Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 60. રથ પ્રવર્તમાન પ્રત્યક્ષ તદ્દધર્વ વિખ્યુનિવર્તમાનમ્ તત; (દ્ધિ) यदि नियतदेशकालविषयत्वेन बाधकं तर्हि सम्प्रतिपद्यामहे। अथ सकलदेशकालविषयत्वेन; तर्हि न तत् सकलदेशकालपुरुषपरिषत्साक्षात्कारमन्तरेण सम्भवतीति सिद्धं नः समीहितम । न च जैमिनिरन्यो वा सकलदेशादिसाक्षात्कारी सम्भवति सत्त्वपुरुषत्वादेः रथ्यापुरुषवत् । अथ प्रज्ञायाः सातिशयत्वात्तत्प्रकर्षोऽप्यनुमीयते; तर्हि तत एव सकलार्थदर्शी किं नानुमीयते ? स्वपक्षे चानुपलम्भमप्रमाणयन् सर्वज्ञाभावे कुतः प्रमाणयेदવિશેષાત્ ? |
60, મીમાંસક પ્રવર્તમાન પ્રત્યક્ષ બાધક નથી પરંતુ નિવર્તમાન પ્રત્યક્ષ બાધક છે. કેવલજ્ઞાનને પ્રત્યક્ષ જાણતું નથી એટલે તેને કેવલજ્ઞાનનું બાધક માનીએ છીએ.
હેમચન્દ્રાચાર્ય–જો અમુક દેશ અને અમુક કાલમાં જ પ્રત્યક્ષ કેવલજ્ઞાનનું બાધક હોય તો તે તો અમને જૈનોને પણ માન્ય છે. [આ દેશ અને આ કાલમાં તો અમે પણ કેવલજ્ઞાનનો અભાવ માનીએ છીએ.] જો સર્વ દેશોમાં અને સર્વ કાલોમાં પ્રત્યક્ષ કેવલજ્ઞાનનો અભાવ સિદ્ધ કરે છે એમ તમે મીમાંસકો કહેવા માગતા હો તો સર્વદેશો, સર્વ કાલો અને તે સર્વદેશોના તથા સર્વકાલોના સર્વ પુરુષોને જાણ્યા વિના સર્વદેશોમાં, સર્વ કાલોમાં અને તે સર્વ દેશોના તથા સર્વ કાલોના સર્વ પુરુષોમાં કેવલજ્ઞાન નથી એ સિદ્ધ કરી શકે નહિ. અને જો તમે કહો કે સર્વદેશો, સર્વ કાલો અને તે સર્વ દેશોના તેમા જ સર્વ કાલોના સર્વ પુરુષોને જાણીને પ્રત્યક્ષ સર્વ દેશોમાં, સર્વ કાલોમાં અને તે સર્વ દેશોના તથા સર્વ કાલોના સર્વ પુરુષોમાં કેવલજ્ઞાનનો અભાવ સિદ્ધ કરે છે તો અમને ઇષ્ટ કેવળજ્ઞાન સિદ્ધ થઈ જ ગયું. પરંતુ જૈમિનિ (મીમાંસાસૂત્રકાર) કે અન્ય કોઈ પુરુષ સર્વ દેશ આદિને સાક્ષાત્ જાણનારું પ્રત્યક્ષજ્ઞાન ધરાવતો નથી કારણ કે તે પ્રાણી છે, પુરુષ છે, ઈત્યાદિ. જે પ્રાણી હોય કે પુરુષ હોય તે સર્વ દેશ આદિને સાક્ષાત જાણનારું પ્રત્યક્ષજ્ઞાન ધરાવતો નથી, જેમ કે રસ્તે જનારો માણસ. [ આ તો મીમાંસકોએ પોતે આપેલું અનુમાન છે.]. | મીમાંસક– જ્ઞાનમાં તરતમભાવ દેખાય છે. જ્ઞાનના તરતમભાવ ઉપરથી જ્ઞાનના પ્રકર્ષનું પણ અનુમાન થઈ શકે છે.
હેમચન્દ્રાચાર્ય- તો પછી સર્વજ્ઞનું અનુમાન તે જ્ઞાનના તરતમભાવ ઉપરથી કેમ ન થઈ શકે? થઈ જ શકે. વળી તમારા મીમાંસક મતમાં અનુપલંભને પ્રમાણ તરીકે સ્વીકારવામાં જ આવ્યો નથી તો પછી સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરવામાં તમે તેને પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org