Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા તે. એવા જ્ઞાનો છે જે ઇન્દ્રિયાર્થસકિત્પન્ન હોવા સાથે શબ્દોત્પન્ન પણ છે અર્થાત્ ઉભયજ છે તેમજ એવા જ્ઞાનો પણ છે જે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષોત્પન્ન હોવા સાથે શબ્દનો (શાબ્દજ્ઞાનનો) વિષય બનેલાં છે; આવાં બધાં જ્ઞાનોને વ્યાવૃત્ત કરવાના પ્રયોજનથી સૂત્રમાં “અવ્યપદેશ્ય પદ મૂક્યું છે. આ પૂર્વાચાર્યોની પરંપરાને તોડનારા ત્રિલોચન, વાચસ્પતિ વગેરેએ “અવ્યપદેશ્ય'નો અર્થ કર્યો “શબ્દસંસર્ગરહિત' (અર્થાત્ નિશ્ચયરહિત, નિર્વિકલ્પ). વળી, ‘યતઃ' શબ્દનો અધ્યાહાર કરી ઇન્દ્રિયાર્થસન્નિકર્ષને પ્રમાણ તરીકે સમજાવવાનું અર્થઘટન પણ તેમણે જ કર્યું છે.]
108. તત્રોમયરૂપચાપિ જ્ઞાનસ્થ પ્રષ્યિવેક્ષ્ય “યતઃ' શવ્વાધ્યાહીक्लेशेनाऽज्ञानरूपस्य सन्निकर्षादेः प्रामाण्यसमर्थनमयुक्तम् । कथं ह्यज्ञानरूपाः सन्निकर्षादयोऽर्थपरिच्छित्तौ साधकतमा भवन्ति व्यभिचारात्?, सत्यपीन्द्रियार्थसन्निकर्षेऽर्थोपलब्धेरभावात् । ज्ञाने सत्येव भावात्, साधकतमं हि करणमव्यवहितफलं च तदिति ।।
108. બન્ને પ્રકારના જ્ઞાનની પ્રમાણિતાની ઉપેક્ષા કરીને “યતઃ' શબ્દના અધ્યાહારની ક્લિષ્ટકલ્પના દ્વારા અજ્ઞાનરૂપ સર્ષિ વગેરેની પ્રમાણતાનું સમર્થન કરવું યોગ્ય નથી. અજ્ઞાનરૂપ સન્નિકર્ષ વગેરે અર્થજ્ઞાનોત્પત્તિમાં સાધકતમ કારણ કેવી રીતે ઘટી શકે? ન જ ઘટે, કારણ કે તેમાં વ્યભિચાર દેખાય છે. વ્યભિચારઆ છે–ઇન્દ્રિયનો અર્થ સાથે સન્નિકર્ષ થવા છતાં પણ અર્થજ્ઞાન થતું નથી, જ્ઞાનના હોતાં અર્થજ્ઞાન થાય છે. કાર્યની ઉત્પત્તિમાં જે સાધકતમ કારણ હોય તે જ કરણ કહેવાય છે અને તેનાથી કાલના વ્યવધાન વિના તત્કાલ જ કાર્ય ઉત્પન્ન થાય છે.
109. सन्निकर्षोऽपि यदि योग्यतातिरिक्तः संयोगादिसम्बन्धस्तर्हि स चक्षुषोऽर्थेन सह नास्ति अप्राप्यकारित्वात्तस्य । दृश्यते हि काचाभ्रस्फटिकादिव्यवहितस्याप्यर्थस्य चक्षुषोपलब्धिः। अथ प्राप्यकारि चक्षुः करणत्वाद्वास्यादिवदिति ब्रूषे; तर्हायस्कान्ताकर्षणोपलेन लोहासनिकृष्टेन व्यभिचारः । न च संयुक्तसंयोगादिः सन्निकर्षस्तत्र कल्पयितुं शक्यते, अतिप्रसङ्गादिति।
109. સિકિર્ષ જો યોગ્યતાથી ભિન્ન ન હોય તો જ બધી ઇન્દ્રિયોની બાબતમાં ઘટે, પરંતો સન્નિકર્ષ જો યોગ્યતાથી ભિન્ન સંયોગ આદિ સંબંધ હોય તો ચક્ષનો તે સકિર્ષ અર્થની સાથે તો છે જ નહિ કારણ કે ચક્ષુ અપ્રાપ્યકારી છે, અર્થાત્ રૂપની સાથે સંયોગમાં આવ્યા વિના જ ચક્ષુ રૂપને જાણે છે. કાચ, સ્ફટિક આદિથી વ્યવહિત અર્થને પણ ચક્ષુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org