Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૮૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા न तत् प्रत्यक्षम्, यथा परोक्षमिति व्यतिरेकी । धम्मिणो हेतुत्वेऽनन्वयदोष इति चेत्, न; विशेषे धर्मिणि धर्मिसामान्यस्य हेतुत्वात् । तस्य च विशेषनिष्ठत्वेन विशेषेष्वन्वयसम्भवात् । सपक्षे वृत्तिमन्तरेणापि च विपक्षव्यावृत्तिबलाद् गमकत्वमित्युक्तमेव ॥१३॥
44. સામાન્ય ધર્મ (લક્ષણ) સાથે વિશેષ ધર્મને વિશેષ લક્ષણને) જણાવીને વિશેષલક્ષણનું વિધાન કરવામાં આવે છે. આ ન્યાયને અનુસરી “સમ્યફ અર્થનિર્ણય એ પ્રમાણના સામાન્ય લક્ષણને પુનઃ જણાવીને પ્રસિદ્ધ પ્રત્યક્ષનું વિશેષલક્ષણ વિશદ' કહેવાયું છે. અર્થાત્ પ્રત્યક્ષના લક્ષણમાં પ્રમાણસામાન્યના લક્ષણનો અધ્યાહાર સમજી લેવો જોઈએ. આમ અહીં “પ્રત્યક્ષ ધર્મી અર્થાત પક્ષ છે, “વિશદ સમ્યગર્ભનિર્ણયાત્મક' એ સાધ્ય ધર્મ છે, અને પ્રત્યક્ષત્વના કારણે એ હેતુ છે. જે જ્ઞાન વિશદ સમ્યગર્થનિણયાત્મક નથી તે પ્રત્યક્ષપ્રમાણ નથી, જેમ કે પરોક્ષપ્રમાણ. આ કેવલવ્યતિરેકી અનુમાન છે.
શંકા–પક્ષને જ હેતુ બનાવવામાં તો અનન્વયદોષ આવે છે.
સમાધાન- આ દોષ લાગતો નથી, કારણ કે પક્ષ અને હેતુ તદ્દન એક નથી, પક્ષ છે પ્રત્યક્ષવિશેષ જયારે હેતુ છે પ્રત્યક્ષસામાન્ય (પ્રત્યક્ષ7). વિશેષધર્મીને સિદ્ધ કરવામાં ધર્મિસામાન્ય હેતુ છે જ. વળી, બધા વિશેષોમાં સામાન્યની વ્યાપ્તિ હોય છે જ. તેથી અહીં અન્વય ઘટે છે જ. એટલે અનન્વયનો દોષ આવતો નથી.
અહીં હેતુ સપક્ષમાં રહેતો નથી, તેમ છતાં વિપક્ષવ્યાવૃત્તિના (કોઈ પણ વિપક્ષમાં તેના ન રહેવાના) બલથી જ હેતુ સાધ્યનો ગમક બને છે એ વાત અમે પહેલાં કહી જ દીધી છે. (૧૩)
45. નથ મિદં વૈશાઁ નામ ? યદ્ર સ્વવિષયગ્રહણ; તત્ પરોક્ષેझूणम् । अथ स्फुटत्वम्; तदपि स्वसंविदितत्वात् सर्वविज्ञानानां सममित्याशङ्क्याह
प्रमाणान्तरानपेक्षेदन्तया प्रतिभासो वा वैशधम् ॥१४॥ 45. આ વિશદતા એ શું છે? તેનું સ્વરૂપ શું છે? જો પોતાના વિષયનું ગ્રહણ વિશદતા હોય તો તે તો પરોક્ષપ્રમાણમાં પણ હોય છે. જો ફુટતા એ વિશદતા હોય તો તે સર્વ જ્ઞાનોમાં – કેવળ પ્રત્યક્ષમાં જ નહિ કિંતુ બધાં જ જ્ઞાનોમાં – સમાનપણે રહેલી છે કારણ કે બધાં જ જ્ઞાનો સ્વસંવેદી છે. આ આશંકાનું સમાધાન કરતાં આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org