Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૮૩ તો પ્રત્યક્ષપ્રમાણ સ્વીકારો છો કિન્તુ પરોક્ષપ્રમાણ સ્વીકારતા નથી. એટલે તમે ચાર્વાકો પ્રત્યક્ષપ્રમાણ પ્રતિ તમારા પ્રક્ષપાતના કારણે જ આવું કરો છો. બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિએ પણ કહ્યું છે – “પ્રમાણ અને અપ્રમાણ જ્ઞાન સાથેની સમાનતાના આધારે કાલાન્તરે થનારાં જ્ઞાનોની પ્રમાણતા અને અપ્રમાણતાની કરવામાં આવતી વ્યવસ્થાથી, બીજાની બુદ્ધિના (મનોવૃત્તિના યા ઇચ્છાના) કરાતા જ્ઞાનથી તથા પરલોક આદિ અતીન્દ્રિય અર્થોના કરાતા નિષેધથી પ્રત્યક્ષેતર (પરોક્ષ અનુમાન) પ્રમાણની સિદ્ધિ થઈ જાય છે. અર્થના અભાવમાં ન ઉત્પન્ન થવાના કારણે જ પ્રત્યક્ષને ચાર્વાકો પ્રમાણ માને છે પરંતુ અવિનાભાવી લિંગથી ઉત્પન્ન થનારા અનુમાનમાં પણ આ જ વાત છે. તેથી પ્રત્યક્ષની જેમ ચાવકે અનુમાનને પણ પ્રમાણ માનવું જોઈએ.”
_37. यथोक्तसङ्ख्यायोगेऽपि च परोक्षार्थविषयमनुमानमेव सौगतैरुपगम्यते; तदयुक्तम्; शब्दादीनामपि प्रमाणत्वात् तेषां चानुमानेऽन्तर्भावयितुमशक्यत्वात्। एकेन तु सर्वसङ्ग्राहिणा प्रमाणेन प्रमाणान्तरसङ्ग्रहे नायं दोषः। तत्र यथा इन्द्रियजमानसात्मसंवेदनयोगिज्ञानानां प्रत्यक्षेण सङ्ग्रहस्तथा स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमानां परोक्षेण सङ्ग्रहो लक्षणस्याविशेषात् । स्मृत्यादीनां च विशेषलक्षणानि स्वस्थान एव वक्ष्यन्ते । एवं परोक्षस्योपमानस्य प्रत्यभिज्ञाने, अर्थापत्तेरनुमानेऽन्तर्भावोऽभिधास्यते ॥११॥
37. બૌદ્ધો પ્રમાણની સંખ્યા તો અમે જે કહી છે તે બે જ માને છે, પરંતુ તેઓ પરોક્ષ અર્થને વિષય કરનારું એકલું અનુમાન પ્રમાણ જ માને છે. તેમની આ માન્યતા બરાબર નથી, કારણ કે શાબ્દ (આગમ) વગેરે પણ પ્રમાણ છે અને તેમનો સમાવેશ અનુમાનમાં કરી શકાતો નથી. (પ્રત્યક્ષ સિવાયના) બધાં પ્રમાણોનો પોતામાં સંગ્રહ કરનારું એક પરોક્ષ નામનું પ્રમાણ માનવામાં આ દોષ આવતો નથી. જેમ ઇન્દ્રિયજ જ્ઞાન, માનસ જ્ઞાન, સ્વસંવેદનજ્ઞાન અને યોગિજ્ઞાનનો પ્રત્યક્ષમાં સમાવેશ થાય છે તેમ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન અને આગમનો એક જ પરોક્ષમાં સમાવેશ થઈ જાય છે. સ્મૃતિ વગેરે બધાંમાં સમાનપણે પરોક્ષનું લક્ષણ ઘટે છે. સ્મૃતિ વગેરેનાં વિશેષ લક્ષણો તે તે સ્થાને કહેવામાં આવશે જ. તેવી જ રીતે પરોક્ષ ઉપમાનનો પ્રત્યભિજ્ઞાનમાં તથા પરોક્ષ અર્થાપત્તિનો અનુમાનમાં સમાવેશ થાય છે તે પણ પછી યથાસ્થાને દર્શાવવામાં આવશે. (૧૧) ___38. यत्तु प्रमाणमेव न भवति न तेनान्तर्भूतेन बहिर्भूतेन वा किञ्चित् प्रयोजनम्, यथा अभावः । कथमस्याप्रामाण्यम् ? निर्विषयत्वात् इति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org