Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૮૧
(ગ્રહણ કરવા) સમર્થ છે. પ્રત્યક્ષ અને અનુમાનથી અલગ બીજું કોઈ પ્રત્યક્ષના ફળરૂપ પ્રમાણ વ્યાપ્તિને ગ્રહણ કરે છે એમ તો વૈશેષિકો માની શકતા નથી કારણ કે તેઓ બે જ પ્રમાણો માને છે એટલે તેમને તે બેથી અન્ય ત્રીજું પ્રમાણ માનવાની આપત્તિ આવે.
આની સામે બચાવમાં વૈશેષિક કહે છે- - પ્રત્યક્ષના ફળરૂપ જે વિકલ્પજ્ઞાન વ્યાપ્તિને ગ્રહણ કરે છે તે પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણોમાંથી કોઈ એક પ્રમાણ અવશ્ય હોવું જોઈએ એમ કહી અમારું જે ખંડન કરવામાં આવે છે તે અયોગ્ય છે, કારણ કે વ્યાપ્તિને ગ્રહણ કરનારું તે વિકલ્પજ્ઞાન ફળ છે, પ્રમાણ નથી. તમે તેને પ્રમાણતાની સાથે જોડો છો તે યોગ્ય નથી અર્થાત્ તમે તેને પ્રમાણ કહો છો તે યોગ્ય નથી.
—
હેમચન્દ્રાચાર્ય — ના, તમારી વાત બરાબર નથી, કારણ કે એકનું એક જ્ઞાન તેના જનકની અપેક્ષાએ ફળ છે અને તેના જન્મની અપેક્ષાએ પ્રમાણ છે. તમે જ સ્વીકારો છો કે સન્નિકર્ષના ફળરૂપ જે વિશેષણજ્ઞાન છે તે જ વિશેષ્યજ્ઞાનની અપેક્ષાએ પ્રમાણ છે. તેવી જ રીતે, પ્રત્યક્ષનું આ જે વિકલ્પરૂપ ફળ છે તેના પ્રમાણ હોવામાં કોઈ વિરોધ નથી કારણ કે તે પોતે જ અનુમાનરૂપ ફળનું કારણ પણ છે.
22. यौगास्तु तर्कसहितात् प्रत्यक्षादेव व्याप्तिग्रह इत्याहुः । तेषामपि यदि न केवलात् प्रत्यक्षाद् व्याप्तिग्रहः किन्तु तर्कसहकृतात् तर्हि तर्कादेव व्याप्तिग्रहोऽस्तु । किमस्य तपस्विनो यशोमार्जनेन, प्रत्यक्षस्य वा तर्कप्रसादलब्धव्याप्तिग्रहापलापकृतघ्नत्वारोपेणेति ? । अथ तर्कः प्रमाणं न भवतीति न ततो व्याप्तिग्रहणमिष्यते । कुतः पुनरस्य न प्रमाणत्वम्, अव्यभिचारस्तावदिहापि प्रमाणान्तरसाधारणोऽस्त्येव ? । व्याप्तिलक्षणेन विषयेण विषयवत्त्वमपि न नास्ति । तस्मात् प्रमाणान्तरागृहीतव्याप्तिग्रहणप्रवणः प्रमाणाતમૂહ: IIII
-
22. નૈયાયિકો કહે છે તર્કસહિત પ્રત્યક્ષથી વ્યાપ્તિનું ગ્રહણ થાય છે. એકલા પ્રત્યક્ષથી વ્યાપ્તિનું ગ્રહણ નથી થતું પરંતુ તર્કસહષ્કૃત પ્રત્યક્ષથી જ વ્યાપ્તિનું ગ્રહણ થાય છે.
Jain Education International
――――――
-----
હેમચન્દ્રાચાર્ય તો પછી એકલા તર્કથી વ્યાપ્તિનું ગ્રહણ થાઓ. બિચારા તર્કના યશને ભૂંસી નષ્ટ કરી નાખવાથી શો લાભ ? અથવા તો કેવળ તર્કની કૃપાથી જ વ્યાપ્તિને ગ્રહણ કરવાનું સામર્થ્ય પોતાને પ્રાપ્ત થયું છે એ હકીકતનો અપલાપ કરવાની કૃતઘ્નતાનો આરોપ પ્રત્યક્ષ ઉપર લગાવવાથી શો લાભ ?
For Private & Personal Use Only
www.jainelibrary.org