Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૬૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા હેય અર્થોના વિભાગમાં સમાવિષ્ટ કરવા ઉચિત નથી, તેમનો સ્વતંત્ર વિભાગ માનવો જ જોઈએ.] “અર્થનિર્ણય' એટલે અર્થનો નિર્ણય. અહીં કર્મ વિભક્તિમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે, કારણ કે જેનો નિર્ણય કરવામાં આવે છે તે અર્થ છે. સૂત્રમાં ‘અર્થ” પદનું ગ્રહણ સ્વનિર્ણયને બાકાત કરવા માટે છે, કારણ કે પ્રમાણમાં સ્વનિર્ણય હોવા છતાં તે પ્રમાણનું લક્ષણ નથી. તે પ્રમાણનું લક્ષણ કેમ નથી એ વાત પછી સમજાવીશું.
11. सम्यग् इत्यविपरीतार्थमव्ययं समञ्चतेर्वा रूपम् । तच्च निर्णयस्य विशेषणम्, तस्यैव सम्यक्त्वाऽसम्यक्त्वयोगेन विशेष्टमुचितत्वात्; अर्थस्तु स्वतो न सम्यग् नाप्यसम्यगिति सम्भवव्यभिचारयोरभावान्न विशेषणीयः । तेन सम्यग् योऽर्थनिर्णय इति विशेषणाद्विपर्ययनिरासः । ततोऽतिव्याप्त्यव्याप्त्यसम्भवदोषविकलमिदं प्रमाणसामान्यलक्षणम् ॥२॥
11. “સમ્યફ અવ્યય છે, અને તેનો અર્થ છે યથાર્થ, અવિપરીત. અથવા “સમ્ ઉપસર્ગપૂર્વક અન્યૂ ધાતુથી “સમ્યફ શબ્દ બન્યો છે. “સમ્યક્ પદ નિર્ણયનું વિશેષણ છે, કારણ કે નિર્ણય જ સમ્યક કે અસમ્યફ હોઈ શકે છે, એટલે સમ્યફ વિશેષણ તેને લગાવવું ઉચિત છે. અર્થ પોતે ન તો સમ્યફ હોય છે, ન તો અસમ્યફ એટલે અર્થને સમ્યફ વિશેષણ ન લગાવવું જોઈએ; જ્યાં સંભવ યા વ્યભિચારનો અભાવ હોય ત્યાં વિશેષણ લગાવવાનો અર્થ નથી. તેથી અર્થનો જે નિર્ણય સમ્યફ હોય તે પ્રમાણ એવો અર્થ સમજવો જોઈએ. નિર્ણયને સમ્યકુ વિશેષણ લગાવવાથી વિપર્યયજ્ઞાનની પ્રમાણતાનો નિરાસ થઈ જાય છે. [તાત્પર્ય એ છે કે “નિર્ણય' પદથી તો સંશય, અનધ્યવસાય અને નિર્વિકલ્પક જ્ઞાનની પ્રમાણિતાનો નિષેધ કરી દીધો છે, પરંતુ વિપર્યયજ્ઞાનની પ્રમાણતાનો નિષેધ તેનાથી નથી થતો કારણ કે વિપર્યયજ્ઞાન નિર્ણયરૂપ હોય છે. તેથી તેની પ્રમાણતાનો નિષેધ કરવા માટે “સમ્યફ પદ લક્ષણમાં મૂક્યું છે. વિપર્યયજ્ઞાન નિર્ણયરૂપ હોવા છતાં સમ્યફ નથી હોતું.] આ રીતે પ્રમાણનું લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણેય દોષોથી રહિત છે.
12. ननु अर्थनिर्णयवत् स्वनिर्णयोऽपि वृद्धैः प्रमाणलक्षणत्वेनोक्तः પ્રા વપરામાસિ' [ચાયાવ. 3] તિ, વાર્થવ્યવસાયાત્મ જ્ઞાને प्रमाणम्" [तत्त्वार्थश्लोकवा. १.१०.७७] इति च । न चासावसन्, 'घटमहं जानामि' इत्यादौ कर्तृकर्मवत् ज्ञप्तेरप्यवभासमानत्वात् । न च अप्रत्यक्षोप
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org