Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૫૭
(અર્થાત્ ધ્રૌવ્ય) જેનું લક્ષણ છે તે પરિણામ દ્વારા તેની (દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુની) અર્થક્રિયા ઘટે છે.(૩૩)
132. ‘પૂર્વોત્તરયો:’ ‘આજાયો:' વિવર્તયોર્યથાસદ્ગુયેન ચૌ ‘પરિહાર-स्वीकारौ' ताभ्यां स्थितिः सैव 'लक्षणम्' यस्य स चासौ परिणामश्च तेन 'अस्य' द्रव्यपर्यायात्मकस्यार्थक्रियोपपद्यते ।
132. પૂર્વ અને ઉત્તર આકારોના અર્થાત્ પર્યાયોના ક્રમશઃ નાશ અને ઉત્પાદ તથા બેમાંથી પ્રસાર થતા એક સૂત્રરૂપ અનુસ્મૃત દ્રવ્યની સ્થિતિ (ધ્રુવતા) તે જ જેનું લક્ષણ છે તે પરિણામ દ્વારા આની અર્થાત્ દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુની અર્થક્રિયા ઘટે છે. 133. અયમર્થ: न द्रव्यरूपं न पर्यायरूपं नोभयरूपं वस्तु, येन तत्तत्पक्षभावीदोषः स्यात्, किन्तु स्थित्युत्पादव्ययात्मकं शबलं जात्यन्तरमेव वस्तु । तेन तत्तत्सहकारिसन्निधाने क्रमेण युगपद्वा तां तामर्थक्रियां कुर्वतः सहकारिकृतां चोपकारपरम्परामुपजीवतो भिन्नाभिन्नोपकारादिनोदनानुमोदनाप्रमुदितात्मनः उभयपक्षभाविदोषशङ्काकलङ्काऽकान्दिशीकस्य भावस्य न व्यापकानुपलब्धिबलेनार्थक्रियायाः, नापि तद्व्याप्यसत्त्वस्य निवृत्तिरिति सिद्धं द्रव्यपर्यायात्मकं वस्तु प्रमाणस्य विषयः ||३३||
---
133. આ અર્થ જૈન અનેકાન્તવાદમાં વસ્તુ ન તો કેવળ દ્રવ્યરૂપ છે, કે ન તો કેવળ પર્યાયરૂપ છે, કે ન તો એકબીજાથી તદ્દન ભિન્ન દ્રવ્ય અને પર્યાયના સમુચ્ચયના રૂપમાં ઉભયરૂપ છે, જેથી તે તે પક્ષમાં આવતા દોષો જૈન સમ્મત વસ્તુમાં આવે. જૈન સમ્મત વસ્તુ તો સ્થિતિ, ઉત્પાદ અને વ્યય એ ત્રણેથી ઘટિત સ્વભાવવાળી (દ્રવ્ય અને પર્યાયથી ઘટિત સ્વભાવવાળી) શબલ અલગ જાતિની (જાત્યન્તર) છે. તેથી તે તે સહકારિકા૨ણોની સન્નિધિ થતાં તે વસ્તુ ક્રમથી કે યુગપત્ અનેક કાર્યો ઉત્પન્ન કરે છે. કાર્યો ઉત્પન્ન કરવામાં તે વસ્તુ સહકારિકારણો દ્વારા કરાતા ઉપકારોની સહાયતા લે છે. તે વસ્તુથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન એવા તે ઉપકારોના ત્યાગ-સ્વીકાર દ્વારા તે વસ્તુ પ્રમુદિત (સામર્થ્યયુક્ત) બને છે. તેથી બન્ને એકાન્ત પક્ષોમાં આવતા દોષોની આશંકાના કલંકથી તે વસ્તુ સદંતર મુક્ત છે, તે કલંકથી ડરીને કઈ દિશામાં ભાગી જાઉં એમ વિચારતા ભાગેડુ જેવી તેની સ્થિતિ બિલકુલ નથી. વ્યાપ્ય અર્થક્રિયાના અભાવને સિદ્ધ કરનારું વ્યાપક ક્રમ-અક્રમની અનુપબ્ધિરૂપ બળ અહીં નથી, તેમજ વ્યાપ્ય સત્પણાના અભાવનું કારણ વ્યાપક અર્થક્રિયાનો અભાવ પણ અહીં નથી. તેથી દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org