Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૮૫
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
‘આ
અભાવરૂપ વિષય અવસ્તુ છે અને જે અવસ્તુગ્રાહી જ્ઞાન હોય તે પ્રમાણ ન જ હોય. પ્રમાણ ભાવાભાવાત્મક વસ્તુને જાણે છે એ વાતને સમજીએ.] દાખલા તરીકે, ભૂતળ જ છે, ઘટ આદિ નથી’ આ રીતે વિધિ અને નિષેધ દ્વારા જ પ્રત્યક્ષ વસ્તુને ગ્રહણ કરે છે, અર્થાત્ વિધિરૂપ (ભાવરૂપ) અને નિષેધરૂપ (અભાવરૂપ) ઉભયરૂપ વસ્તુને જ પ્રત્યક્ષ પ્રમાણ ગ્રહણ કરે છે. આમાંથી વધારામાં એ ફલિત થયું કે કેવળ એકાન્તપણે અભાવરૂપ એવો પ્રમાણનો વિષય છે જ નહિ. તો પછી અભાવપ્રમાણ નામનું પ્રમાણ જે ભાટ્ટ મીમાંસકો સ્વીકારે છે તેનો વિષય શું બનશે ? કોઈ પણ તેનો વિષય નહિ બને. તે નિર્વિષય ઠરશે. પ્રત્યક્ષની જેમ પરોક્ષ પ્રમાણો પણ ભાવાભાવાત્મક વસ્તુને જ ગ્રહણ કરે છે. જો તે પ્રમાણો ભાવાભાવાત્મક ઉભયરૂપ વસ્તુને ગ્રહણ ન કરે તો તેઓ પોતપોતાના ભિન્ન ભિન્ન અસંકીર્ણ વિષયોને ગ્રહણ કરે છે એ વાત ઘટી ન શકે. ન ખુદ કુમારિલ ભટ્ટ કહે છે, “કોઈપણ ભાવ વિશે અર્થાત્ વસ્તુ વિશે ‘આ જ છે’ અર્થાત્ ‘ઘટ જ છે’ એવો નિશ્ચય અન્ય વસ્તુઓના અર્થાત્ ઘટેતર વસ્તુઓના અભાવને જાણ્યા વિના નથી થઈ શકતો’’ [શ્લોકવાર્તિક, અભાવ, શ્લોક ૧૪]. [તાત્પર્ય એ કે કોઈ પણ પ્રમાણ કોઈ પણ વસ્તુને જ્યારે જાણે છે ત્યારે તેના ભાવ અને અભાવ ઉભયરૂપને (ઘટભાવરૂપ અને ઘટેતરાભાવરૂપ ઉભયરૂપને) જાણે છે. બન્ને રૂપોને જાણ્યા વિના વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી, વસ્તુના સ્વરૂપનો નિશ્ચય થતો નથી.]
40. અથ ભવતુ ભાવામાવરૂપતા વસ્તુન:, હ્રિ નશ્ચિછન્નમ્ ? વયપિ हि तथैव प्रत्यपीपदाम । केवलं भावांश इन्द्रियसन्निकृष्टत्वात् प्रत्यक्षप्रमाणगोचरः अभावांशस्तु न तथेत्यभावप्रमाणगोचर इति कथमविषयत्वं स्यात् ? तदुक्तम्—
44
न तावदिन्द्रियेणैषा नास्तीत्युत्पाद्यते मतिः । भावांशेनैव संयोगो योग्यत्वादिन्द्रियस्य हि ॥ १ ॥ गृहीत्वा वस्तुसद्भावं स्मृत्वा च प्रतियोगिनम् । मानसं नास्तिताज्ञानं जायतेऽक्षानपेक्षया ॥ २ ॥"
રૂતિ ।
[તોળવા. અમાવ. રત્નો. ૧૮, ૨૭]
40. શંકા - વસ્તુને ભાવ-અભાવ ઉભયરૂપ માનવાથી પણ અમારા મતને (ભાટ્ટ મીમાંસકોના મતને) કોઈ હાનિ થતી નથી. ઊલટું, અમે ભાટ્ટો પણ એ જ કહીએ છીએ. પરંતુ અમારું કહેવું એ છે કે વસ્તુનો કેવળ ભાવાંશ જ ઇન્દ્રિયસન્નિકૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org