Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૭૧
બન્ને ધર્મો ન ધરાવતી વસ્તુમાં તે બન્ને ધર્મોનો (કોટિઓનો) નિર્દેશ કરનારું જ્ઞાન સંશય છે.(૫)
18. अनुभयस्वभावे वस्तुनि उभयान्तपरिमर्शनशीलं ज्ञानं सर्वात्मना शेत इवात्मा यस्मिन् सति स संशयः, यथा अन्धकारे दूरादूर्ध्वाकारवस्तूपलम्भात् साधकबाधकप्रमाणाभावे सति 'स्थाणुर्वा पुरुषो वा' इति प्रत्ययः। अनुभयत्रग्रहणमुभयरूपे वस्तुन्युभयकोटिसंस्पर्शेऽपि संशयत्वनिराकरणार्थम्, યથા ‘અસ્તિ ૨ નાસ્તિ = પટ', 'નિત્યશ્ચાનિત્યશ્ચાત્મા’ત્યાદિ ધા विशेषानुल्लेख्यनध्यवसायः || ६ ||
18. ઉભય સ્વભાવ (ધર્મો) ન ધરાવતી વસ્તુમાં ઉભય ધર્મોનો (કોટિઓનો, અન્તોનો) સ્પર્શ કરનારું, નિર્દેશ કરનારું જ્ઞાન સંશય કહેવાય છે. જેમાં આત્મા (જાગૃતિના અભાવમાં) સંપૂર્ણપણે જાણે કે નિદ્રામાં પડી જાય છે (શેતે) તેને સંશય કહે છે . [અહીં ‘સંશય’ શબ્દની વ્યુત્પત્તિ આપી છે.] ઉદાહરણાર્થ, મન્દ અંધકારમાં દૂર કોઈ ઊંચા આકારવાળી વસ્તુ દેખાવાના કારણે સાધક-બાધક પ્રમાણનો અભાવ હોતાં ‘આ ઝાડનું ઠૂંઠું છે કે પુરુષ' એવા આકારનું જે જ્ઞાન થાય છે તે સંશય છે.
‘અનુભયત્ર’ (‘ઉભય ધર્મોથી રહિત જે વસ્તુ છે તેમાં’) પદને સૂત્રમાં મૂકવાનું પ્રયોજન ઉભય ધર્મો ધરાવતી વસ્તુમાં ઉભય ધર્મોનો (કોટિઓનો) સ્પર્શ (નિર્દેશ) કરતા જ્ઞાનમાં સંશયત્વને આવતું રોકવાનું છે. આવાં જ્ઞાનોનાં ઉદાહરણો છે. ઘટ છે પણ ખરો અને નથી પણ’ ‘આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ’ વગેરે. (૫) વિશેષ ધર્મનો ઉલ્લેખ ન કરનારું જ્ઞાન અનધ્યવસાય છે. (૬)
19. ટૂરાધારાવિશારસાધારણધર્માવમર્શરહિત: પ્રત્યયઃ ગનિશ્ચયાत्मकत्वात् अनध्यवसायः, यथा 'किमेतत्' इति । यदप्यविकल्पकं प्रथमक्षणभावि परेषां प्रत्यक्षप्रमाणत्वेनाभिमतं तदप्यनध्यवसाय एव, विशेषोलेखस्य तत्राप्यभावादिति ॥६॥
अतस्मिंस्तदेवेति विपर्ययः ॥ ७ ॥
19. દૂરસ્થતા, અન્ધકાર વગેરે કારણોને લીધે અસાધારણ ધર્મના ગ્રહણથી વંચિત જ્ઞાન અનિશ્ચયાત્મક હોવાથી અનધ્યવસાય કહેવાય છે, જેમ કે ‘આ શું છે !’ એવા આકારનું જ્ઞાન. [ઇન્દ્રિયનો અર્થ સાથે સજ્ઞિકર્ષ થતાં] પ્રથમ ક્ષણે ઉત્પન્ન થનારું નિર્વિકલ્પક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org