Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 32. પ્રત્યક્ષ સિવાય બીજું કોઈ પ્રમાણ નથી આ ચાર્વાક મત છે. તે અંગે આચાર્ય કહે છે~~
८०
[ચાર્વાકો પ્રમાણ-અપ્રમાણવ્યવસ્થા, અન્ય પુરુષની બુદ્ધિ યા મનોવૃત્તિ અને પરલોકનિષેધને સ્વીકારે છે અને સિદ્ધ કરે છે. પરંતુ] પ્રમાણ-અપ્રમાણવ્યવસ્થા, અન્ય પુરુષની મનોવૃત્તિ અને પરલોકાદિનિષેધની સિદ્ધિ કરવા જતાં તો પ્રત્યક્ષથી અતિરિક્ત ઈતર પ્રમાણની સિદ્ધિ થઈ જાય છે.(૧૧)
1
33. प्रमाणाप्रमाणविभागस्य, परबुद्धेः, अतीन्द्रियार्थनिषेधस्य च सिद्धिर्नानुमानादिप्रमाणं विना । चार्वाको हि काश्चिज्ज्ञानव्यक्ती: संवादित्वेनाव्यभिचारिणीरुपलभ्यान्याश्च विसंवादित्वेन व्यभिचारिणीः, पुनः कालान्तरे तादृशीतराणां ज्ञानव्यक्तीनामवश्यं प्रमाणेतरते व्यवस्थापयेत् । नं च सन्निहितार्थबलेनोत्पद्यमानं पूर्वापरपरामर्शशून्यं प्रत्यक्षं पूर्वापरकालभाविनीनां ज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकं निमित्तमुपलक्षयितुं क्षमते । न चायं स्वप्रतीतिगोचराणामपि ज्ञानव्यक्तीनां परं प्रति प्रामाण्यमप्रामाण्यं वा व्यवस्थापयितुं प्रभवति । तस्माद्यथादृष्टज्ञानव्यक्तिसाधर्म्यद्वारेणेदानीन्तनज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकं परप्रतिपादकं च परोक्षान्तर्गतमनुमानरूपं प्रमाणान्तरमुपासीत ।
33. પ્રમાણ અને અપ્રમાણના વિભાગની, પર પુરુષની બુદ્ધિની (મનોવૃત્તિની) અને અતીન્દ્રિય વસ્તુઓના નિષેધની સિદ્ધિ અનુમાન પ્રમાણને સ્વીકાર્યા વિના થઈ શકતી નથી. ચાર્વાક કેટલાંક જ્ઞાનોને સંવાદી હોવાના કારણે પ્રમાણ તરીકે જાણે છે અને કેટલાંક જ્ઞાનોને વિસંવાદી હોવાના કારણે અપ્રમાણ તરીકે જાણે છે. પુનઃ કાલાન્તરે પેલાં સંવાદી જ્ઞાનો જેવાં જ્ઞાનોની પ્રમાણતા અને પેલાં અસંવાદી જ્ઞાનો જેવાં જ્ઞાનોની અપ્રમાણતાની વ્યવસ્થા ચાર્વાક કરે છે. પરંતુ સન્નિહિત (ઇન્દ્રિયસમ્બદ્ધ) વસ્તુના બળે ઉત્પન્ન થનારું અને આગળ-પાછળનો વિચાર ન કરનારું પ્રત્યક્ષ પૂર્વાપર કાલમાં ઉત્પન્ન થનારાં જ્ઞાનવિશેષોની પ્રમાણતા અને અપ્રમાણતા સ્થાપી આપનારા નિમિત્તને પરખી લેવામાં સમર્થ નથી. વળી, કેવળ પ્રત્યક્ષને જ પ્રમાણ માનનારો આ ચાર્વાક જે જ્ઞાનવિશેષોનો તેને પોતાને સાક્ષાત્ અનુભવ છે તેમના પ્રામાણ્ય કે અપ્રામાણ્યને બીજા આગળ બીજાને સંતોષ થાય એ રીતે સ્થાપી શકશે નહિ. તેથી પૂર્વાનુભૂત જ્ઞાનવિશેષો સાથેની સમાનતા દ્વારા વર્તમાનકાલીન જ્ઞાનવિશેષોના પ્રામાણ્ય કે અપ્રામાણ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org