Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૭૯ नुमानव्याप्तिग्राहकत्वात् । तद्व्याप्तिग्रहश्च यदि स्वत एव, तदा पूर्वेण किमपराद्धं येनानुमानान्तरं मृग्यते । अनुमानान्तरेण चेत्; तर्हि युगसहस्रेष्वपि व्याप्तिग्रहणासम्भवः ।
19. અનુમાનથી પણ વ્યામિનું જ્ઞાન થઈ શકતું નથી કારણ કે વ્યક્તિને જાણતી વખતે પ્રમાતા યોગી જેવો બની જાય છે અર્થાત્ સર્વ દેશ અને સર્વ કાળ સંબંધી અવિનાભાવસંબંધને જાણે છે પરંતુ અનુમાનમાં આવો ભાર વહન કરવાનું સામર્થ્ય નથી. કદાચ આટલો મોટો ભાર વહન કરવાનું સામર્થ્ય અનુમાનમાં છે એમ માની લઈએ તો પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે પ્રસ્તુત અનુમાન જ વ્યાપ્તિને જાણે છે કે કોઈ બીજું અનુમાન? પ્રસ્તુત અનુમાન જ વ્યાપ્તિને જાણે છે એમ માનતાં તો અન્યોન્યાશ્રય દોષ આવે– અનુમાન વ્યાપ્તિને જાણે તો જ આત્મલાભ (જન્મ) પામે અને તે આત્મલાભ પામે તો જ વ્યાપ્તિને જાણે. (વ્યાપ્તિના જ્ઞાન વિના અનુમાન સંભવતું નથી અને અનુમાનથી જ વ્યાપ્તિનું જ્ઞાન થતું હોવાથી અનુમાન વિના વ્યામિનું જ્ઞાન સંભવતું નથી.) બીજું અનુમાન વ્યાપ્તિને જાણે છે એમ માનતાં તો અનવસ્થાદોષ આવે કારણ કે બીજું અનુમાન પણ તેની વ્યામિનું જ્ઞાન થયા પછી જ થઈ શકે અને ત્યાં વ્યાપિને જાણવા માટે ત્રીજા અનુમાનની જરૂરત પડશે, આમ પરંપરા ચાલ્યા જ કરશે અને તેનો અંત આવશે જ નહિ.જો કહેવામાં આવે કે બીજા અનુમાનની વ્યાપ્તિનું ગ્રહણ સ્વતઃ થાય છે તો પછી પહેલા અનુમાને શો અપરાધ કર્યો કે તેની વ્યાપ્તિનું સ્વતઃ ગ્રહણ થાય છે એ તમે સ્વીકારતા નથી અને બીજા અનુમાનની કલ્પના કરો છો. બીજા અનુમાનથી વ્યાપ્તિનું જ્ઞાન માનતાં તો હજારો યુગો વીતી જવા છતાં પણ વ્યાપ્તિનું જ્ઞાન થશે જ નહિ.
20. ननु यदि निर्विकल्पकं प्रत्यक्षमविचारकम् तर्हि तत्पृष्ठभावी विकल्पो व्याप्ति ग्रहीष्यतीति चेत्; नैतत्, निर्विकल्पकेन व्याप्तेरग्रहणे विकल्पेन ग्रहीतुमशक्यत्वात् निर्विकल्पकगृहीतार्थविषयत्वाद्विकल्पस्य । अथ निविकल्पकविषयनिरपेक्षोऽर्थान्तरगोचरो विकल्पः; स तहि प्रमाणमप्रमाणं वा ? । प्रमाणत्वे प्रत्यक्षानुमानातिरिक्तं प्रमाणान्तरं तितिक्षितव्यम् । अप्रामाण्ये तु ततो व्याप्तिग्रहणश्रद्धा षण्ढात्तनयदोहदः । एतेन- "अनुपलम्भात् कारणव्यापकानुपलम्भाच्च कार्यकारणव्याप्यव्यापकभावावगमः" इति प्रत्युक्तम्, अनुपलम्भस्य प्रत्यक्षविशेषत्वेन कारणव्यापकानुपलम्भयोश्च लिङ्गत्वेन तज्जनितस्य तस्यानुमानत्वात्, प्रत्यक्षानुमानाभ्यां च व्याप्तिग्रहणे दोषस्याभिहितत्वात् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org