Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૯૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા मभ्युपगन्तव्यम्, सति तस्मिन्नसत्यपि त्रैलक्षण्ये हेतोर्गमकत्वदर्शनात् । न तु त्रैरूप्यं हेतुलक्षणम् अव्यापकत्वात् । तथा च सर्वं क्षणिकं सत्त्वादित्यत्र मूर्धाभिषिक्त साधने सौगतैः सपक्षेऽसतोऽपि हेतोः सत्त्वस्य गमकत्वमिष्यत एव । तदुक्तम्
"अन्यथाऽनुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ? ।
नान्यथानुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् ? ॥” इति । 33. હેમચન્દ્રાચાર્ય- બૌદ્ધોનું આ કથન યોગ્ય નથી, કારણ કે અવિનાભાવનિયમના નિશ્ચયથી જ અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક એ ત્રણે દોષોનો પરિહાર થઈ જાય છે. અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈ કાન્તિક હેત્વાભાસોમાં અન્યથાનુપપત્તિ (અવિનાભાવ) હોતી નથી. [અસિદ્ધ આદિ ત્રણ હેત્વાભાસોની વ્યાવૃત્તિ કરવા માટે ત્રણ લક્ષણોને માનવાની આવશ્યકતા છે જ નહિ, કારણ કે એકલા અવિનાભાવરૂપ લક્ષણથી જ તે ત્રણેની વ્યાવૃત્તિ થઈ જાય છે.] ઊલટું, ઉક્ત ત્રરૂપ્ય હોવા છતાં પણ જે હેતુમાં સાધ્યાવિનાભાવ નથી હોતો તે હેતુ સાધ્યનો ગમક નથી બનતો. ઉદાહરણાર્થ, [ગર્ભસ્થ] મૈત્રપુત્ર શ્યામ છે, કારણ કે તે મૈત્રપુત્ર છે, અન્ય મૈત્રપુત્રની જેમ. અહીં આપવામાં આવેલા “મૈત્રપુત્રત્વ' હેતુમાં બૌદ્ધોએ માનેલાં ત્રણે લક્ષણો વિદ્યમાન છે છતાં તે સદ્ધતુ નથી, સાધ્યનો ગમક નથી.
બૌદ્ધ – તે સાધ્યનો ગમક નથી કારણ કે તેમાં નિયમતઃ વિપક્ષવ્યાવૃત્તિ દેખાતી નથી.
હેમચન્દ્રાચાર્ય–આ નિયમતઃ વિપક્ષવ્યાવૃત્તિ જ તો સાધ્યાવિનાભાવ છે. તેના વિના બાકીનાં બે લક્ષણો (પક્ષધર્મત્વ અને સપક્ષસત્ત્વ) હોય તો પણ હેતુ જો વિપક્ષવ્યાવૃત્તિના અભાવમાં સાધ્યનો ગમક નથી બનતો એમ માનવું તમને ઇષ્ટ હોય તો પછી તે વિપક્ષવ્યાવૃત્તિને જ હેતુનું પ્રધાન લક્ષણ માનો. જે હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ હોય તે હેતુ, બીજાં બે લક્ષણો તેનામાં ન હોય તો પણ સાધ્યનો ગમક ઘટે છે. આનું ઉદાહરણ – “અદ્વૈતવાદીના મતમાં પણ પ્રમાણ છે કારણ કે પ્રમાણના અભાવમાં અદ્વૈતવાદી દ્વારા ઇષ્ટની સિદ્ધિ અને અનિષ્ટનું દૂષણ (નિષેધ) ઘટે નહિ.' અહીં હેતુમાં • તો પક્ષધર્મતા છે કે ન તો સપક્ષસત્ત્વ છે તેમ છતાં કેવળ અવિનાભાવના બળે જ હેતુ ગમક બને છે.
બોદ્ધ—પક્ષધર્મતાના અભાવમાં અર્થાતુ હતુ પક્ષમાં ન રહેવા છતાં પણ તે સાધ્યનો ગમક બનતો હોય તો “આ મહેલ ધવલ છે કારણ કે કાગડો કાળો છે' જેવા હેતુઓ પર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org