Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧પ૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા कारनिरपेक्षत्वात् । पर्यायाणां च क्षणिकत्वेन पूर्वापरकार्यकालाप्रतीक्षणात् । नाप्यक्रमेण, युगपद्धि सर्वकार्याणि कृत्वा पुनरकुर्वतोऽनर्थक्रियाकारित्वादसत्त्वम्, कुर्वतः क्रमपक्षभावी दोषः । द्रव्यपर्यायवादयोश्च यो दोषः स उभयवादेऽपि समानः -
પ્રત્યે મદોષો દૂર કર્થ સઃ ?" इति वचनादित्याहपूर्वोत्तराकारपरिहारस्वीकारस्थितिलक्षणपरिणामे
નાથાથયિોગપત્તિ રૂરૂા. 131. શંકા–વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક હોય તો પણ તેના દ્વારા અર્થક્રિયા (કાર્યોની ઉત્પત્તિ) કેવી રીતે ઘટે? અર્થક્રિયા ક્રમ અને અક્રમ(યૌગપદ્ય)થી વ્યાપ્ત છે. તેવી અર્થક્રિયા એકાન્ત દ્રવ્યરૂપ અર્થમાં અને એકાન્ત પર્યાયરૂપ અર્થમાં સંભવતી નથી, તેવી જ રીતે તે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ અર્થમાં પણ ન સંભવવી જોઈએ કારણ કે નીચે મુજબ દલીલ કરવી શક્ય છે—દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુ ક્રમથી પોતાના કાર્યોને ઉત્પન્ન કરવા સમર્થ નથી, કારણ કે ક્રમથી કાર્યોને ઉત્પન્ન કરવામાં કાલક્ષેપ થાય છે અને જે સમર્થ હોય તે કદી પણ કાલક્ષેપ કરે નહિ. જો માનવામાં આવે કે ઉભયાત્મક વસ્તુ સહકારિકરણોની અપેક્ષા રાખતી હોવાને કારણે કાલક્ષેપ થાય છે તો એ બરાબર નથી કારણ કે દ્રવ્ય તો અવિકારી હોવાથી સહકારિતારણોના ઉપકારની તેને કોઈ જ અપેક્ષા નથી અને પર્યાયો ક્ષણિક હોવાથી તેઓ તો પૂર્વાપર કાલની પ્રતીક્ષા કરતા જ નથી. વળી, દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુ કાર્યોને યુગપત ઉત્પન્ન કરે એ પણ અસંભવ છે કેમ કે જો તે બધાં કાર્યોને એક સાથે યુગપતુ પ્રથમ ક્ષણમાં જ ઉત્પન્ન કરી નાખે તો બીજી, ત્રીજી વગેરે ક્ષણોએ તે કોઈ પણ કાર્યને ઉત્પન્ન નહિ કરે અર્થાત કાર્યકારી (અર્થક્રિયાકારી) નહિ રહે અને પરિણામે અસત્ બની જશે અને જો તે બીજી, ત્રીજી વગેરે ક્ષણોએ કાર્યો ઉત્પન્ન કરે તો ક્રમપક્ષમાં આવતા બધા દોષોની આપત્તિ આવશે. એકાન્ત દ્રવ્યવાદ (નિત્યત્વવાદ) અને એકાન્ત પર્યાયવાદ(ક્ષણિકત્વવાદ)માં જે દોષો આવે છે તે બધા જ દ્રવ્ય-પર્યાય ઉભયવાદમાં પણ સમાનપણે આવે છે જ. કહ્યું પણ છે, “એક-એક પક્ષમાં જે દોષો આવે તે તે બેના સમુચ્ચયરૂપ ઉભયપક્ષમાં કેમ ન આવે? અર્થાત આવે જ.” આ શંકાના ઉત્તરમાં આચાર્ય કહે છે
પૂર્વ પર્યાયનો પરિત્યાગ (નાશ), ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને (દ્રવ્યની) સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org