Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩૧
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
103. સ્મૃતિ અતીતના અનુસંધાનરૂપ સ્વભાવવાળી હોય છે. સ્મૃતિનો જે હેતુ અર્થાત્ પરિણામકારણ (= ઉપાદાનકારણ) છે તે સંસ્કાર છે. આ સંસ્કાર ધારણા છે. ધારણા સંખ્યાત યા અસંખ્યાત કાળ સુધી ટકી રહે છે. અવગ્રહ, ઈહા અને અવાય આ ત્રણ જ્ઞાનો અન્તર્મુહૂર્ત સુધી જ ટકે છે.
104. संस्कारस्य च प्रत्यक्षभेदरूपत्वात् ज्ञानत्वमुन्नेयम्, न पुनर्यथाहुः परे - "ज्ञानादतिरिक्तो भावनाख्योऽयं संस्कारः" इति ॥ अस्य ह्यज्ञानरूपत्वे ज्ञानरूपस्मृतिजनकत्वं न स्यात्, नहि सत्ता सत्तान्तरमनुविशति । अज्ञानरूपत्वे चास्यात्मधर्मत्वं न स्यात्, चेतनधर्मस्याचेतनत्वाभावात् ।
104. સંસ્કાર પ્રત્યક્ષજ્ઞાનનો ભેદ છે. તેથી સંસ્કાર જ્ઞાનસ્વભાવ જ છે. વૈશેષિકો કહે છે, “ભાવના નામનો સંસ્કાર જ્ઞાનથી ભિન્ન છે (અજ્ઞાનરૂપ છે)”. તેમનું આ કથન બરાબર નથી. સંસ્કાર જો અજ્ઞાનસ્વભાવ હોય તો તે જ્ઞાનસ્વભાવ સ્મૃતિને ઉત્પન્ન ન કરી શકે, સ્મૃતિનું ઉપાદાનકારણ ન બની શકે. સમાનજાતિની વસ્તુ જ સમાનજાતિની વસ્તુને ઉત્પન્ન કરે છે, તેનું ઉપાદાનકારણ બને છે. એક જાતિની વસ્તુ અન્ય (અસમાન) જાતિની વસ્તુને ઉત્પન્ન કરતી નથી, તેનું ઉપાદાનકારણ બનતી નથી. વળી, સંસ્કારને અજ્ઞાનસ્વભાવ માનવામાં આવે તો તે જ્ઞાનસ્વભાવ આત્માનો ધર્મ ન ઘટી શકે, કારણ કે ચેતનનો ધર્મ અચેતનપણું (અજ્ઞાનપણું) હોય નહિ.
105. નસ્ત્રવિદ્યુતિમપિ ધારળામન્વશિષનું વૃદ્ધા:, યુદ્ધીષ્કાર:" अविच्चुई धारणा होइ " [ विशेषा. गा. १८०] तत्कथं स्मृतिहेतोरेव धारणात्वमसूत्रयः ? सत्यम्, अस्त्यविच्युतिर्नाम धारणा, किन्तु साऽवाय एवान्तर्भूतेति न पृथगुक्ता । अवाय एव हि दीर्घदीर्घोऽविच्युतिर्धारणेत्युच्यत इति । स्मृतिहेतुत्वाद्वाऽविच्युतिर्धारणयैव सङ्गृहीता । न ह्यवायमात्रादविच्युतिरहितात् स्मृतिर्भवति, गच्छत्तृणस्पर्शप्रायाणमवायानां परिशीलनविकलानां स्मृतिजनकत्वादर्शनात् । तस्मात् स्मृतिहेतू अविच्युतिसंस्कारावनेन सङ्ग्रहीतावित्यदोषः । यद्यपि स्मृतिरपि धारणाभेदत्वेन सिद्धान्तेऽभिहिता तथापि परोक्षप्रमाणभेदत्वादिह नोक्तेति सर्वमवदातम् ।
―
105. શંકા — પ્રાચીન આચાર્યોએ [અવાયની] અવિચ્યુતિને પણ ધારણા માની છે. અર્થાત્ અવાયના સતત લાંબા સમય સુધી ચાલુ રહેવાને પણ ધારણા માની છે, જેમ કે જિનભદ્રગણિ કહે છે, “[અવાયની] અવિચ્યુતિ ધારણા છે'' [વિશેષાવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org