Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪)
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 114. પ્રાચીન સાંગાચાર્યોનો મત છે કે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો નિર્વિકલ્પક વ્યાપાર (વૃત્તિ) પ્રત્યક્ષ પ્રમાણ છે. પરંતુ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો તો અચેતન છે, એટલે તેમનો વ્યાપાર પણ અચેતન જ હોય, તો પછી તે પ્રમાણ કેવી રીતે ઘટી શકે ? જો તમે સાંખ્યો ચેતનના સંસર્ગને કારણે તેને ચેતન માનતા હો તો તેનાથી વધુ સારું તો એ છે કે તમે ચિનું (જ્ઞાનનું) જ પ્રામાણ્ય સ્વીકારો, તે જ યોગ્ય છે. અને એ તો અમે પહેલાં સ્પષ્ટ કરી દીધું જ છે કે નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ હોઈ શકે જ નહિ, કારણ કે નિર્વિકલ્પક જ્ઞાન વ્યવહારોપયોગી છે જ નહિ, તે પુરુષની પ્રવૃત્તિનું જનક નથી.
115.“પ્રતિવિષયTધ્યવસાયો તૂટમ'' [સાં. 1. ૧] તિ પ્રત્યક્ષન્નક્ષણमितीश्वरकृष्णः । तदप्यनुमानेन व्यभिचारित्वादलक्षणम् । अथ 'प्रतिः' आभिमुख्ये वर्तते तेनाभिमुख्येन विषयाध्यवसायः प्रत्यक्षमित्युच्यते; तदप्यनुमानेन तुल्यम् घटोऽयमितिवदयं पर्वतोऽग्निमानित्याभिमुख्येन प्रतीतेः। अथ अनुमानादिविलक्षणो अभिमुखोऽध्यवसायः प्रत्यक्षम्; तर्हि प्रत्यक्षलक्षणमकरणीयमेव शब्दानुमानलक्षणविलक्षणतयैव तत्सिद्धेः । * 115. “નિયત વિષયનો નિશ્ચય પ્રત્યક્ષ છે” (સાંખ્યકારિકા, ૫] એ પ્રત્યક્ષલક્ષણ સાંખ્યાચાર્ય ઈશ્વરકૃષ્ણ આપ્યું છે. પરંતુ તે લક્ષણ પણ અનુમાનથી વ્યભિચરિત છે અર્થાત તે લક્ષણ તો અનુમાનને પણ લાગુ પડે છે કારણ કે અનુમાન પણ નિયત વિષયનો નિશ્ચય કરે છે. આમ આ પ્રત્યક્ષલક્ષણ અતિવ્યાપ્તિદોષથી દૂષિત છે.]
સાંખ્યાચાર્ય – અહીં “પ્રતિનો અર્થ આભિમુખ્ય છે. તેથી “આ” એવા આકારવાળા આભિમુખ્યના રૂપમાં થતો વિષયનો અધ્યવસાય પ્રત્યક્ષ છે એમ અમે કહીએ છીએ.
હેમચન્દ્રાચાર્ય–તેવું આભિમુખ્ય તો પ્રત્યક્ષની જેમ અનુમાન વગેરેમાં પણ છે કારણ કે “આ ઘટ છે' એ જ્ઞાનની જેમ “આ પર્વત અગ્નિમાન છે' એ જ્ઞાન પણ આભિમુખ્યના રૂપમાં જ થાય છે.
સાંગાચાર્ય–અનુમાન વગેરેથી વિલક્ષણ એવો અભિમુખ અધ્યવસાય પ્રત્યક્ષ છે. આમ કહેવાથી પ્રત્યક્ષલક્ષણ અનુમાનને લાગુ નહિ પડે અને અતિવ્યાપ્તિદોષરહિત નિર્દોષ બની જશે.]
હેમચન્દ્રાચાર્ય-એમ હોય તો પ્રત્યક્ષનું લક્ષણ કરવાની શી જરૂરત છે, કારણ કે અનુમાનલકાણ અને આગમ(શબ્દ)લક્ષણથી વિલક્ષણ હોવાથી જ પ્રત્યક્ષલક્ષણની સિદ્ધિ થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org