Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ संवादेन प्रामाण्यं निश्चित्य संवादमन्तरेणाप्याप्तोक्तत्वेनैव प्रामाण्यनिश्चय इति सर्वमुपपन्नम् ।
24. શાબ્દ યા આગમ પ્રમાણની બાબતમાં તેના પ્રામાનો નિશ્ચય નીચે પ્રમાણે થાય છે. જ્યારે આગમનો પ્રતિપાદિત વિષય દૃષ્ટ અર્થાત ઇન્દ્રિયપ્રત્યક્ષગમ્ય હોય છે ત્યારે આગમના પ્રામાણ્યનો (અર્થાતુ આગમના સ્વપ્રતિપાદિત અર્થ સાથેના અવ્યભિચારનો) નિર્ણય સ્વતઃ થતો નથી એટલે તપાસ યા પ્રયોગ દ્વારા જણાયેલા (આગમના સ્વપ્રતિપાદિત અર્થ સાથેના) સંવાદ આદિથી પરત થાય છે. જયારે આગમનો પ્રતિપાદિત વિષય અદષ્ટ હોય છે અર્થાત્ ઇન્દ્રિયપ્રત્યક્ષગમ્ય નથી હોતો ત્યારે ગ્રહણ (સૂર્યગ્રહણ, ચન્દ્રગ્રહણ), ખોવાયેલી ચીજ, મુઠ્ઠીમાં સંતાડેલી વસ્તુ વગેરે આગમકથિત ઇન્દ્રિયપ્રત્યક્ષગમ્ય વિષયોમાં આગમના પ્રામાણ્યનો નિશ્ચય સંવાદ દ્વારા પરત થતાં ઇન્દ્રિયપ્રત્યક્ષગમ્ય નથી એવા વિષયોમાં આગમના પ્રામાયનો નિશ્ચય સંવાદની અપેક્ષા રાખ્યા વિના જ આખનું કથન હોવાના કારણે થઈ જાય છે. આ રીતે બધું ઘટે છે.
25. “અર્થોપત્નશ્વિતુ પ્રમતિ નૈચિ: તત્રાર્થોપત્તબ્ધી हेतुत्वं यदि निमित्तत्वमात्रम्; तदा तत् सर्वकारकसाधारणमिति कर्तृकर्मादेरपि प्रमाणत्वप्रसङ्गः । अथ कर्तृकर्मादिविलक्षणं करणं हेतुशब्देन विवक्षितम्; तर्हि तत् ज्ञानमेव युक्तं नेन्द्रियसन्निकर्षादि, यस्मिन् हि सत्यर्थ उपलब्धो भवति स तत्करणम् । न च इन्द्रियसन्निकर्षसामग्र्यादौ सत्यपि ज्ञानाभावे स भवति, साधकतमं हि करणमव्यवहितफलं च तदिष्यते, व्यवहितफलस्यापि करणत्वे दधिभोजनादेरपि तथाप्रसङ्गः । तन्न ज्ञानादन्यत्र प्रमाणत्वम्, अन्यत्रोपचारात् ।
25. નૈયાયિક ચિંતકો અનુસાર અર્થની ઉપલબ્ધિનો (જ્ઞાનનો) જે (ઉત્પાદક) હેતુ છે તે પ્રમાણ છે. આ લક્ષણમાં હેતુ' શબ્દનો અર્થ જો નિમિત્ત માત્ર એવો કરવામાં આવે તો એવું નિમિત્તત્વ તો બધાં કારકોમાં સમાનપણે રહેલું છે, એટલે કર્તા, કર્મ વગેરે કારણો પણ પ્રમાણ બની જવાની આપત્તિ આવશે.[તાત્પર્ય એ છે કે અર્થના (પ્રમેયના) જ્ઞાનની ઉત્પત્તિમાં કર્મ(પ્રમેય) પણ નિમિત્ત હોય છે અને કર્તા (પ્રમાતા) પણ નિમિત્ત હોય છે, તેથી પ્રમેય અને પ્રમાતાને પણ પ્રમાણ માનવાની આપત્તિ આવે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org