Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૧૩
છે, જ્ઞાનનો અપકર્ષ નથી. પરિમાણનો પરમ પ્રકર્ષ આકાશમાં છે પછી અનુક્રમે લોકાકાશ, મધ્યલોક, જંબૂદ્વીપ આદિમાં ઓછું થતું થતું પરમાણુમાં સૌથી ઓછું છે. તેવી જ રીતે જ્ઞાનનો પરમ પ્રકર્ષ સર્વજ્ઞમાં છે, પછી અનેક જીવવર્ગોમાં જ્ઞાન ઓછું થતું થતું જે જીવવર્ગમાં સૌથી ઓછું છે તે એકેન્દ્રિય જીવોનો વર્ગ છે, તેને સ્થાવર જીવોનો વર્ગ કહેવામાં આવે છે. પૃથ્વી વગેરેમાં જીવત્વ છે એને હવે પછી સિદ્ધ કરીશું. સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બે ઇન્દ્રિયો કૃમિ, અપાદિકા, નૂપુરક, ગંડૂપદ, શંખ, શુક્તિકા, શમ્બકા, જલૂકા વગેરે ત્રસ જીવોને હોય છે. સ્પર્શન, રસના અને ઘ્રાણ આ ત્રણ ઇન્દ્રિયો પિપીલકા, રોહણિકા, ઉપચિકા, કુંથુ, તુબરક, ત્રપુરા, બીજ, કર્પાસાસ્થિકા, શતપદી, અયેનક, તૃણપત્ર, કાષ્ઠહા૨ક (ઉધઈ) વગેરે ત્રસ જીવોને હોય છે. સ્પર્શન, રસના, પ્રાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો ભ્રમર, વટર, સારંગ, મક્ષિકા, પુત્તિકા, દંશ, મશક, વીંછી, નન્દાવર્ત (કરોળિયો), કીટ, પતંગ વગેરે ત્રસ જીવોને હોય છે. શ્રોત્ર સહિત પાંચે ઇન્દ્રિયો મત્સ્ય, ઉરગ, ભુજગ, પક્ષી, ચતુષ્પદ વગેરે તિર્યંચોને અને બધા નારકો, મનુષ્યો તથા દેવોને હોય છે.
79. ननु वचनादानविहरणोत्सर्गानन्दहेतवो वाक्पाणिपादपायूपस्थलक्षणान्यपीन्द्रियाणीति साङ्ख्यास्तत्कथं पञ्चैवेन्द्रियाणि ?; न; ज्ञानविशेषहेतूनामेवेहेन्द्रियत्वेनाधिकृतत्वात्, चेष्टाविशेषनिमित्तत्वेनेन्द्रियत्वकल्पनायामिन्द्रियानन्त्यप्रसङ्गः, चेष्टाविशेषाणामनन्तत्वात्, तस्माद् व्यक्तिनिर्देशात् पञ्चैवेन्द्रियाणि ।
79. zist
વચન,આદાન, વિહરણ, મલોત્સર્ગ અને આનન્દના કારણભૂત વાક્, પાણિ, પાદ, પાયુ(ગુદા) અને ઉપસ્થ(જનનેદ્રિય) નામની પણ (બીજી પાંચ) ઇન્દ્રિયો છે એમ સાંખ્યો માને છે. તો પછી ઇન્દ્રિયો પાંચ જ છે એમ કેમ કહ્યું ?
――――――
સમાધાન — એવું નથી. વિશિષ્ટ જ્ઞાનોનાં નિમિત્તકારણોને જ પ્રસ્તુત સંદર્ભમાં ઇન્દ્રિયો કહી છે. ચેષ્ટાવિશેષના નિમિત્તકા૨ણને ઇન્દ્રિય માનતાં અનન્ત ઇન્દ્રિયો માનવાની આપત્તિ આવે કારણ કે વિશિષ્ટ ચેષ્ટાઓ અનન્ત છે. તેથી વ્યક્તિવિશેષરૂપ ઇન્દ્રિયોનો નિર્દેશ હોવાથી પાંચ જ ઇન્દ્રિયો છે એ સ્થિર થાય છે.
80. તેમાં ૪ પરસ્પર સ્થાય્મેલો દ્રવ્યાર્થીનેશાત, સ્યાદ્રેઃ પર્યાયા/વેશાત્, अभेदैकान्ते हि स्पर्शनेन स्पर्शस्येव रसादेरपि ग्रहणप्रसङ्गः । तथा चेन्द्रियान्तरकल्पना वैयर्थ्यम्, कस्यचित् साकल्ये वैकल्ये वान्येषां साकल्यवैकल्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org