Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૧૧ થતું નથી. જો લિંગનું જ્ઞાન પણ બીજા અનુમાનથી થાય છે એમ માનવામાં આવે તો અનવસ્થાદોષની આપત્તિ આવે. અર્થાત લિંગનું જ્ઞાન ઉત્પન્ન કરનારું તે અનુમાન પણ લિંગને જાણ્યા પછી જ થશે અને તે લિંગને જાણવા માટે વળી અન્ય અનુમાન માનવું પડશે અને આમ તો ક્યાંય અત્ત જ નહિ આવે, આ છે અનવસ્થાદોષ.
સમાધાન – ના, એવું નથી. ભાવેન્દ્રિયો સ્વસંવેદી છે અર્થાત્ પોતે જ પોતાને જાણે છે, તેથી અનવસ્થાદોષને અહીં કોઈ અવકાશ જ નથી. અથવા ઈન્દ્રનાં એટલે કે આત્માનાં જે ગમક (જ્ઞાપક) લિંગો (સાધનો) છે તે ઇન્દ્રિયો છે. [અગાઉ આપણે આત્માનું લિંગ (સાધન)' નો અર્થ આવો કર્યો હતો - પદાર્થોને જાણવા માટે આત્મા જેનો સાધન તરીકે ઉપયોગ કરે છે તે ઇન્દ્રિય. હવે આપણે બીજો અર્થ “આત્માનું લિંગનો કરીએ છીએ. તે અર્થ છે–આત્માને અનુમાન વડે જાણવા કે સિદ્ધ કરવા માટે આત્માનું જ્ઞાપક કે ગમ, લિંગ (સાધન) તે ઇન્દ્રિય.] જેટલાં પણ વાંસલા આદિ કરણો (સાધનો) છે તે બધાં કર્તા દ્વારા અધિષ્ઠિત થઈને જ ક્રિયા કરે છે. તેનાં અનેક ઉદાહરણો દેખ્યાં છે. ઇન્દ્રિયો પણ કરણો છે એટલે તેઓ પણ કર્તાથી અધિષ્ઠિત હોવી જોઈએ અને તે કર્તા જ આત્મા છે. આમ ઈન્દ્રિયો દ્વારા આત્માનું અનુમાન થાય છે.
77. तानि च द्रव्यभावरूपेण भिद्यन्ते । तत्र द्रव्येन्द्रियाणि नामकर्मोदयनिमित्तानि, भावेन्द्रियाणि पुनस्तदावरणवीर्यान्तरायक्षयोपशमनिमित्तानि । सैषा पञ्चसूत्री स्पर्शग्रहणलक्षणं स्पर्शनेन्द्रियं, रसग्रहणलक्षणं रसनेन्द्रियमित्यादि । सकलसंसारिषु भावाच्छरीरव्यापकत्वाच्च स्पर्शनस्य पूर्व निर्देशः, ततः क्रमेणाल्पाल्पजीवविषयत्वाद्रसनघ्राणचक्षुःश्रोत्राणाम् ।
77. ઇન્દ્રિયો બે પ્રકારની છે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય દ્રવ્યન્દ્રિયો નામકર્મના ઉદયરૂપ નિમિત્તકારણથી બને છે. ભાવેન્દ્રિયો ભાવેન્દ્રિયાવરણ અને વીર્યાન્તરાય કર્મોના ક્ષયોપશમરૂપ નિમિત્તકારણથી બને છે. સ્પર્શને જાણવારૂપ લક્ષણવાળી સ્પર્શનેન્દ્રિય છે, રસને જાણવારૂપ લક્ષણવાળી રસનેન્દ્રિય છે, ઈત્યાદિ પાંચ લક્ષણસૂત્રો પાંચ ઈન્દ્રિયોનાં લક્ષણો દર્શાવતાં બને છે. સૌ પ્રથમ સ્પર્શનેન્દ્રિયને ગણાવવામાં આવી છે, કારણ કે બધા જ સંસારી જીવોને તે હોય છે અને દરેક જીવના આખા શરીરને તે વ્યાપેલી હોય છે. તે પછી ક્રમથી અલ્પ અલ્પ સંખ્યાના જીવોને હોવાથી રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રને ગણાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ રસનેન્દ્રિય ઓછા જીવોને હોય છે, રસનાની અપેક્ષાએ ધ્રાણ તેનાથીય ઓછા જીવોને હોય છે, પ્રાણની અપેક્ષાએ ચહ્યું તો તેનાથીય ઓછા જીવોને હોય છે, અને ચક્ષુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org