Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૮૯
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ કહે છે–
અન્ય પ્રમાણની અપેક્ષા ન હોવી એ વિશદતા છે. અથવા ‘આ’ એવા આકારની પ્રતીતિ થવી એ વિશદતા છે. (૧૪) ____46. प्रस्तुतात् प्रमाणाद् यदन्यत् प्रमाणं शब्दलिङ्गादिज्ञानं तत् प्रमाणान्तरं तन्निरपेक्षता 'वैशद्यम्' । नहि शाब्दानुमानादिवत् प्रत्यक्षं स्वोत्पत्तौ शब्दलिङ्गादिज्ञानं प्रमाणान्तरमपेक्षते इत्येकं वैशद्यलक्षणम् । लक्षणान्तरमपि 'इदन्तया प्रतिभासो वा' इति, इदन्तया विशेषनिष्ठतया यः प्रतिभासः सम्यगर्थनिर्णयस्य सोऽपि 'वैशद्यम्' । 'वा'शब्दो लक्षणान्तरत्वसूचनार्थः ।।१४।।
46. પ્રસ્તુત પ્રત્યક્ષપ્રમાણથી અન્ય પ્રમાણ (અન્ય પ્રત્યક્ષપ્રમાણ કે પરોક્ષપ્રમાણ) અર્થાતુ પ્રમાણરૂપ શબ્દજ્ઞાન, પ્રમાણરૂપ લિંગજ્ઞાન, વગેરે પ્રમાણરૂપ જ્ઞાનોની અપેક્ષા ન હોવી તે વિશદતા છે. શાબ્દપ્રમાણ પોતાની ઉત્પત્તિમાં શબ્દના શ્રાવણપ્રત્યક્ષ પ્રમાણની અપેક્ષા રાખે છે. અનુમાનપ્રમાણ પોતાની ઉત્પત્તિમાં લિંગના પ્રત્યક્ષપ્રમાણની અપેક્ષા રાખે છે. પરંતુ પ્રત્યક્ષપ્રમાણ પોતાની ઉત્પત્તિમાં બીજા કોઈ પ્રત્યક્ષપ્રમાણની કે કોઈ પરોક્ષપ્રમાણની અપેક્ષા રાખતું જ નથી. આ પ્રમાણાન્તરનિરપેક્ષતા જ પ્રત્યક્ષપ્રમાણને પરોક્ષપ્રમાણથી જુદું પાડે છે અને તે જ વિશદતાનું એક લક્ષણ છે. વિશદતાનું બીજું લક્ષણ પણ છે અને તે છે ‘આ’ એવા આકારવાળી પ્રતીતિ. સમ્યગર્ભનિર્ણયનો ‘આ’ એવા આકારવાળો વિશેષનિષ્ઠ પ્રતિભાસ વિશદતા છે. સૂત્રગત “વા' (‘અથવા') પદ લક્ષણાન્તરને સૂચવવા માટે છે. (૧૪)
47. अथ मुख्यसांव्यवहारिकभेदेन द्वैविध्यं प्रत्यक्षस्य हृदि निधाय मुख्यस्य लक्षणमाहतत् सर्वथावरणविलये चेतनस्य स्वरूपाविर्भावो मुख्यं केवलम् ॥१५॥
47. પ્રત્યક્ષના બે પ્રકાર છે – મુખ્ય પ્રત્યક્ષ અને સાંવ્યવહારિક પ્રત્યક્ષ. તેને ધ્યાનમાં રાખી આચાર્ય પહેલાં મુખ્ય પ્રત્યક્ષનું લક્ષણ કહે છે—
આવરણોનો સર્વથા ક્ષય થતાં ચેતનના (આત્માના) સ્વરૂપનું જે પ્રાકટ્ય થાય છે તે કેવલજ્ઞાન નામનું મુખ્ય પ્રત્યક્ષ છે. (૧૫)
48. ‘ત' તિ પ્રત્યક્ષપરામર્થ, ૩થાનત્તમૈવ વૈશમનિસ્વિध्येत । दीर्घकालनिरन्तरसत्कारासेवितरत्नत्रयप्रकर्षपर्यन्ते एकत्ववितर्का
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org