Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૭૭ હેમચન્દ્રાચાર્ય– ના, એવું નથી, કારણ કે ઇન્દ્રિયમાં જે અતિશય (વિશેષતા) દેખાય છે તે ઇન્દ્રિયના પોતાના નિયત વિષયનું ઉલ્લંઘન ન કરીને જ હોય છે એવું જોવામાં આવ્યું છે. પોતાના નિયત વિષયથી જુદા જ અન્ય વિષયને ગ્રહણ કરવાના રૂપમાં કોઈ અતિશય શક્ય જ નથી. કુમારિલ ભટ્ટે કહ્યું છે, “ઇન્દ્રિયમાં પણ જે અતિશય દેખાયો છે તે તે ઇન્દ્રિયના પોતાના નિયત વિષયનું ઉલ્લંઘન ન કરતો જ દેખાયો છે. ચક્ષુમાં દૂર રહેલા રૂપને કેસૂક્ષ્મ રૂપને દેખવારૂપ અતિશય હોઈ શકે છે પરંતુ ગન્ધને ગ્રહણ કરવારૂપ અતિશય હોઈ શકે જ નહિ. શ્રોત્રેન્દ્રિય રૂપને ગ્રહણ કરવાનો વ્યાપાર કરે એ જાતનો શ્રોત્રેન્દ્રિયમાં અતિશય સંભવતો જ નથી.” [શ્લોકવાર્તિક સૂત્ર ૨ શ્લોક ૧૧૪].
આમ એ સ્થાપિત થયું કે વિષયભેદના કારણે પ્રત્યક્ષથી જુદું પ્રત્યભિજ્ઞાન નામનું પ્રમાણ છે. આ પ્રત્યભિજ્ઞાન પ્રમાણ પરોક્ષપ્રમાણાન્તર્ગત છે, પરોક્ષપ્રમાણનો એક ભેદ
15. न चैतदप्रमाणम् विसंवादाभावात् । क्वचिद्विसंवादादप्रामाण्ये प्रत्यक्षस्यापि तथा प्रसङ्गो दुर्निवारः । प्रत्यभिज्ञानपरिच्छिन्नस्य चात्मादीनामेकत्वस्याभावे बन्धमोक्षव्यवस्था नोपपद्यते । एकस्यैव हि बद्धत्वे मुक्तत्वे च बद्धो दुःखितमात्मानं जानन् मुक्तिसुखार्थी प्रयतेत । भेदे त्वन्य एव दुःख्यन्य एव सुखीति कः किमर्थं वा प्रयतेत ? । तस्मात्सकलस्य दृष्टादृष्टव्यवहारस्यैकत्वमूलत्वादेकत्वस्य च प्रत्यभिज्ञायत्तजीवितत्वाद्भवति प्रत्यभिज्ञा प्रमाणमिति ॥४॥
15. પ્રત્યભિજ્ઞાન અપ્રમાણ નથી કારણ કે તે અવિસંવાદી છે. કોઈક પ્રત્યભિજ્ઞાન વિસંવાદી હોતાં બધાં જ પ્રત્યભિજ્ઞાનોને અપ્રમાણ માનવામાં આવે તો પછી પ્રત્યક્ષને પણ અપ્રમાણ માનવું પડે [કારણ કે કોઈક પ્રત્યક્ષ પણ વિસંવાદી અનુભવાય છે.] પ્રત્યભિજ્ઞા દ્વારા ગૃહીત થતી આત્મા વગેરેની એકતાનો જ સ્વીકાર ન કરવામાં આવે તો બન્ધ અને મોક્ષની વ્યવસ્થા નહિ ઘટે. જે બદ્ધ હોય છે તે જ મુક્ત થાય છે એમ એકત્વ માનીએ તો જ એ સંગત બની શકે કે બદ્ધ જીવ પોતાને દુઃખી જાણી મુક્તિસુખનો ઇચ્છુક બનીને મુક્તિસુખને માટે પ્રયત્ન કરે. જો પૂર્વપર્યાય (અવસ્થા) અને ઉત્તર પર્યાય (અવસ્થા) વચ્ચે અત્યન્ત ભેદ જ હોય અને એકત્વ હોય જ નહિ તો અન્ય દુઃખી (બદ્ધ) હોય છે અને અન્ય સુખી (મુક્ત) થાય છે એમ માનવું પડે, તો પછી દુઃખી (બદ્ધ) મનુષ્ય સુખી (મુક્ત) થવા માટે પ્રયત્ન શું કામ કરે ? સકલ દૃષ્ટ-અદષ્ટ વ્યવહારોનો – પ્રવૃત્તિઓનો – આધાર એકત્વ છે અને એકત્વનું અસ્તિત્વ પોતાની સિદ્ધિ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org