Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૬
અભ્યાસીઓ માટે તે બહુ મહત્ત્વનાં છે.૧
-
૫. પરોક્ષના પ્રકાર — કેવળ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન અને આગમનાં જ પ્રામાણ્યઅપ્રામાણ્યને માનવામાં મતભેદોનું જંગલ ન હતું કિન્તુ અનુમાન સુદ્ધાંનાં પ્રામાણ્યઅપ્રામાણ્ય બાબત વિપ્રતિપત્તિઓ રહી છે. જૈન તાર્કિકોએ જોયું કે પ્રત્યેક પક્ષકાર પોતાના પક્ષનું જ આત્યન્તિકપણે ખેંચવામાં બીજા પક્ષકારોનું સત્ય દેખી શકતો નથી. આ વિચારમાંથી તેમણે તે બધા પ્રકારનાં જ્ઞાનોને પ્રમાણની કોટિમાં દાખલ કર્યા જેમના બળ ઉપર વાસ્તવિક વ્યવહાર ચાલે છે અને જેમનામાંથી કોઈ એકનો અપલાપ કરવા જતાં તુલ્ય યુક્તિથી બીજાનો અપલાપ કરવો અનિવાર્ય થઈ પડે છે. આવા બધા પ્રમાણપ્રકારોને તેમણે પરોક્ષમાં નાખી પોતાની સમન્વયદૃષ્ટિનો પરિચય કરાવ્યો.
૬. હેતુનું રૂપ - હેતુના સ્વરૂપના વિષયમાં મતભેદના અનેક અખાડા કાયમ થઈ ગયા હતા. આ યુગમાં જૈન તાર્કિકોએ વિચાર્યું કે શું હેતુનું એક જ રૂપ એવું મળી શકે કે નહિ, કે જેના ઉપર બધા મતભેદોનો સમન્વય પણ થઈ શકે અને જે વાસ્તવિક પણ હોય. આ ચિન્તનમાંથી તેમણે હેતુનું એક માત્ર અન્યથાનુપપત્તિ રૂપ નિશ્ચિત કર્યું જે હેતુનું નિર્દોષ લક્ષણ પણ બની શકે અને બધા મતોના સમન્વયની સાથે સાથે જે સર્વમાન્ય પણ હોય. જયાં સુધી અમે તપાસ્યું છે અને દેખ્યું છે ત્યાં સુધી તો હેતુનું એવું એક માત્ર તાત્ત્વિકરૂપ નિશ્ચિત કરવાનું તથા તેના દ્વારા ત્રણ, ચાર, પાંચ અને છ પૂર્વસિદ્ધ હેતુરૂપોનો યથાસંભવ સ્વીકાર કરવાનું શ્રેય જૈન તાર્કિકોને જ છે.
૭. અવયવોની પ્રાયોગિક વ્યવસ્થા પરાર્થનુમાનના અવયવોની સંખ્યાના વિશે પણ પ્રતિદ્વન્દ્રીભાવ પ્રમાણના ક્ષેત્રમાં કાયમ થઈ ગયો હતો. જૈન તાર્કિકોએ તે વિષયના પક્ષભેદની યથાર્થતા-અયથાર્થતાનો નિર્ણય શ્રોતાની યોગ્યતાના આધાર પર જ કર્યો, જે વસ્તુતઃ સાચી કસોટી બની શકે છે. આ કસોટીમાંથી તેમને અવયવોના પ્રયોગની વ્યવસ્થા બરાબર સૂઝી આવી જે વસ્તુતઃ અનેકાન્તદૃષ્ટિમૂલક હોવા સાથે સર્વસંગ્રાહિણી છે અને આવી સ્પષ્ટ વ્યવસ્થા અન્ય પરંપરાઓમાં ભાગ્યે જ જોવા મળે છે.૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
――
૮. કથાનું સ્વરૂપ • આધ્યાત્મિકતામિશ્રિત તત્ત્વચિન્તનમાં પણ સામ્પ્રદાયિક બુદ્ધિ દાખલ થતાં જ તેમાં આધ્યાત્મિકતાની સાથે અસંગત એવી ચર્ચાઓ જોરભેર
૩. ટિપ્પણ પૃ. ૪૦૦.
૪. ટિપ્પણ પૃ. ૪૧૫.
૧. ટિપ્પણ પૃ. ૩૫૭.
૨. પ્રમાણમીમાંસા ૧.૨. ૨. ટિપ્પણ પૃ.૩૯૦; પૃ. ૩૯૨; પૃ.૩૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org