Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૮૧ નિશ્ચિતપણે સ્થાપના અને બીજાઓ સમક્ષ તે પ્રામાણ્ય કે અપ્રામાણ્યને બીજાને સંતોષ થાય એ રીતે પ્રદર્શિત કરનારું અનુમાનરૂપ એવું, પ્રત્યક્ષથી પૃથકુ પ્રમાણ ચાર્વાકે સ્વીકારવું જોઈએ અર્થાત્ પરોક્ષપ્રમાણાન્તર્ગત એવા અનુમાન પ્રમાણનો ચાર્વાક સ્વીકાર કરવો જોઈએ.
34. પિ ૨ [4]પ્રતિપત્સિતમથે પ્રતિપાદ્રિયનું “નાયં ત્રૌોિ ન परीक्षकः' इत्युन्मत्तवदुपेक्षणीयः स्यात् । न च प्रत्यक्षेण परचेतोवृत्तीनामधिगमोस्ति । चेष्टाविशेषदर्शनात्तदवगमे च परोक्षस्य प्रामाण्यमनिच्छतोऽप्यायातम् ।
34. વળી, ચાવક પોતાને અર્થ સમજાવે એવું સામી વ્યક્તિ ન ઇચ્છતી હોય અને તેમ છતાં ચાર્વાક તેની આગળ અર્થને સમજાવતું ભાષણ કરે તો ચાર્વાક ન તો વ્યવહારુ કહેવાય કે ન તો તાર્કિક કહેવાય. તે તો બડબડાટ કરતા ગાંડા માણસની જેમ ઉપેક્ષણીય જ બની જાય. મિાટે ચાર્વાકે સામી વ્યક્તિની જિજ્ઞાસા (જાણવાની ઇચ્છા) જાણ્યા પછી જ તેની આગળ અર્થનું પ્રતિપાદન કરવું જોઈએ.] ઇચ્છા તો મનોવૃત્તિ છે. બીજાની મનોવૃત્તિ પ્રત્યક્ષ વડે બીજી વ્યક્તિ જાણી શકતી નથી. જો ચાર્વાક કહે કે અમુક ખાસ પ્રકારની ચેષ્ટાને જોઈ તે ચેષ્ટા ઉપરથી તે ઇચ્છારૂપ મનોવૃત્તિને જાણી શકાય છે તો ચાર્વાક ઉપર અનિચ્છાએ પણ પરોક્ષ પ્રમાણનો (અનુમાનરૂપ પરોક્ષ પ્રમાણનો) સ્વીકાર કરવાનું આવી પડે છે.
35. પરત્નોવિનિષેધશ ને પ્રત્યક્ષમત્રે શક્ય: [[, સન્નિહિતમાત્રविषयत्वात्तस्य । परलोकादिकं चाप्रतिषिध्य नायं सुखमास्ते प्रमाणान्तरं च नेच्छतीति डिम्भहेवाकः ।
35. વળી, કેવળ એકલા પ્રત્યક્ષપ્રમાણથી પરલોક વગેરેનો નિષેધ કરવો શક્ય નથી, કારણ કે પ્રત્યક્ષ તો ઇન્દ્રિયસકિષ્ટ વસ્તુને જ જાણે છે અને પરલોક આદિ તો અતીન્દ્રિય વસ્તુઓ છે] . ચાર્વાકને પરલોક આદિનો નિષેધ કર્યા વિના ચેન પડતું નથી અને નિષેધ કરવા માટે જરૂરી પ્રમાણાન્તર પરોક્ષને (પ્રત્યક્ષથી અન્ય એવા પરોક્ષને). તેઓ સ્વીકારવા માગતા નથી. આ તો ચાર્વાકની બાળહઠ જ છે.
36. ૐ, પ્રત્યક્ષસ્થાણુર્ભાવ્યમવીરવ પ્રામથું તન્વાર્થપ્રતિવદ્ધलिङ्गशब्दद्वारा समुन्मज्जतः परोक्षस्याप्याव्यभिचारादेव किं नेष्यते ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org