Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૫૫
આવૃતતા-અનાવૃતતા આદિ પરસ્પર વિરોધી ધર્મો દેખાય છે. તો પછી એક જ વસ્તુમાં દ્રવ્ય-પર્યાયરૂપતા (નિત્યાનિત્યતા) કે દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ માનવામાં વિરોધની શંકાને અવકાશ જ ક્યાં છે ? વિરોધદોષના નિરાસથી તો વૈયધિકરણ્યદોષનો નિરાસ પણ થઈ ગયો કારણ કે એક જ અધિકરણમાં(વસ્તુમાં) દ્રવ્ય-પર્યાયરૂપતા કે દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ પૂર્વોક્ત યુક્તિઓ (અને દૃષ્ટાન્તો) અનુસાર પ્રતીત થાય છે. જે અનવસ્થાનું દૂષણ આપવામાં આવ્યું છે તે પણ અનેકાન્તવાદી જૈન મતને ન જાણનારેં જ આપ્યું છે. જૈનોનો મત તો આ છે દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય એ બે જ ભેદ છે કારણ કે ‘ભેદ’ શબ્દ વડે તે બેનું જ અભિધાન થયું છે; દ્રવ્યના રૂપમાં અભેદ છે એમ કહેવાનો અર્થ એ છે કે દ્રવ્ય પોતે જ અભેદ છે; આમ વસ્તુ ભેદાભેદાત્મક છે કારણ કે વસ્તુ આ રીતે એકાનેકાત્મક છે. સંકર અને વ્યતિકર એ બે દોષોનો નિરાસ તો ઉપર જણાવેલ ચિત્રપટજ્ઞાન (મેચકજ્ઞાન)ના દૃષ્ટાન્તથી તેમજ સામાન્યવિશેષના (અર્થાત્ અપરસામાન્ય જે સામાન્યરૂપ પણ છે અને વિશેષરૂપ પણ છે તેના) દૃષ્ટાન્તથી થઈ જાય છે. જો કહેવામાં આવે કે ચિત્રપટજ્ઞાન આદિ દૃષ્ટાન્તોમાં તો અનેક વિરોધી ધર્મોની પ્રતીતિ હોય છે તો અમે જૈનો પણ કહીએ છીએ કે એક વસ્તુમાં દ્રવ્ય-પર્યાય (નિત્યઅનિત્ય, ભેદ-અભેદ) અનેક વિરોધી ધર્મોની પ્રતીતિ હોય છે જ. અર્થાત્ જેમ એક ચિત્રપટજ્ઞાનમાં અનેક વિરોધી રૂપોની પ્રતીતિ હોવાથી દોષ નથી તેમ અહીં અનેકાન્તવાદમાં પણ એક વસ્તુમાં અનેક વિરોધી ધર્મોની પ્રતીતિ થતી હોવાથી દોષ નથી, કારણ કે પ્રતીતિ પક્ષપાતી હોતી નથી. સંશયરૂપ દોષ પણ નથી, કારણ કે નિશ્ચિત વસ્તુમાં સંશય થાય છે એમ કહેવું અયોગ્ય છે. સંશય દોલાયમાન જ્ઞાનરૂપ હોય છે. તેથી જયાં નિશ્ચલ (નિશ્ચય યા નિર્ણયરૂપ) જ્ઞાન હોય ત્યાં સંશયને અવકાશ જ નથી, સંશય ઘટે જ નહિ. જે વસ્તુ પ્રમાણથી જ્ઞાત હોય તે વસ્તુની બાબતમાં તેનું યથાર્થ જ્ઞાન નથી એમ કહી દોષ આપવો બરાબર નથી, એમ કરવું એ તો ખોટું સાહસ ગણાય. ઉપલબ્ધિ (પ્રમાણરૂપ જ્ઞાન) હોય છે એમ નિશ્ચિતપણે કહ્યું હોવાથી અનુપલબ્ધિ (પ્રમાણરૂપ જ્ઞાનનો અભાવ) સિદ્ધ થતી નથી અને પરિણામે અભાવ (વિષયવ્યવસ્થાનો અભાવ) સિદ્ધ થતો નથી. આમ વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે એ પ્રત્યક્ષ અને અનુમાનથી અવિરુદ્ધ (અબાધિત) છે.
-
131. નનુ દ્રવ્યપર્યાયાત્મત્વે,પિ વસ્તુન: થમર્થયિા નામ ? । સા हि क्रमाक्रमाभ्यां व्याप्ता द्रव्यपर्यायैकान्तवदुभयात्मकादपि व्यावर्तताम् । शक्यं हि वक्तुमुभयात्मा भावो न क्रमेणार्थक्रियां कर्तुं समर्थः, समर्थस्य क्षेपायोगात् । न च सहकार्यपेक्षा युक्ता, द्रव्यस्याविकार्यत्वेन सहकारिकृतोप
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org