Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
€0
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
જેનો પ્રારંભ કરે છે, જેને પ્રસ્તુત કરવાનું શરૂ કરે છે તે પ્રમાણ છે એમ જણાવવાથી પૂરા શાસ્ત્રગ્રંથના તાત્પર્યનું (પ્રયોજનનું) વ્યાખ્યાન થઈ ગયું. તાત્પર્યના આ સ્પષ્ટ કથનથી બુદ્ધિમાનોને શાસ્ત્રગ્રંથના તાત્પર્યનું જ્ઞાન થવાના કારણે તેઓ [શાસ્ત્રગ્રંથના અધ્યયનમાં] પ્રવૃત્ત થાય છે. અથવા ‘અથ' શબ્દનો અર્થ આનન્તર્ય (અવ્યવહિત ઉત્તરકાલિકતા) છે. આ અર્થથી તાત્પર્ય એ નીકળે છે કે શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન અને છોનુશાસન પછી હવે પ્રમાણની મીમાંસા કરવામાં આવે છે. આમ કહેતાં એ પણ કહેવાઈ જ ગયું કે શબ્દાનુશાસન આદિના અને આ પ્રસ્તુત શાસ્ત્રગ્રન્થના કર્તા એક જ અર્થાત્ આચાર્ય હેમચન્દ્ર જ છે. જેમ પુષ્પમાલા, જલપૂર્ણકુંભ, વગેરે બીજા પ્રયોજન માટે લઈ જવાતાં હોવા છતાં તેમનું દર્શનમાત્ર મંગલકારક છે તેમ ‘અથ’ શબ્દ અધિકા૨ના અર્થમાં પ્રયોજાયો હોવા છતાં તેનું શ્રવણમાત્ર મંગલકારક છે.અને મંગલ હોતાં પ્રતિબંધક વિઘ્નોનો નાશ થવાથી વિલંબ વિના શાસ્ત્રગ્રંથની રચના પૂર્ણ થઈ જાય છે તથા શાસ્ત્રગ્રંથના શ્રોતાઓને (અભ્યાસીઓને) લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. [સૂત્રકારે પરમેષ્ઠિનમસ્કારરૂપ મંગલ કેમ કર્યું નથી ? આ પ્રશ્નનો ઉત્ત૨ એ છે કે] સૂત્રકારે પરમેષ્ઠિનમસ્કારરૂપ મંગલ કર્યું તો છે પરંતુ તેને શબ્દબદ્ધ નથી કર્યું કારણ કે તે ‘ગ્રન્થને સંક્ષિપ્ત જ રાખવા માંગતા હતા.
5. प्रकर्षेण संशयादिव्यवच्छेदेन मीयते परिच्छिद्यते वस्तुतत्त्वं येन तत् प्रमाणं प्रमायां साधकतमम्, तस्य मीमांसा— उद्देशादिरूपेण पर्यालोचनम् । त्रयी हि शास्त्रस्य प्रवृत्तिः उद्देशो लक्षणं परीक्षा च । तत्र नामधेयमात्रकीर्त्तनमुद्देशः, यथा इदमेव सूत्रम् । उद्दिष्टस्यासाधारणधर्म्मवचनं लक्षणम् । तद् द्वेधा सामान्यलक्षणं विशेषलक्षणं च । सामान्यलक्षणमनन्तरमेव सूत्रम् । વિશેષજ્ઞક્ષણમ્ ‘‘વિશવઃ પ્રત્યક્ષમ્'' [..૨૩] કૃતિ । વિભાાસ્તુ વિશેષलक्षणस्यैवाङ्गमिति न पृथगुच्यते । लक्षितस्य 'इदमित्थं भवति नेत्थम्' इति न्यायतः परीक्षणं परीक्षा, यथा तृतीयं सूत्रम् ।
.
-
5. [‘પ્રમાણ’ શબ્દના ત્રણ ઘટકાંશો છે— (૧) ‘પ્ર’ ઉપસર્ગ (૨) મા મૂળ ધાતુ અને (૩) પ્રત્યય લ્યુટૂ. ઉપસર્ગ ‘પ્ર’નો અર્થ છે પ્રકર્ષ. અહીં પ્રકર્ષ છે સંશય, વિપર્યય અને અનધ્યવસાયનો વ્યવચ્છેદ કરવો એ. મા ધાતુનો અર્થ છે નિશ્ચય કરવો અને પ્રત્યય લ્યુનો અર્થ છે સાધન(કરણ)]. આનો અભિપ્રાય એ કે જેના દ્વારા સંશય આદિનો વ્યવચ્છેદ કરીને વસ્તુતત્ત્વને જાણવામાં આવે છે તે પ્રમાણ છે. આમ પ્રમાણ એટલે પ્રમાને અર્થાત્ વસ્તુતત્ત્વના યથાર્થ નિશ્ચયાત્મક જ્ઞાનને ઉત્પન્ન કરવામાં સાધકતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org