Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४४
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા इति । अपौरुषेयस्तु तत्साधको नास्त्येव । योऽपि
"अपाणिपादो ह्यमनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । स वेत्ति विश्वं न हि तस्य वेत्ता तमाहुरग्यं पुरुषं महान्तम् ॥"
[શ્વેતાશ્વ. રૂ.૨૧.] इत्यादिः कश्चिदर्थवादरूपोऽस्ति नासौ प्रमाणम् विधावेव प्रामाण्योपगमात् । प्रमाणान्तराणां चात्रानवसर एवेत्याशङ्कयाह
प्रज्ञातिशयविश्रान्त्यादिसिद्धेस्तत्सिद्धिः ॥१६॥ 54. શંકા – પ્રમેયની વ્યવસ્થા પ્રમાણને અધીન છે. અર્થાત્ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ પ્રમાણથી જ સિદ્ધ થાય છે. જે વસ્તુનું અસ્તિત્વ પ્રમાણથી સિદ્ધ ન થાય તે વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી. મુખ્ય પ્રત્યક્ષ કેવળજ્ઞાનની કે કેવળજ્ઞાનીની સિદ્ધિ કરનારું કોઈ પ્રમાણ નથી. કોઈ પણ પ્રમાણથી કેવળજ્ઞાનની કે કેવળજ્ઞાનીની સિદ્ધિ થતી નથી. ઇન્દ્રિયપ્રત્યક્ષ રૂપ આદિ મૂર્ત વિષયોમાં જ નિયતપણે ગ્રહણવ્યાપાર કરે છે, અર્થાત તે કેવળ મૂર્ત વસ્તુઓને જ ગ્રહણ કરે છે, જાણે છે પરંતુ અમૂર્ત વસ્તુઓને ગ્રહણ કરતું નથી, જાણતું નથી. અને કેવલજ્ઞાન તો અમૂર્ત વસ્તુ છે, અને તેથી અતીન્દ્રિય વસ્તુ છે. એટલે ઇન્દ્રિયપ્રત્યક્ષનો તે વિષય જ નથી, તેથી તે તેને ગ્રહણ કરી શકે જ નહિ, તેને સિદ્ધ કરી શકે નહિ. અનુમાન પણ કેવળજ્ઞાનને સિદ્ધ કરી શકે નહિ, કારણ કે અનુમાનમાં સાધનનો સાધ્ય સાથેનો સહચારસંબંધ ઇન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા પહેલાં ગૃહીત થવો જરૂરી છે. સાધનના સાધ્ય સાથેના ઇન્દ્રિયપ્રત્યક્ષ વડે ક્યાંક ગૃહીત થયેલા સહચારસંબંધના બળે જ પછી અનુમાનની ઉત્પત્તિ થાય છે, અનુમાન સાધ્યને જાણે છે. [ધૂમનો અગ્નિ સાથે સહચારસંબંધ રસોડામાં ઇન્દ્રિયપ્રત્યક્ષ વડે ગૃહીત થયો હોય છે. એટલે પછી જ્યારે આપણે ધૂમનું પ્રત્યક્ષ કરીએ છીએ ત્યારે પેલો ઇન્દ્રિયપ્રત્યક્ષગૃહીત સહચારસંબંધ યાદ આવે છે અને આપણે અનુમાન દ્વારા ઇન્દ્રિયાસન્નિકૃષ્ટ અગ્નિને જાણીએ છીએ.] કેવળજ્ઞાનની બાબતમાં આ બધું અસંભવ છે. એટલે કેવળજ્ઞાન અનુમાનનો વિષય નથી. તેથી અનુમાન વડે પણ કેવળજ્ઞાનની સિદ્ધિ થતી નથી. જે આગમ અતીન્દ્રિયજ્ઞાનપૂર્વક (અર્થાત કેવલજ્ઞાનપૂર્વક એટલે કે કેવલજ્ઞાનીપ્રણીત) છે તે કેવલજ્ઞાનને સિદ્ધ કરે છે એમ માનતાં તો અન્યોન્યાશ્રયદોષ આવે. અન્યોન્યાશ્રયદોષ આ પ્રમાણે આવે – “આગમપ્રમાણની (અર્થાતુ આગમના પ્રામાણ્યની) સિદ્ધિ વિના આગમપ્રમાણ વડે કેવળજ્ઞાનની સિદ્ધિ થાય નહિ અને કેવળજ્ઞાનની સિદ્ધિ વિના ૧. જૈન ચિંતકો કેવળજ્ઞાનનો અર્થ સર્વજ્ઞતા કરે છે અને કેવળજ્ઞાનીનો અર્થ સર્વજ્ઞ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org