Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
नुवृत्तेर्निर्णयो न पुनरविकल्पकं दर्शनमात्रम् 'अवग्रहः ' |
97. અક્ષ એટલે ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય બન્ને. અર્થ એટલે દ્રવ્યપર્યાયાત્મા વસ્તુ. તે બેનો યોગ એટલે સંબંધ. આ સંબંધથી સમજવાની છે ઇન્દ્રિયથી ન તો અતિ દૂર હોય, ન તો અતિ સમીપ હોય કે ન તો વ્યવહિત હોય એવા ઉચિત દેશ આદિમાં અર્થના અવસ્થાનરૂપ લક્ષા ળી યોગ્યતા. ઇન્દ્રિય અને તેના વિષય વચ્ચેની યોગ્યતા નિયત છે. [અર્થાત્ બધી ઇન્દ્રિા અને તે ઇન્દ્રિયોના પોતપોતાના વિષય વચ્ચેની યોગ્યતા એકસરખી નથી પરંતુ જુદી જુદી નિયત થયેલી છે.] અને કહ્યું પણ છે, “શ્રવણેન્દ્રિય પોતાના સંયોગમાં આવેલા (અર્થાત્ પોતાને સૃષ્ટ) શબ્દને સાંભળે છે જ્યારે ચક્ષુરિન્દ્રિય પોતાના સંયોગમાં ન આવેલા (અર્થાત્ પોતાને અસ્પૃષ્ટ) રૂપને દેખે છે.” [આવશ્યકનિર્યુક્તિ, ૫.] ઇન્દ્રિય સાથે અર્થનો યોગ્યતારૂપ સંબંધ થતાં વિશેષ ધર્મના ઉલ્લેખ વિનાનો અર્થનો સામાન્ય બોધ થાય છે, તે દર્શન છે. ‘દર્શનાનન્તરં’ એમ કહી
૧. જૈન ચિંતકોમાં દર્શન અને જ્ઞાનના ભેદની બાબતમાં મતભેદ છે. આગમોમાં સાકાર ઉપયોગને જ્ઞાન અને નિરાકાર ઉપયોગને દર્શન કહ્યું છે. આનો અર્થ એ કે જે બોધ સાકાર હોય તે જ્ઞાન અને જે બોધ નિરાકાર હોય તે દર્શન. અહીં સાકાર અને નિરાકારનો શો અર્થ કરવો એ પ્રશ્ન ખડો થાય છે. (૧) આકારનો અર્થ વિષયાકાર એવો થઈ શકે. જે બોધ વિષયાકાર હોય તે જ્ઞાન અને જે બોધ વિષયાકારરહિત હોય તે દર્શન. આ વિકલ્પનો વિચાર જૈન ગ્રન્થોમાં નથી. ઊલટું, ઉત્તરકાલીન જૈન ગ્રંથો તો જ્ઞાનની વિષયાકારતાનું ખંડન કરે છે.(૨) આકારનો બીજો અર્થ વિકલ્પ કરવામાં આવે છે. વિકલ્પ નિશ્ચયાત્મક હોય છે અને તેથી સવિચાર હોય છે. એટલે, જે બોધ સાકાર અર્થાત્ સવિકલ્પ હોય તે જ્ઞાન અને જે બોધ નિર્વિકલ્પ હોય તે દર્શન. અહીં ધ્યાનમાં રાખવું જોઈએ કે સવિકલ્પતા અને નિર્વિકલ્પતાની બે કોટિ છે. એક કોટિ છે ઐન્દ્રિયક બોધને લગતી અને બીજી કોટિ છે ધ્યાનને લગતી, આપણે જાણીએ છીએ કે કેટલાંક ધ્યાનો નિર્વિકલ્પ છે અને કેટલાંક ધ્યાનો સવિકલ્પ છે. અર્થાત્ કેટલાંક ધ્યાનો નિર્વિતર્ક નિર્વિચાર છે અને કેટલાંક સવિચાર છે. કેટલાંક દર્શનોમાં નિર્વિકલ્પ સમાધિ અને સવિક્લ્પ સમાધિની વાત આવે છે. ઐન્દ્રિયક બોધને લગતી કોટિમાં નિર્વિકલ્પ બોધ(દર્શન) પ્રથમ થાય છે અને સવિકલ્પ બોધ (જ્ઞાન) પછી થાય છે. પરંતુ ધ્યાનને લગતી કોટિમાં સવિકલ્પ બોધ (જ્ઞાન) પહેલાં થાય છે અને નિર્વિકલ્પ બોધ (દર્શન) પછી થાય છે. આમ આવિક્લ્પ સ્વીકારતાં સામાન્ય જનોમાં દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિના ક્રમથી ઊલટો ક્રમ કેવલીની બાબતમાંજેસ્વીકારવામાં આવ્યો છે તેનો ખુલાસો સારી રીતે થઈ જાય છે. (૩) મોટા ભાગના જૈન ચિંતકો કહે છે કે જે બોધ સામાન્યગ્રાહી છે તે નિરાકાર અને જે બોધ વિશેષગ્રાહી છે તે સાકાર. આમ દર્શન એટલે સામાન્યગ્રાહી બોધ અને જ્ઞાન એટલે વિશેષગ્રાહી બોધ. આના કારણે પહેલાં દર્શન થાય અને પછી જ્ઞાન થાય, કારણ કે જેણે સામાન્યનું ગ્રહણ ન કર્યું હોય તે વિશેષને ગ્રહણ કરવા પ્રવૃત્ત થતો નથી. પરંતુ કેટલાક જૈન ચિંતકોને આ પક્ષ સ્વીકાર્ય
Jain Education International
૧૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org