Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા નૈયાયિક તર્ક પ્રમાણ નથી એટલે તેના વડે વ્યાપ્તિનું ગ્રહણ અમે ઇચ્છતા નથી પરંતુ પ્રત્યક્ષ વડે વ્યાપ્તિનું ગ્રહણ ઇચ્છીએ છીએ.
હેમચન્દ્રાચાર્ય – તર્કને પ્રમાણ તમે કેમ નથી માનતા? જેમ બીજાં પ્રમાણમાં અવ્યભિચાર હોય છે તેમતકમાં પણ અવ્યભિચાર છે. [અવ્યભિચાર અર્થાત અવિસંવાદ એ જ તો પ્રમાણનું લક્ષણ છે.] વળી, વ્યાતિ તર્કનો વિષય છે એટલે તે નિર્વિષય પણ નથી. તેથી બીજા કોઈ પણ પ્રમાણથી ગૃહીત ન થતી વ્યાપ્તિને ગ્રહણ કરનાર ઊહ (તક) પ્રમાણ જ છે. (પ) 23. વ્યાપ્ત નક્ષયતિ– व्याप्तिापकस्य व्याप्ये सति भाव एव व्याप्यस्य
વા તરૈવ માવ: Tદ્દા 23. હવે આચાર્ય વ્યાપ્તિનું લક્ષણ કહે છે –
વ્યાપ્યના હોતાં વ્યાપકનું હોવું જ, અથવા વ્યાપ્યનું ત્યાં જ હોવું [જ્યાં વ્યાપક હોય એ વ્યાતિ છે. (૬)
24. “વ્યા?' રૂતિ યો વ્યાખ્યોતિ યશ ગાથતે તો મર્મ સત્ર यदा व्यापकधर्मतया विवक्ष्यते तदा 'व्यापकस्य' गम्यस्य 'व्याप्ये' धर्मे 'सति', यत्र धर्मिणि व्याप्यमस्ति तत्र सर्वत्र भाव एव' व्यापकस्य स्वगतो धर्मो व्याप्तिः । ततश्च व्याप्यभावापेक्षा व्याप्यस्यैव व्याप्तताप्रतीतिः । न त्वेवमवधार्यते-व्यापकस्यैव व्याप्ये सति भाव इति, हेत्वभावप्रसङ्गात् अव्यापकस्यापि मूर्तत्वादेस्तत्र भावात् । नापि-व्याप्ये सत्येवेत्यवधार्यते, प्रयत्नानन्तरीयकत्वादेरहेतुत्वापत्तेः, साधारणश्च हेतुः स्यानित्यत्वस्य प्रमेयेष्वेव માવીત્ |
24. જે વ્યાપે છે અર્થાત વ્યાપ્ત કરે છે તે (દા.ત. અગ્નિ વગેરે) અને જે વ્યાપ્ત થાય છે તે (દા.ત. ધૂમ વગેરે) તે બન્નેનો ધર્મ વ્યાપ્તિ છે. જ્યારે વ્યાપકના ધર્મના રૂપમાં વ્યાપ્તિની વિવક્ષા કરવામાં આવે છે ત્યારે વ્યાપ્તિનું સ્વરૂપ આવું હોય છે– વ્યાપકનું અર્થાત્ ગમ્યનું (અગ્નિ આદિ સાધ્યનું) વ્યાપ્ય (ધૂમ આદિ સાધનરૂપ) ધર્મના હોતાં જે ધર્મીમાં વ્યાપ્ય હોય ત્યાં સર્વત્ર હોવું જ એ વ્યાપકનો સ્વગત ધર્મ વ્યાપ્તિ છે અને તેનાથી વ્યાપ્યભાવની અપેક્ષાએ વ્યાપ્યની જ વ્યાપ્તતાની પ્રતીતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org