Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૬૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા કે તે વસ્તુ છે, જે જે વસ્તુ છે તે પોતાના જ્ઞાન માટે પોતાના અવાન્તરજાતીયની અપેક્ષા નથી રાખતી, જેમ કે ઘટ. અર્થાત જેમ ઘટને જાણવા માટે બીજા ઘટની આવશ્યકતા નથી હોતી તેમ જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનની આવશ્યકતા નથી હોતી. જો કોઈ કહે કે જ્ઞાન વસ્તુ હોવાના કારણે ઘટની જેમ પરપ્રકાશ્ય છે, તો તેમ કહેવું અયોગ્ય છે. અહીં ‘વસ્તુ હોવાના કારણે એ હેતુ અપ્રયોજક છે. ખરેખર ઘટ વસ્તુ હોવાના કારણે પરપ્રકાશ્ય નથી પણ જ્ઞાનભિન્ન હોવાના કારણે પરપ્રકાશ્ય છે. આ બધી ચર્ચા ઉપરથી એ સિદ્ધ થાય છે કે જ્ઞાન જેમ અર્થનો નિર્ણય કરે છે તેમ પોતાનો નિર્ણય પણ કરે છે.] તેથી સ્વનિર્ણયને પણ પ્રમાણનું લક્ષણ માનવું જોઈએ એવી શંકાનું સમાધાન કરવા આચાર્ય કહે છે –
પ્રમાણમાં સ્વનિર્ણયરૂપ ધર્મ હોવા છતાં તે પ્રમાણનું લક્ષણ નથી કારણ કે સ્વનિર્ણયરૂપ ધર્મ અપ્રમાણમાં પણ હોય છે. (૩)
13. सन्नपि इति परोक्तमनुमोदते । अयमर्थः - न हि अस्ति इत्येव सर्वं लक्षणत्वेन वाच्यं किन्तु यो धर्मो विपक्षाद् व्यावर्त्तते । स्वनिर्णयस्तु अप्रमाणेऽपि संशयादौ वर्तते; नहि काचित् ज्ञानमात्रा सास्ति या न स्वसंविदिता नाम । ततो न स्वनिर्णयो लक्षणमुक्तोऽस्माभिः, वृद्धैस्तु परीक्षार्थमुपक्षिप्त રૂત્યકોષઃ રૂા.
13. “સ્વનિર્ણયરૂપ ધર્મ હોવા છતાં એમ કહીને પ્રાચીન આચાર્યોના કથનનું અનુમોદન કરવામાં આવ્યું છે. અભિપ્રાય આ છે – કોઈ વસ્તુમાં જે ધર્મો હોય તે બધાને તે વસ્તુના લક્ષણ તરીકે ન જણાવી શકાય. પરંતુ કેવળ તે જ ધર્મને તેનું લક્ષણ કહી શકાય જે ધર્મ તે વસ્તુને વિપક્ષથી (અલક્ષ્યથી) જુદી પાડતો હોય. સ્વનિર્ણયરૂપ ધર્મ તો પ્રમાણની જેમ સંશય વગેરે અપ્રમાણમાં પણ હોય છે. કોઈ પણ જ્ઞાન એવું નથી જે સ્વસંવેદી ન હોય, અર્થાત પ્રમાણજ્ઞાન પણ સ્વસંવેદી હોય છે અને અપ્રમાણજ્ઞાન પણ સ્વસંવેદી હોય છે. તેથી અમે સ્વસંવેદનને (સ્વનિર્ણયને) પ્રમાણનું લક્ષણ કહ્યું નથી. પ્રાચીન આચાર્યોએ તો પરીક્ષા માટે પ્રમાણના લક્ષણમાં તેનો સમાવેશ કર્યો છે, તેથી તેમનું તેમ કરવું દોષરૂપ નથી. (૩) __14. ननु च परिच्छिन्नमर्थं परिच्छिन्दता प्रमाणेन पिष्टं पिष्टं स्यात् । तथा च गृहीतग्राहिणां धारावाहिज्ञानानामपि प्रामाण्यप्रसङ्गः । ततोऽपूर्वार्थनिर्णय इत्यस्तु लक्षणम्, यथाहुः - "स्वापूर्वार्थव्यवसायात्मकं ज्ञानं प्रमाणम्" [પરીક્ષામુ. ૨.૨] તિ, “તત્રાપૂર્વાર્થવિજ્ઞાનમ્' કૃતિ રે I તત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org