Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૭૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ધારાવાહિક જ્ઞાન પણ અગ્રહીતગ્રાહી જ છે.) તો પછી ધારાવાહિક જ્ઞાનને પ્રમાણનું લક્ષણ લાગુ પડતું અટકાવવા અર્થને “અપૂર્વ' વિશેષણ શા માટે લગાવો છો ? દ્રવ્યની અપેક્ષાએ ધારાવાહિક જ્ઞાન ગૃહીતગ્રાહી છે એમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે દ્રવ્ય નિત્ય છે, ત્રણેય કાળમાં એકરૂપ જ રહે છે એટલે તેમાં ગૃહીત અને ગ્રહીષ્યમાણ અવસ્થાઓનો ભેદ છે જ નહિ. તો પછી કઈ વિશેષતાના આધારે પ્રહષ્યમાણગ્રાહી જ્ઞાનને પ્રમાણ અને ગૃહીતગ્રાહી જ્ઞાનને અપ્રમાણ માનીશું? વળી અવગ્રહ, ઈહા આદિ જ્ઞાનો ગૃહીતગ્રાહી હોવા છતાં પણ પ્રમાણ મનાય છે જ. આ જ્ઞાનનો વિષય ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી. જો આ જ્ઞાનનો વિષય જુદાં જુદાં દ્રવ્યોને માનીએ તો અવગ્રહ જાણેલું દ્રવ્ય ઈહાનો વિષય નહિ બની શકે અને ઈહાએ વિષય કરેલા દ્રવ્યનો અવાય નિશ્ચય નહિ કરી શકે. આમ બધું અંધાધૂંધ થઈ જશે. જો કહેવામાં આવે કે અવગ્રહ આદિ જ્ઞાનો પર્યાયની અપેક્ષાએ અગૃહીત વિશેષનું ગ્રહણ કરે છે, તો એમ કહેતાં કોઈ પણ જ્ઞાન એવું નહિ રહે જે ગૃહીતગ્રાહી હોય; આ વાત અમે કહી જ ગયા છીએ.
16. स्मृतेश्च प्रमाणत्वेनाभ्युपगताया गृहीतग्राहित्वमेव सतत्त्वम् । यैरपि स्मृतेरप्रामाण्यमिष्टं तैरप्यर्थादनुत्पाद एव हेतुत्वेनोक्तो न गृहीतग्राहित्वम् । यदाह
"न स्मृतेरप्रमाणत्वं गृहीतग्राहिताकृतम् ।
अपि त्वनर्थजन्यत्वं तदप्रामाण्यकारणम्" [न्यायम. पृ. २३] ત ૪
16. વળી, સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવી છે અને તે ગૃહીતગ્રાહી જ છે. જેઓ સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી તેઓ તેના પ્રમાણ ન હોવાનું કારણ તેના અર્થથી ઉત્પન્ન ન થવાને માને છે અને નહિ કે તેના ગૃહીતગ્રાહિત્યને. તેમણે કહ્યું છે કે – મૃતિની અપ્રમાણતા ગૃહીતગ્રાહિતાના કારણે નથી પરંતુ અર્થાજન્યત્વના કારણે છે” ન્યિાયમંજરી પૃ. ૨૩). (૪)
17. अथ प्रमाणलक्षणप्रतिक्षिप्तानां संशयानध्यवसायविपर्ययाणां लक्षणमाह
अनुभयत्रोभयकोटिस्पर्शी प्रत्ययः संशयः ॥५॥ 17. હવે પ્રમાણલક્ષણમાંથી બકાત કરાયેલા સંશય, અનધ્યવસાય અને વિપર્યયનાં લક્ષણ આચાર્ય ક્રમશઃ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org