Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૧૯ એમાં કોઈ વિરોધ નથી. જે સ્વભાવથી ઉપયોગનું ઇન્દ્રિયપણું છે તે જ સ્વભાવથી તેનું ફળપણું માન્યું નથી જેથી વિરોધ થાય. ઉપયોગ સાધકતમસ્વભાવ હોવાના કારણે તેનું ઈન્દ્રિયપણું છે અને જ્ઞાનક્રિયારૂપ સ્વભાવવાળો હોવાના કારણે તેનું ફળપણું પણ છે. દીપક પોતાના પ્રકાશસ્વભાવથી પ્રકાશે છે' એ ઉદાહરણમાં દીપકનો સાધકતમ પ્રકાશસ્વભાવ કરણ છે અને પ્રકાશવારૂપ ક્રિયા સ્વભાવ ફળ છે, ઉપરાંત દીપક સ્વતંત્ર હોવાથી ર્તા પણ છે, આ બધું અનેકાન્તવાદમાં દુર્લભ નથી. એટલે આ ચર્ચાને આટલેથી સમાપ્ત કરીએ છીએ.(૨૩) 88. “મનોનિમિત્તઃ' રૂત્યુમિતિ નો નક્ષતિ–
सर्वार्थग्रहणं मनः ॥२४॥ 88. સાંવ્યવહારિક પ્રત્યક્ષની ઉત્પત્તિમાં મન પણ નિમિત્ત કારણ છે એમ આચાર્ય કહ્યું છે. એટલે આચાર્ય હવે મનનું લક્ષણ કહે છે–
મન સર્વ અર્થોને (વસ્તુઓને) ગ્રહણ કરે છે. (૨૪) 89. सर्वे न तु स्पर्शनादीनां स्पर्शादिवत् प्रतिनियता एवार्था गृह्यन्तेऽनेनेति 'सर्वार्थग्रहणं मनः' 'अनिन्द्रियम्' इति 'नोइन्द्रियम्' इति चोच्यते । सर्वार्थं मन इत्युच्यमाने आत्मन्यपि प्रसङ्ग इति करणत्वप्रतिपादनार्थं 'ग्रहणम्' इत्युक्तम्। आत्मा तु कर्तेति नातिव्याप्तिः, सर्वार्थग्रहणं च मनसः प्रसिद्धमेव। યત્ વીવમુર: "શ્રત નિક્રિયસ્થ' [તત્ત્વા. ૨.૨૨] કૃતનિતિ હિ विषयिणा विषयस्य निर्देशः । उपलक्षणं च श्रुतं मतेः तेन मतिश्रुतयोर्यो विषयः स मनसो विषय इत्यर्थः । “मतिश्रुतयोर्निबन्धो द्रव्येष्वसर्वपर्यायेषु" [तत्त्वा. १.२७] इति वाचकवचनान्मतिश्रुतज्ञानयोः सर्वविषयत्वमिति मनसोऽपि सर्वविषयत्वं सिद्धम् ।
89.જેમ સ્પર્શનેન્દ્રિય કેવળ સ્પર્શને ગ્રહણ કરે છે, રસનેન્દ્રિય કેવળ રસને ગ્રહણ કરે છે, ઇત્યાદિ તેમ નિયત અર્થનું જ જેના દ્વારા ગહણ થતું નથી પરંતુ સર્વ અર્થોનું પ્રહણ થાય છે તે મન છે. મનને અનિષ્ક્રિય કે નોઇન્દ્રિય પણ કહેવામાં આવે છે. સર્વાર્થનું મન:' ના બદલે ‘સર્વાર્થ મનઃ' એવું સૂત્રમાં કહ્યું હોત તો લક્ષણ આત્માને પણ લાગુ પડી જાત. તે દોષને ટાળવા માટે સૂત્રમાં “પ્રહણ” પદ મૂક્યું છે, તેનાથી પ્રતિપાદન થયું છે કે મન કરણ છે. મનમાં કરણપણાનું પ્રતિપાદન કરવા માટે સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org