Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧ ૬૩
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ (બીજા પ્રમાણથી) વ્યાવૃત્ત હોવાના કારણે પણ ‘અપ્રમાણ છે એવો વ્યવહાર તેની જ બાબતમાં સ્વીકારવો પડશે. તેવી જ રીતે ફલાન્તરથી વ્યાવૃત્ત હોવાના કારણે તેની જ બાબતમાં “અફલ છે' એવો વ્યવહાર સ્વીકારવો પડશે. આમ પ્રમાણ અને ફળનો આત્મત્તિક અભેદ નથી. પરંતુ તેમનો કથંચિત્ ભેદ છે અને કથંચિત્ અભેદ છે.] ___ 150. तथा, तस्यैवात्मनः प्रमाणाकारेण परिणतिस्तस्यैव फलरूपतया परिणाम इत्येकप्रमात्रपेक्षया प्रमाणफलयोरभेदः । भेदे त्वात्मान्तरवत्तदनुपपत्तिः । अथ यत्रैवात्मनि प्रमाणं समवेतं फलमपि तत्रैव समवेतमिति समवायलक्षणया प्रत्यासत्त्या प्रमाणफलव्यवस्थितिरिति नात्मान्तरे तत्प्रसङ्ग इति चेत्, न; समवायस्य नित्यत्वाद्व्यापकत्वानियतात्मवत्सर्वात्मस्वप्यविशेषान्न ततो नियतप्रमातृसम्बन्धप्रतिनियमः तत् सिद्धमेतत् प्रमाणात्फलं कथञ्चिद्भिन्नमभिन्नं चेति ॥४१॥
150. વળી, તે જ આત્માનું પ્રમાણરૂપે પરિણમન થાય છે અને તે જ આત્માનું ફળરૂપે પણ પરિણમન થાય છે. આમ એક જ પ્રમાતાની અપેક્ષાએ પ્રમાણ અને ફળનો કથંચિત અભેદ પણ છે. [જેમ વૈશેષિકો માને છે તેમ] પ્રમાણ અને ફળનો સર્વથા અર્થાત એકાન્ત ભેદ માનવામાં આવે તો જેમ બે આત્માઓના બે પરિણામો વચ્ચે કોઈ સંબંધ ઘટતો નથી તેમ એક જ આત્માના આ બે પ્રમાણ અને ફળરૂપ પરિણામો વચ્ચે પણ કોઈ પણ સંબંધ (પ્રમાણ-ફલસંબંધ પણ) ઘટશે જ નહિ. આ જ વાત બીજા શબ્દોમાં કહીએ. જો પ્રમાણ અને ફળનો એકાન્ત ભેદ હોય તો તેનો અર્થ એ થાય કે બે ભિન્ન આત્મામાં રહેતા બે ભિન્ન પર્યાયો જેવા આ બે પર્યાયો અર્થાત્ પ્રમાણપર્યાય અને ફળપર્યાય બની જાય. અર્થાત્, પ્રમાણ એક આત્મામાં અને ફલ બીજા આત્મામાં એવી અવ્યવસ્થાની આપત્તિ આવે.
વૈશેષિક–જે આત્મામાં પ્રમાણ સમવાય સંબંધી રહે છે તે જ આત્મામાં ફલ પણ સમવાયસંબંધથી રહે છે. તેથી સમવાયસંબંધ દ્વારા પ્રમાણ અને તેના ફળની વ્યવસ્થા ઘટે છે. એટલે પ્રમાણ એક આત્મામાં અને તેનું ફળ બીજા આત્મામાં એવી અવ્યવસ્થાની આપત્તિ આવતી નથી.
હેમચન્દ્રાચાર્ય–ન્ના, તમારી વાત યોગ્ય નથી. સમવાયસંબંધ દ્વારા એવી વ્યવસ્થા ઘટી શકતી નથી કારણ કે તમે વૈશેષિકોએ સમવાયસંબંધ નિત્ય અને સર્વવ્યાપી માન્યો છે એટલે કોઈપણ એક આત્માની જેમ સર્વ આત્માઓ સાથે સમાનપણે સમવાયસંબંધ છે અને પરિણામે કોઈ પ્રમાણ અને તેનું ફળ અમુક જ આત્મામાં સમવાયસંબંધથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org