Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
पिङ्गल- कणादा-ऽक्षपादादिभ्योऽपि पूर्वं कानि किमीयानि वा व्याकरणादिसूत्राणीत्येतदपि पर्यनुयुङ्क्ष्व ! अनादय एवैता विद्याः संक्षेपविस्तरविवक्षया नवनवीभवन्ति तत्तत्कर्तृकाश्चोच्यन्ते । किं नाश्रौषीः 'न कदाचिदनीदृशं जगत्' इति ? यदि वा प्रेक्षस्व वाचकमुख्यविरचितानि सकलशास्त्रचूडामणिभूतानि तत्त्वार्थसूत्राणीति ।
-
1. gist - જૈન સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતાં જે સૂત્રો ઉપર આપ ટીકા રચી રહ્યા છો તે સૂત્રો જો આપનાં છે તો આપના પહેલાં કયાં સૂત્રો હતાં અને તે સૂત્રો કોણે રચ્યાં હતાં?
સમાધાન
આપે તો ઘણો જ અધૂરો પ્રશ્ન પૂછ્યો. આપે તો એ પણ પૂછવું જોઈતું હતું કે પાણિનિ પહેલાં વ્યાકરણનાં સૂત્રો, પિંગલ પહેલાં પિંગલશાસ્ત્રનાં સૂત્રો, કણાદ પહેલાં વૈશેષિકદર્શનનાં સૂત્રો કયાં હતાં અને તે સૂત્રો કોણે રચ્યાં હતાં ?
-
સત્ય તો એ છે કે આ વિદ્યાઓ અનાદિકાલીન છે. પરંતુ કોઈ તેમનું પ્રતિપાદન સંક્ષેપથી કરે છે તો કોઈ વિસ્તારથી. આ સંક્ષેપ-વિસ્તારના કારણે તે વિદ્યાઓ નવું નવું રૂપ ધારણ કરે છે. તેથી જે તેમનું સંક્ષેપ કે વિસ્તારથી નિરૂપણ કરે છે તે તેમનો ‘કર્તા’ કહેવાય છે. શું આપે સાંભળ્યું નથી કે ‘જગત કદી આવું હતું જ નહિ એવી વાત નથી' ? [ અર્થાત્, જગત તો પોતાના મૂળ રૂપમાં સદૈવ એવું ને એવું જ રહે છે.] અથવા તો આપે જાણવું જ હોય કે મારા પહેલાં જૈન સિદ્ધાન્તનું નિરૂપણ કરતાં સૂત્રો કોણે રચ્યાં, તો વાચકમુખ્ય ઉમાસ્વાતિએ રચેલાં ‘તત્ત્વાર્થસૂત્ર’ જોઈ લો; તે ‘તત્ત્વાર્થસૂત્ર’ સકળ શાસ્ત્રોમાં ચૂડામણિ સમાન ઉત્તમ છે.
2. યઘેવમ્—ગત,-ધર્મજીિિડવત્ પ્રણમેવ િનામ્યતે, किमनया सूत्रकारत्वाहोपुरुषिकया ? मैवं वोचः; भिन्नरुचिर्ह्ययं जनः ततो नास्य स्वेच्छाप्रतिबन्धे लौकिकं राजकीयं वा शासनमस्तीति यत्किञ्चिदेतत् ।
2. શંકા- - જો આપના પહેલાં ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્ર રચી જ દીધાં હતાં તો પછી આપ ‘સૂત્રકાર' બનવાનું ગૌરવ પ્રાપ્ત કરવા શા માટે ઇચ્છો છો ? અકલંક, ધર્મકીર્તિ વગેરેની જેમ પ્રકરણગ્રન્થની રચના આપ શા માટે નથી કરતા ?
સમાધાન
ddddddendado
- એવું ન કહો. માણસે માણસે રુચિમાં ભિન્નતા હોય છે. તેથી તેની પોતાની ઇચ્છાને રોકવા માટે ન તો કોઈ લૌકિક પ્રતિબન્ધ છે કે ન તો કોઈ રાજકીય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International