Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૨૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
અન્ય ક્ષણ ઘટના આદ્ય ક્ષણનો જનક છે, અથવા જલચન્દ્ર નભચન્દ્રનો ગ્રાહક બની જવાની આપત્તિ આવશે કારણ કે જલચન્દ્રમાં નભચન્દ્રની ચન્દ્રાકારતા (તદાકારતા) છે. જો તદુત્પત્તિ અને તદાકારતા બન્ને સાથે મળીને અર્થજ્ઞાનનું કારણ છે એમ સ્વીકારવામાં આવે તો ઘટોત્તરક્ષણ ઘટપૂર્વક્ષણનો ગ્રાહક બની જવાની આપત્તિ આવશે કારણ કે ઘટોત્તરક્ષણ ઘટપૂર્વક્ષણથી ઉત્પન્ન થાય છે (તદુત્પત્તિ) અને સાથે સાથે તેનામાં ઘટપૂર્વક્ષણનો ઘટાકાર પણ છે (તદાકારતા). જો કહેવામાં આવે કે જ્ઞાનગત તદ્ઉત્પન્નતા (તદુત્પત્તિ) અને તદાકારતા જ અર્થગ્રહણનું કારણ છે એમ કહેવામાં આવે તો સમાનજાતીય ક્ષણિક જ્ઞાનોના પ્રવાહમાં (દાખલા તરીકે ક્ષણિક ઘટજ્ઞાનોના પ્રવાહમાં) કોઈપણ જ્ઞાનક્ષણ તેની અનન્તર પૂર્વવર્તી જ્ઞાનક્ષણથી જન્ય છે અને સાથે સાથે તે અનન્તર પૂર્વવર્તી જ્ઞાનક્ષણગત આકાર પણ ધરાવે છે, એટલે તે પોતાના અનન્તર પૂર્વવર્તી જ્ઞાનક્ષણનો ગ્રાહક બની જવાની આપત્તિ આવશે. તેથી યોગ્યતા સિવાય બીજું કોઈ કારણ અમને અર્થગ્રહણનું જણાતું નથી. (૨૫)
96. ‘અવપ્રદેહાવાયધારાત્મા' રૂત્યુત્તમિત્યવપ્રદાવી ક્ષયતિ—
अक्षार्थयोगे दर्शनानन्तरमर्थग्रहणमवग्रहः ॥ २६ ॥
96. આચાર્યે સાંવ્યવહારિક પ્રત્યક્ષના લક્ષણમાં તેને ‘અવગ્રહેહાવાયધારણાત્મા' કહ્યું છે, એટલે હવે આચાર્ય ક્રમશઃ અવગ્રહ વગેરેનાં લક્ષણો કહે છે—
ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થતાં દર્શન પછી થનારું અર્થનું ગ્રહણ અવગ્રહ કહેવાય છે. (૨૬)
97. ‘અક્ષમ્’ ન્દ્રિયં દ્રવ્યમાવરૂપમ્, ‘અર્થ:' દ્રવ્યપર્યાયાત્મા તયો: 'योगः' सम्बन्धोऽनतिदूरासन्नव्यवहितदेशाद्यवस्थानलक्षणा योग्यता । नियता हि सा विषयविषयिणोः, यदाह,
‘“પુત્તું મુળેક્ સદ્ સ્વત્રં મુળ પાસદ્ અપુ તુ ।।'' [આવ. નિ. ૬] इत्यादि । तस्मिन्नक्षार्थयोगे सति 'दर्शनम्' अनुल्लिखितविशेषस्य वस्तुनः प्रतिपत्तिः । तदनन्तरमिति क्रमप्रतिपादनार्थमेतत् । एतेन दर्शनस्यावग्रहं प्रति परिणामितोक्ता, नह्यसत एव सर्वथा कस्यचिदुत्पादः, सतो वा सर्वथा विनाश इति दर्शनमेवोत्तरं परिणामं प्रतिपद्यते । 'अर्थस्य' द्रव्यपर्यायात्मनोऽर्थक्रियाक्षमस्य 'ग्रहणम्', 'सम्यगर्थनिर्णयः' इति सामान्यलक्षणा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org