Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૬ ૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જાય. જો સિર્ફ પ્રમાણનો જ વિચાર કરવો અભિપ્રેત હોત તો સૂત્રકારે ‘થ પ્રHITYરીક્ષા' પ્રિમાણપરીક્ષા, પૃ. ૧] એવું જ સૂત્ર રચ્યું હોત. એટલે આ બરાબર સ્થાપિત થયું કે પ્રમાણો અને નયો વડે પરિશુદ્ધ કરાયેલા પ્રમેયમાર્ગને – ઉપાયો અને વિરોધીઓ સહિત મોક્ષને નિરૂપવાનો પોતાનો આશય છે એ જણાવવા માટે આચાર્યે સૂત્રમાં “મીમાંસા' શબ્દનો પ્રયોગ કર્યો છે. (૧) 7. તત્ર પ્રમાણ સામાન્યનક્ષામટિં–
સગર્થનિર્ધાય: પ્રમાણમ્ | ૨ | 7. હવે આચાર્ય પ્રમાણસામાન્યનું લક્ષણ કહે છે– ' અર્થનો (વસ્તુનો) સમ્યફ નિશ્ચય પ્રમાણ છે. (૨)
8. प्रमाणम् इति लक्ष्यनिर्देशः, शेषं लक्षणम्, प्रसिद्धानुवादेन ह्यप्रसिद्धस्य विधानं लक्षणार्थः । तत्र यत्तदविवादेन प्रमाणमिति धम्मि प्रसिद्धं तस्य सम्यगर्थनिर्णयात्मकत्वं धर्मो विधीयते । अत्र प्रमाणत्वादिति हेतुः । न च धम्मिणो हेतुत्वमनुपपन्नम् भवति हि विशेषे धम्मिणि तत्सामान्यं हेतुः, यथा अयं धूमः साग्निः, धूमत्वात्, पूर्वोपलब्धधूमवत् । न च दृष्टान्तमन्तरेण न गमकत्वम्; अन्तर्व्याप्त्यैव साध्यसिद्धेः, 'सात्मकं जीवच्छरीरम्, प्राणादिमत्त्वात्' इत्यादिवदिति दर्शयिष्यते । * 8. સૂત્રગત ‘પ્રમાણ' પદ લક્ષ્ય છે અને બાકીનો ભાગ અર્થાત “સમ્ય અર્થનિર્ણય લક્ષણ છે, જ્ઞાત વસ્તુને જણાવી તેની બાબતમાં અજ્ઞાત ધર્મનું વિધાન કરવું એ લક્ષણનો અર્થ છે. અહીં પ્રમાણ એ ધર્મી બધાને નિર્વિવાદ જ્ઞાત છે. તેમાં સમ્યગર્ભનિર્ણયાત્મકત્વ ધર્મનું, જે પ્રતિવાદીને અજ્ઞાત છે તેનું, વિધાન કરવામાં આવે છે. અહીં “પ્રમાણત્વ' હેતુ છે. ધર્માનું (પક્ષનું) હેતુ હોવું ઘટતું નથી એમ નહિ. વિશેષ ધર્મીમાં સામાન્ય ધર્મી હેતુ ઘટે છે. અહીં પ્રમાણવિશેષ પક્ષ છે અને પ્રમાણસામાન્ય હેતુ છે.] તેનું ઉદાહરણ આ અનુમાન છે – આ ધૂમ અગ્નિસહિત છે, કારણ કે તે ધૂમ છે, જેમ કે પૂર્વોપલબ્ધ ધૂમ. જિમ આ અનુમાનમાં વિશિષ્ટ (વિવાદગ્રસ્ત) ધૂમ પક્ષ છે અને ધૂમસામાન્ય હેતુ છે તેમ પ્રકૃતિ અનુમાનમાં પણ સમજવું.] વળી, દષ્ટાન્ત વિના હેતુ ગમક ન બની શકે એ વાત પણ બરોબર નથી. અન્તર્થાપ્તિથી જ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. આનું ઉદાહરણ આ અનુમાન છે–જીવતું શરીર સાત્મક છે, કારણ કે તે પ્રાણાદિવાળું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org