Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૭૯
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ , श्रित्योज्जिहीते यत् ज्ञानं तत् प्रत्यक्षं वक्ष्यमाणलक्षणम् । अक्षेभ्यः परतो वर्तत इति परेणेन्द्रियादिना चोक्ष्यत इति परोक्षं वक्ष्यमाणलक्षणमेव । चकार: स्वविषये द्वयोस्तुल्यबलत्वख्यापनार्थः । तेन यदाहुः - "सकलप्रमाणज्येष्ठं प्रत्यक्षम्" इति तदपास्तम् । प्रत्यक्षपूर्वकत्वादितरप्रमाणानां तस्य ज्येष्ठतेति चेतः न; प्रत्यक्षस्यापि प्रमाणान्त पूर्वकत्वोपलब्धेः, लिङ्गात् आप्तोपदेशाद्वा वल्यादिकमवगम्य प्रवृत्तस्य तरिषयप्रत्यक्षोत्पत्तेः ॥१०॥
31. [અહીં “પ્રત્યક્ષ' શબ્દની વ્યુત્પત્યર્થ આપ્યો છે.] “અક્ષ' શબ્દ “વ્યાપવું અર્થવાળા અશુ કે અલ્ ધાતુમાંથી બનેલો છે. જે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને વ્યાપે છે તે અક્ષ છે અર્થાત જીવ છે. “અક્ષ' શબ્દનો વાચ્ય અર્થ ઇન્દ્રિય પણ છે કારણ કે ઇન્દ્રિય પોતાના વિષયને વ્યાપે છે. “પ્રતિ' ઉપસર્ગનો અર્થ અહીં પ્રતિગત' છે અર્થાત “આધારિત” “આશ્રિત છે. તેથી આખા શબ્દ “પ્રત્યક્ષ'નો અર્થ થશે–] જે જ્ઞાન અક્ષ પર અર્થાતુ કેવળ જીવ કે આત્મા ઉપર આશ્રિત છે તે જ્ઞાન. અક્ષનો અર્થ ઈન્દ્રિય પણ છે. તેથી “પ્રત્યક્ષ' શબ્દનો અર્થ થશે – જે જ્ઞાન ઇન્દ્રિયો ઉપર આશ્રિત છે અર્થાત્ ઇન્દ્રિયોને નિમિત્ત કરીને ઉત્પન્ન થાય છે તે જ્ઞાન પ્રત્યક્ષ. પ્રત્યક્ષનું લક્ષણ આચાર્ય પછી કહેવાના છે. જે જ્ઞાન ઇન્દ્રિયોથી (અર્થાત્ ઇન્દ્રિયોના ક્ષેત્રથી) પર છે
– બહાર છે તે પરોક્ષ. અથવા જે જ્ઞાન પરથી (ઇન્દ્રિયો વગેરેથી – અહીં ઇન્દ્રિયો વગેરે આત્માની અપેક્ષાએ પર છે –) ઉત્પન્ન થાય છે તે પરોક્ષ. પરોક્ષનું લક્ષણ પણ આચાર્ય પછી કહેવાના છે. સૂત્રગત “ચ” (“અને) અવ્યય એ હકીકતને સૂચવે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ બન્નેનું (પોતપોતાના ક્ષેત્રમાં) તુલ્ય બલ છે. આનાથી “પ્રત્યક્ષ સકલ પ્રમાણોમાં જયેષ્ઠ છે એ મતનું નિરાકરણ થઈ જાય છે. બીજાં પ્રમાણો પ્રત્યક્ષપૂર્વક થાય છે તેથી પ્રત્યક્ષ બધાં પ્રમાણોમાં જયેષ્ઠ છે એમ જો કોઈ કહેતું હોય તો તે કથન પણ બરાબર નથી, કારણ કે પ્રત્યક્ષ પણ અન્ય પ્રમાણપૂર્વક હોવાનું જોવામાં આવ્યું છે. લિંગ (અનુમાન) કે આતોપદેશ (આગમ)થી અગ્નિ આદિને જાણી લીધા પછી માણસ અગ્નિ આદિને પ્રાપ્ત કરવા અગ્નિ આદિ તરફ જવા પ્રવૃત્ત થાય છે અને તે જ અગ્નિ આદિ વિષયને પ્રત્યક્ષ જાણે છે, [અહીં પ્રત્યક્ષની ઉત્પત્તિ અનુમાનપૂર્વકયા આગમપૂર્વક થાય છે.] (૧૦)
32. ને પ્રત્યક્ષચન્દ્રમમિતિ નૌતિ : તત્રદિ– व्यवस्थान्यधीनिषेधानां सिद्धेः प्रत्यक्षतरप्रमाणसिद्धिः ॥११॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org