Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૩૯
यद्विषयं ज्ञानं तेन सम्प्रयोगे इन्द्रियाणां पुरुषस्य बुद्धिजन्म सत्प्रत्यक्षं यदन्यविषयं ज्ञानमन्यसम्प्रयोगे भवति न तत्प्रत्यक्षम् ।" [शाबरभा. १.१.५] इत्येवं तत्सतोर्व्यत्ययेन लक्षणमनवद्यमित्याहु:, तेषामपि क्लिष्टकल्पनैव, संशयज्ञानेन व्यभिचारानिवृत्तेः । तत्र हि यद्विषयं ज्ञानं तेन सम्प्रयोग इन्द्रियाणामस्त्येव । यद्यपि चोभयविषयं संशयज्ञानं तथापि तयोरन्यतरेणेन्द्रियं संयुक्तमेव उभयावमर्शित्वाच्च संशयस्य येन संयुक्तं चक्षुस्तद्विषयमपि तज्झानं भवत्येवेति नातिव्याप्तिपरिहारः । अव्याप्तिश्च चाक्षुषज्ञानस्येन्द्रियसम्प्रयोगजत्वाभावात् । अप्राप्यकारि च चक्षुरित्युक्तप्रायम्।
-
113. કેટલાક મીમાંસકો ઐમિનિસૂત્રગત પ્રત્યક્ષલક્ષણમાં આવેલા ‘સત્’ ‘તત્’ શબ્દોનો વ્યત્યય (એકબીજાના સ્થાનની અદલાબદલી) કરીને તે પ્રત્યક્ષલક્ષણને નિર્દોષ દર્શાવે છે. તેઓ જૈમિનિસૂત્રગત પ્રત્યક્ષલક્ષણને આ પ્રમાણે સમજાવે છે . જેનું પુરુષને જ્ઞાન થાય તેની જ સાથે ઇન્દ્રિયોનો સંપ્રયોગ થતાં થનારું તે જ્ઞાન સાચું (પ્રમાણરૂપ) પ્રત્યક્ષ છે. અન્ય વિષયનું જે જ્ઞાન અન્યની સાથે ઇન્દ્રિયોનો સંપ્રયોગ થતાં થાય તે (સાચું, પ્રમાણરૂપ) પ્રત્યક્ષ નથી’” [શાબરભાષ્ય, ૧.૧.૫.]. પરંતુ તે મીમાંસકોનું આ કથન પણ કિલષ્ટકલ્પના જ છે, કારણ કે આવી કલ્પના કરવા છતાં તેમનું પ્રત્યક્ષલક્ષણ વ્યભિચારદોષની બચતું નથી, તેમનું પ્રત્યક્ષલક્ષણ સંશયને પણ લાગુ પડે છે, એટલે સંશય પણ પ્રત્યક્ષપ્રમાણ બની જાય. સંશયજ્ઞાન પણ તે વસ્તુનું થાય છે જે વસ્તુ સાથે ઇન્દ્રિયનો સંપ્રયોગ થાય છે જ. જો કે સંશયજ્ઞાન બે વસ્તુઓને વિષય કરે છે તેમ છતાં તે બેમાંથી એકની સાથે ઇન્દ્રિયનો સંપ્રયોગ હોય છે જ. સંશયમાં વિકલ્પરૂપે બેનું જ્ઞાન હોય છે પરંતુ તે બેમાંથી જેની સાથે ચક્ષુ સંયુક્ત હોય છે તે વિષયનું પણ તે જ્ઞાન હોય છે જ, તેથી પ્રત્યક્ષલક્ષણ સંશયને પણ લાગુ પડે છે, પરિણામે મીમાંસકોનું પ્રસ્તુત પ્રત્યક્ષલક્ષણ અતિવ્યાપ્તિદોષથી દૂષિત છે. વળી, મીમાંસકોનું આ પ્રત્યક્ષલક્ષણ અવ્યાપ્તિદોષથી પણ દૂષિત છે કારણ કે તે ચાક્ષુષ પ્રત્યક્ષને લાગુ પડતું નથી. ચાક્ષુષ પ્રત્યક્ષ ઇન્દ્રિયાર્થસંયોગથી ઉત્પન્ન થતું નથી. ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે એ વાત અમે પહેલાં કહી ગયા છીએ.
114. ‘“શ્રોત્રાનિવૃત્તિરવિત્યિા પ્રત્યક્ષમ્' કૃતિ વૃદ્ધસાડ્યા: 1 अत्र श्रोत्रादीनामचेतनत्वात्तद्वृत्तेः सुतरामचैतन्यमिति कथं प्रमाणत्वम् ? । चेतनसंसर्गात्तच्चैतन्याभ्युपगमे वरं चित एव प्रामाण्यमभ्युपगन्तुं युक्तम् । न चाविकल्पकत्वे प्रामाण्यमस्तीति यत्किञ्चिदेतत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org