Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૮૭ अयमर्थः स्यात्-सपक्षे सत्त्वमेव यस्य स हेतुरिति प्रयत्नानन्तरीयकत्वं न हेतुः स्यात् । निश्चितवचनेन सन्दिग्धान्वयोऽनैकान्तिको निरस्त: यथा सर्वज्ञः कश्चिद्वक्तृत्वात्, वक्तृत्वं हि सपक्षे सर्वज्ञे सन्दिग्धम् । विपक्षे त्वसत्त्वमेव निश्चितमिति तृतीयं रूपम् । तत्रासत्त्वग्रहणेन विरुद्धस्य निरासः । विरुद्धो हि विपक्षेऽस्ति । एवकारेण साधारणस्य विपक्षैकदेशवृत्तेनिरासः, प्रयत्नानन्तरीयकत्वे हि साध्येऽनित्यत्वं विपक्षैकदेशे विद्युदादावस्ति, आकाशादौ नास्ति । ततो नियमेनास्य निरासोऽसत्त्वशब्दात् । पूर्वस्मिन्नवधारणे हि अयमर्थ: स्यात्-विपक्ष एव यो नास्ति स हेतुः, तथा च प्रयत्नानन्तरीयकत्वं सपक्षेऽपि नास्ति ततो न हेतुः स्यात्ततः पूर्वं न कृतम् । निश्चितग्रहणेन सन्दिग्धविपक्षव्यावृत्तिकोऽनैकान्तिको निरस्तः । तदेवं त्रैरूप्यमेव हेतोरसिद्धादिदोषपरिहारक्षममिति तदेवाभ्युपगन्तुं युक्तमिति किमेकलक्षणવેનેતિ ?
32. શંકા-[આપે તો હેતુનું સાધ્યાવિનાભાવરૂપ એકમાત્ર લક્ષણ ઉપર સ્વીકાર્યું છે. પરંતુ અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાત્તિક હેત્વાભાસોનું નિરાકરણ કરવા માટે બૌદ્ધોએ હેતુનાં ત્રણ લક્ષણો સ્વીકાર્યા છે – (૧) પક્ષધર્મત્વ, (૨) સપક્ષસત્ત્વ અને (૩) વિપક્ષવ્યાવૃત્તિ. તે આ પ્રમાણે – (૧) પક્ષધર્મવ: પક્ષમાં અર્થાત્ અનુમેય ધર્મીમાં (પર્વત આદિમાં) હેતુનું સત્ત્વ જ નિશ્ચિત હોવું – આ પહેલું પક્ષધર્મત્વ લક્ષણ છે. અહીં સત્ત્વ' શબ્દનો પ્રયોગ કરીને “ચાક્ષુષત્વ વગેરે અસિદ્ધ હેત્વાભાસોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. [‘શબ્દનિત્ય છે કારણ કે તે ચાક્ષુષ છે?—આ અનુમાનમાં આપેલો હેતુ “ચાક્ષુષત્વ અસિદ્ધ છે કારણ કે તેનું પક્ષમાં (શબ્દમાં) સત્ત્વ નથી, શબ્દમાં ચાક્ષુષત્વ ધર્મની સત્તા નથી.] “સત્ત્વ જ એમ અહીં “જ” (વા)નો પ્રયોગ કરીને પક્ષેકદેશાસિદ્ધ (જે પક્ષના એક ભાગમાં રહે છે અને એક ભાગમાં નથી રહેતો એવા અસિદ્ધ) હેત્વાભાસનો નિષેધ કરવામાં આવ્યો છે. ઉદાહરણ, પૃથ્વી વગેરે ભૂતો અનિત્ય છે કારણ કે ગન્ધવાન છે- આ અનુમાનમાં પૃથ્વી વગેરે ચાર ભૂતો પક્ષ છે કિન્તુ ગન્ધવન્દ્ર હેતુ કેવળ પૃથ્વીમાં જ છે બાકીના ભૂતોમાં નથી. તેથી અહીં ગન્ધવસ્વ હેતુ પક્ષકદેશાસિદ્ધ હેત્વાભાસ છે, સઢેતુ નથી. આવા હેત્વાભાસોની વ્યાવૃત્તિ કરવા કહેવામાં આવ્યું છે કે “પક્ષમાં હેતુનું સત્ત્વ જ હોવું જોઈએ. “સત્ત્વ' શબ્દ પછી, “જ' (ાવ)નો પ્રયોગ કરી એ સૂચવવામાં આવ્યું છે કે જે હેતુ અસાધારણ હોય છે અર્થાત્ પક્ષમાં જ રહે છે એટલે કે પક્ષ સિવાય બીજે ક્યાંય સપક્ષમાં પણ રહેતો નથી તે પણ હેતુ (સહેતુ) નથી હોતો. * જો “જ' (q) નો પ્રયોગ “અનુમેય ધર્મીમાં જ સત્ત્વ' એમ કરવામાં આવ્યો હોત તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org