Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૭૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જ્યારે સ્નાન, પાન, અવગાહન, પિપાસોપશમન વગેરે અર્થક્રિયાનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે ત્યારે પ્રત્યક્ષના પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ થાય છે. બુદ્ધિમાનોને આવાં જ્ઞાનોના પ્રામાણ્યની પરીક્ષા કરવાની ઇચ્છા જ થતી નથી, [એવી ઇચ્છાના ઉદ્ભવને અવકાશ જ નથી. ] ઉદાહરણાર્થ, દાહ યા તરસથી પીડાતા માણસને જયારે જલનું જ્ઞાન થાય છે ત્યારે તે માણસ ‘જલ છે’ એવું જ્ઞાન થતાં જ જલ મેળવવા પ્રવૃત્તિ કરે છે, પછી જલને પ્રાપ્ત કરે છે, જલ પ્રાપ્ત થતાં જ તેમાં કે તેનાથી સ્નાન કરે છે, તેને પીવે છે, અને તેનો દાહ કે તેની તરસ શાન્ત થાય છે. આટલાથી પ્રમાતા માણસ કૃતાર્થ થાય છે. દાહ યા પિપાસાની ઉપશાન્તિના અનુભવરૂપ જ્ઞાનના પ્રામાણ્યની પરીક્ષા તે કરતો જ નથી. [અર્થાત્ તે માણસ દાહ યા પિપાસા શાન્ત થયાનો અનુભવ કરે છે અને તે અનુભવના પ્રામાણ્યનો નિશ્ચય કરવા માટે અન્ય પ્રમાણની અપેક્ષા નથી કરતો.] તેને પોતાને પોતાના તે અનુભવનું પ્રામાણ્ય સ્વતઃ જ જ્ઞાત થઈ જાય છે. વળી, જે અનુમાનોમાં કોઈ પણ પ્રકારના દોષની (વ્યભિચારની) આશંકા જ ન હોય તે બધાં જ અનુમાનોની બાબતમાં પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ જ થાય છે, કારણ કે તે અનુમાનો અવ્યભિચારી લિંગ (સાધન, હેતુ)થી ઉત્પન્ન થયાં હોય છે. લિંગાકારવાળું જ્ઞાન બાહ્યલિંગ વિના શક્ય નથી અને લિંગનું (ધૂમનું) હોવું લિંગી (સાધ્ય-અગ્નિ) વિના સંભવતું નથી.
23. ઋષિત્ પરતઃ પ્રામાīનિશ્ચય:, યથા અનભ્યાસશાપન્ને પ્રત્યક્ષ । नहि तत् अर्थेन गृहीताव्यभिचारमिति तदेकविषयात् संवादकात् ज्ञानान्तराद्वा, अर्थक्रियानिर्भासाद्वा, नान्तरीयार्थदर्शनाद्वा तस्य प्रामाण्यं निश्चीयते । तेषां च स्वतः प्रामाण्यनिश्चयान्नानवस्थादिदौस्थ्यावकाशः ।
23. ક્યારેક પ્રામાણ્યનો નિશ્ચય પરતઃ અર્થાત્ બીજા જ્ઞાનથી પણ થાય છે. જ્યારે કોઈ અનભ્યસ્ત વસ્તુનું પ્રત્યક્ષ થાય છે ત્યારે તે પ્રત્યક્ષનો વસ્તુ સાથે અવ્યભિચાર નિશ્ચિત સ્વતઃ જણાતો નથી, આવી સ્થિતિમાં કોઈ અન્ય જ્ઞાન દ્વારા તે પ્રત્યક્ષના પ્રામાણ્યનો નિશ્ચય થઈ શકે છે. તે અન્ય જ્ઞાન કાં તો પ્રથમ જ્ઞાનના વિષયને જાણનારું તથા તેની પુષ્ટિ કરનારું ઉત્તરવર્તી જ્ઞાન હોય છે, કાં તો અર્થક્રિયાનું (સફલ પ્રવૃત્તિનું) જ્ઞાન હોય છે, અને કાં તો (પ્રથમ જ્ઞાનના વિષયભૂત અર્થ સાથે) અવિનાભાવસંબંધ ધરાવતા અર્થના દર્શનરૂપ જ્ઞાન હોય છે. આ ત્રણેય જ્ઞાનોના પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ જ થાય છે, એટલે અહીં અનવસ્થા આદિ દોષોને માટે કોઈ અવકાશ જ નથી.
24. शाब्दे तु प्रमाणे दृष्टार्थेऽर्थाव्यभिचारस्य दुर्ज्ञानत्वात् संवादाद्यधीनः परतः प्रामाण्यनिश्चयः, अदृष्टार्थे तु दृष्टार्थग्रहोपराग- नष्ट - मुष्ट्यादिप्रतिपादकानां
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org