Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ચિત્રરૂપ કેમ સ્વીકાર્યું છે ?
107. નૈયાયિહ્રાસ્તુ– ‘“ન્દ્રિયાર્થસન્નિષ્ણુત્પન્ન જ્ઞાનમવ્યવૈશ્યમव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् " [ न्या. १. १. ४.] इति प्रत्यक्षलक्षणमाचक्षते । अत्र च पूर्वाचार्यकृतव्याख्यावैमुख्येन सङ्ख्यावद्भिस्त्रिलोचनवाचस्पतिप्रमुखैरयमर्थः समर्थितो यथा - इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यभिचारि प्रत्यक्षमित्येव प्रत्यक्षलक्षणम् । 'यतः 'शब्दाध्याहारेण च यत्तदोर्नित्याभिसम्बन्धादुक्तविशेषणविशिष्टं ज्ञानं यतो भवति तत् तथाविधज्ञानसाधनं ज्ञानरूपमज्ञानरूपं वा प्रत्यक्षं प्रमाणमिति । अस्य च फलभूतस्य ज्ञानस्य द्वयी गतिरविकल्पं सविकल्पं च । तयोरुभयोरपि प्रमाणरूपत्वमभिधातुं विभागवचनमेतद् 'अव्यपदेश्यं व्यवसायात्मकम्' इति ।
૧૩૩
Jain Education International
–
107. નૈયાયિકોએ પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે, “ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન, અવ્યપદેશ્ય, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક જ્ઞાન પ્રત્યક્ષ છે’’ [ન્યાયસૂત્ર ૧.૧.૪]. આ સૂત્રની પૂર્વાચાર્યોએ કરેલી વ્યાખ્યાથી મોઢું ફેરવી લઈ વિદ્વાન ત્રિલોચન, વાચસ્પતિ વગેરેએ સૂત્રના આ નીચે જણાવેલા અર્થનું સમર્થન કર્યું છે ઃ ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન અવ્યભિચારી જ્ઞાન પ્રત્યક્ષ છે' આટલું જ પ્રત્યક્ષલક્ષણ છે. ‘જેનાથી (યતાઃ)' શબ્દનો અધ્યાહાર સમજવાનો છે. વળી, ‘જે’ ‘તે’
For Private & Personal Use Only
-
-
આ બે શબ્દનો નિત્ય સંબંધ છે. [અર્થાત્ ‘જે’ શબ્દ કે તેનાં રૂપોનો પ્રયોગ થયો હોય ત્યાં ‘તે’ શબ્દ કે તેનાં રૂપોનો પ્રયોગ પણ થાય છે. ઉદાહરણાર્થ, જે ફરે તે ચરે’, ‘વસ્તુ જેનાથી ઉત્પન્ન થાય તે (વસ્તુનું) કારણ કહેવાય', ઇત્યાદિ.] આ નિયમ અનુસાર પ્રત્યક્ષના આ લક્ષણનો અર્થ થશે - નિર્દિષ્ટ વિશેષણોવાળું જ્ઞાન જેનાથી ઉત્પન્ન થાય છે તે તે જ્ઞાનનું સાધન (કરણ), ભલે તે સાધન જ્ઞાનરૂપ હોય કે અજ્ઞાનરૂપ હોય, પ્રત્યક્ષ પ્રમાણ છે. તે પ્રમાણના ફલભૂત જ્ઞાન બે પ્રકા૨નું છે અવિકલ્પ (અવ્યપદેશ્ય) અને સવિકલ્પ (વ્યવસાયાત્મક). તે બન્નેનું પણ પ્રમાણપણું જણાવવા સૂત્રનો બાકીનો ભાગ ‘અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક' એ વિભાગવચન છે. [પૂર્વાચાર્યોએ આખા સૂત્રને લક્ષણવચન ગણ્યું છે. પરંતુ ત્રિલોચન, વાચસ્પતિ આ પ્રાચીન પરંપરાને તોડી આખા સૂત્રને લક્ષણસૂત્ર ગણતા નથી. તેમણે સૂત્રના બે ટુકડા કર્યા. પહેલો ટુકડો લક્ષણવચન છે અને બાકીનો બીજો ટુકડો વિભાગવચન છે. જેઓ આખા સૂત્રને લક્ષણવચન ગણે છે તે પૂર્વાચાર્યો ‘અવ્યપદેશ્ય’ પદનો અર્થ આ પ્રમાણે કરે છે - જે વ્યપદેશથી(શબ્દથી) જન્ય નથી કે જે વ્યપદેશનો (શબ્દનો) વિષય નથી
-
www.jainelibrary.org