Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા વૈશેષિક દ્રવ્યનો સત્તા સાથે સમવાયસંબંધ થતાં પહેલાં પણ દ્રવ્ય સ્વરૂપથી સત્ હોય છે જ, અર્થાત્ દ્રવ્યમાં સ્વરૂપસત્ત્વ હોય છે જ.
હેમચન્દ્રાચાર્ય–તો પછી શિખંડી જેવા સત્તા સાથેના સમવાયસંબંધને નિરર્થક વચ્ચે લાવવાની શી જરૂરત છે?
વૈશેષિક–વસ્તુનો સત્તા સાથે સમવાયસંબંધ થતાં પહેલાં વસ્તુ ન તો સત હોય છે કે ન તો અસત પરંતુ સત્તા સાથે સમવાયસંબંધ થતાં જ વસ્તુ સત્ બની જાય છે.
હેમચન્દ્રાચાર્ય–આ તો ઠાલું વચનમાત્ર છે. સત્ અને અસથી વિલક્ષણ એવો કોઈ ત્રીજો પ્રકાર સંભવતો જ નથી. જે સતુ ન હોય તે અસતું જ હોય અને જે અસત ન હોય તે સત્ જ હોય. વળી, પદાર્થ, સત્તા અને સમવાય એ ત્રણની પ્રતીતિ આપણને થતી નથી. જો તમે વૈશેષિકો પદાર્થ અને સત્તાના સંબંધને તાદાભ્યસંબંધ કહો તો તમારા દર્શનના સ્વીકૃત સિદ્ધાન્તથી જ તે કથન બાધિત થાય. તમારું દર્શન એ સ્વીકારતું નથી. આ જ કારણે પદાર્થ અને સત્તાનો સંબંધ સંયોગ પણ નથી. વૈશેષિકો કેવળ બે દ્રવ્યોની વચ્ચે જ સંયોગસંબંધ માને છે. પદાર્થ અને સત્તાનો સંબંધ સમવાય પણ ઘટતો નથી. સમવાય ક્યાંય આશ્રિત નથી અર્થાત્ તે એક, નિત્ય અને સર્વવ્યાપી છે. એટલે એના દ્વારા કાં તો બધાંનો બધાંની સાથે સંબંધ થાય કાં તો કોઈનો પણ કોઈની પણ સાથે સંબંધ ન થાય.
આમ દ્રવ્યના દ્રવ્યત્વ સાથે, ગુણના ગુણત્વ સાથે, કર્મના કર્મત્વ સાથે, દ્રવ્યના દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ સાથે, પૃથ્વીના પૃથ્વીત્વ સાથે, અપના અર્વ સાથે, તેજસુના તેજસ્વ સાથે, વાયુના વાયુત્વ સાથે તથા આકાશ આદિ દ્રવ્યોના પોતપોતાના ગુણો સાથે સંબંધના અંગે ઉપર જે કહ્યું તે બધું જ યથાયોગ્ય લાગુ કરી કહેવું જોઈએ. સારાંશ એ કે જે એકાન્ત ભિન્ન છે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ઘટતો જ નથી. તેથી વૈશેષિક દર્શનમાં પણ વિષયવ્યવસ્થા સંગત બનતી નથી.
130. ના દ્રવ્ય યાત્મવેડ વસ્તુનસ્તવશ્યમેવ વૈશ્ય तथाहि-द्रव्यपर्याययोरैकान्तिकभेदाभेदपरिहारेण कथञ्चिद्भेदाभेदवादः स्याद्वादिभिरुपेयते, न चासौ युक्तो विरोधादिदोषात्-विधिप्रतिषेधरूपयोरेकत्र वस्तुन्यसम्भवान्नीलानीलवत् १ । अथ केनचिद्रूपेण भेदः केनचिदभेदः; एवं सति भेदस्यान्यदधिकरणमभेदस्य चान्यदिति वैयधिकरण्यम् २ । यं चात्मानं पुरोधाय भेदो यं चाश्रित्याभेदस्तावप्यात्मानौ भिन्नाभिन्नावन्यथैकान्तवादप्रसक्तिस्तथा च सत्यनवस्था ३ । येन च रूपेण भेदस्तेन भेदश्चाभेदश्च
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org