सन्दिह्यमाने धूमेऽग्निः, विशिष्टमेघोन्नतिर्वा वृष्टौ । कथमयमाबालगोपालाविपालाङ्गनादिप्रसिद्धोऽपि नोपलब्धः सूक्ष्मदर्शिन्नापि न्यायवादिना ? । कारणविशेषदर्शनाद्धि सर्वः कार्यार्थी प्रवर्तते । स तु विशेषो ज्ञातव्यो योऽव्यभिचारी । कारणत्वनिश्चयादेव प्रवृत्तिरिति चेत्; अस्त्वसौ लिङ्गविशेषनिश्चयः प्रत्यक्षकृतः, फले तु भाविनि नानुमानादन्यन्निबन्धनमुत्पश्यामः । क्वचिद् व्यभिचारात् सर्वस्य हेतोरहेतुत्वे कार्यस्यापि तथा प्रसङ्गः । बाष्पादेरकार्यत्वान्नेति चेत्; अत्रापि यत् यतो न भवति न तत्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org