Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ કેવળજ્ઞાનીપ્રણીત આગમની સિદ્ધિ થાય નહિ” [શ્લોકવાર્તિક સૂત્ર ૨ શ્લોક ૧૪૨]. [આગમપ્રમાણથી કેવળજ્ઞાનની સિદ્ધિ અને કેવળજ્ઞાનથી આગમપ્રમાણની (આગમના પ્રામાણ્યની) સિદ્ધિ આ છે અન્યોન્યાશ્રયદોષ.]
આગમ સર્વજ્ઞાણીત નથી પણ નિત્ય છે,] અપૌરુષેય છે અર્થાતુ કોઈ પણ પુરુષ તેનો કર્તા નથી. આમ માનવાથી આ યોન્યાશ્રયદોષ નહિ આવે. વેદરૂપ આગમ અપૌરુષેય છે અને તે સર્વશનો સ્વીકાર કરે છે,] જેમ કે તે પણ કહે છે– “જે હાથપગરહિત અને મનરહિત હોવા છતાં (બધાંને) ગ્રહે છે, વ્યાપે છે, જે નેત્રહીન હોવા છતાં (બધું) દેખે છે, જે કર્ણહીન હોવા છતાં બધું) સાંભળે છે, જે (સકલ) વિશ્વને જાણે છે પરંતુ જેને કોઈ જાણતું નથી તે અગ્રય (અર્થાતુ આદિમ યા સર્વોત્તમ) મહાન પુરુષ છે” [શ્વેતાશ્વતર ઉપનિષદ્ ૩.૧૯]. [આમ અપૌરુષેય વેદ દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ થાય છે.]
[પરંતુ અપૌરુષેય વેદને પ્રમાણ કેવી રીતે મનાય, કારણ કે તે તો સર્વજ્ઞપ્રણીત નથી ? અપૌરુષેય વેદ પ્રમાણ છે કારણ કે તેનો કર્તા કોઈ પુરુષ નથી. પુરુષમાં દોષ સંભવતા હોવાથી પુરુષકર્તક આગમમાં દોષની સંભાવના છે. વેદનો કર્તા પુરુષ છે જ નહિ, તે નિત્ય છે, તેથી તેમાં દોષનો અભાવ છે. અને આ કારણે જ તે પ્રમાણ છે.]
[મીમાંસકો વેદને અપૌરુષેય માને છે અને તેથી તેને પ્રમાણરૂપ પણ માને છે. પરંતુ તેઓ સર્વજ્ઞને સ્વીકારતા જ નથી. એટલે ઉપર આપેલું વેદવાક્ય સર્વજ્ઞને સ્વીકારે છે, સિદ્ધ કરે છે એ વાત તેઓ હરગિજ સ્વીકારતા નથી. તેઓ કહે છે – વેદના જે વિધિવાક્યો છે તે પુરુષને અમુક પ્રવૃત્તિ કરવા પ્રેરે છે જેમ કે “જ્યોતિછમન સ્વરૂપો યત (સ્વર્ગની ઇચ્છા રાખનારો જયોતિષ્ટોમથી યજે)', આવાં વાક્યો વિધિ છે. અને વિધિમાં જ વેદનું પ્રામાણ્ય છે. અર્થવાદોમાં વેદનું પ્રામાણ્ય નથી. અર્થવાદવાક્ય પ્રશંસા દિ નિન્દા કરતું વાક્ય છે. તેને તેના વાચ્યાર્થમાં સમજવાનું નથી. એટલે કહ્યું છે કે અર્થવાદવાક્યોમાં વેદનું પ્રામાણ્ય નથી.] અને ઉપર જે આગમ અર્થાત્ વેદ આપ્યો છે તે તો અર્થવાદરૂપ છે, તેથી તે પ્રમાણ નથી, વિધિમાં જ આગમનું (વેદનું) પ્રામાણ્ય સ્વીકારવામાં આવ્યું છે. [આમ છેવટે એ નિશ્ચિત થયું કે આગમ પણ સર્વજ્ઞને સિદ્ધ નથી કરતું..
પ્રત્યક્ષ, અનુમાન અને આગમ સિવાય બીજા કોઈ પ્રમાણ માટે સર્વજ્ઞ કે સર્વજ્ઞતાના વિષયમાં કોઈ અવકાશ નથી. આ શંકાના ઉત્તરમાં આચાર્ય કહે છે–
જ્ઞાનના તારતમ્યની વિશ્રાન્તિ, વગેરેની સિદ્ધિ દ્વારા કેવલજ્ઞાનની સિદ્ધિ થાય છે. (૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org